Language & Meath

જેનું ભાષા શિક્ષણ સમૃદ્ધ તેનું ગણિત સારું જોવ મળે છે તેનું કારણ એ છે કે તે ગણિતની રકમ બરાબર સમજી લીધી હોય છે.

આવું અમને અમારા બી.એડ ના પ્રાધ્યાપક ગુરુવર્ય શ્રી ભોગાયતા સાહેબ કહેતા.મને પણ આ બાબત અનુભવવા મળી.જો ગણિત શિક્ષણ સુધારવું હોય તો ભાષા સમૃદ્ધ થવી જોઈએ એ પૂર્વશરત સ્વીકારવી જ રહી .કેમકે જ્યાં સુધી બાળકને રકમનું અર્થ ગ્રહણ ના થાય ત્યાં સુધી દાખલો આવડે નહી.રેખા, વ્યાસ, પરિઘ,ત્રિજ્યા, વર્તુળ, જેવા શબ્દો -પરિભાષિક શબ્દો સમજાવવા માટે સરળ ભાષામાં શીખવવું અને વ્યવહારુ શબ્દો પ્રયોજવા પડે.

ગણિતનો ‘હાઉ’ દૂર કરવા નાનપણથી જ વિધાયક અભિગમ ખીલવવા માટે મારવું કે ખીજવાને બદલે સ્નેહપૂર્વક કામ લેવામાં આવે તો ગણિત શિક્ષણ સરળ બને.

બીજું ૨૦ થી ૨૫ ટકા વિધાર્થીને ગણિતમાં જરા પણ રસ હોતો નથી તેને માટે પ્રાથમિક ગણિત જ હોવું જોઈએ અથવા ધોરણ ૯ પછી તેને ગણિતમાંથી મુક્તિ આપવી જોઈએ. આમ ના કરવામાં વિદ્યાર્થીનો સમય બગાડવો અને શિક્ષકનો સમય પણ બગાડવા જેવું છે અને બીજા હોશિયાર વિદ્યાર્થીનો સમય ના બગડે તે માટે આવા વિદ્યાર્થીને ગણિતને બદલે એક વધુ ભાષા અથવા ચિત્ર સંગીત વ્યાયામ જેવો વિષય પસંદ કરવાની છૂટ આપવી જોઈએ. જૂની S.S.C. – ધોરણ ૧૧ માં હાયર મેથ, સ્પેશીયલ એરેથમેટીક, એલીમેન્ટરી (પ્રાથમિક ગણિત શાસ્ત્ર) જેવા ત્રણ ગણિત હોવા છતાં ગણિત ફરજીયાત નહોતું ત્યારે ફરજીયાત વિષય એક જ ગુજરાતી હતો.

જો ફરજીયાત વિષય રસ ના પડે તેવા હોય તો ચોરી જેવા પ્રદૂષણ પણ ના પ્રવેશે. ગમતા વિષય વિદ્યાર્થી હોશે હોશે ભણે. હતાશા, આત્મહત્યા જેવી સમસ્યા ના રહે.

સૌથી મોટું ભારણ ગણિત શિક્ષક ને રિઝલ્ટ લાવવું અને રસ વગરના ને ભણાવવું તે છે.

अरसिकेषु काव्यत्व निवेदन शिरसि मा लिख मा लिख मा लिख |

અરસિક માણસો પાસે કાવ્ય રજૂ કરવાનું હે બ્રહ્મા લખીશ નહિ, લખીશ નહિ, લખીશ નહિ.

આ વાત કવિ માટે જેટલી સાચી છે તેટલી ગણિત શિક્ષક માટે પણ લાગુ પડે છે. સામાન્ય રીતે ગણિત શિક્ષક કે વિજ્ઞાન પ્રવાહમાં સફળતા મેળવનારની ભાષા સમજવાની શક્તિ વધારે છે કે કેમ તેનું સંશોધન થવું જોઈએ મને તો આ બંને વચ્ચે સહ સંબંધ જોવા મળે છે.

Leave a comment