Vartigo

વર્ટિગો એટલે ચક્કર આવવા.

ચક્કરમાં મુખ્યત્વે વાત પ્રકૃતિ હોય છે.વાયુ નાસોને શુષ્ક બનાવે છે તેથી નસો દબાઈ છે મગજને લોહી મળતું નથી.આવા ચક્કર માટેના ઉપાય….

1 નસકોરાંમાં ઘી વાળી આંગળી ફેરવવી.ગાયના ઘી નું નસ્ય લેવું.

2 વરિયાળી સાકરનો પાઉડર  સરખે ભાગે લેવો.

3 બ્રાહ્મી ચૂર્ણ લઇ શકાય.બ્રેનટો શીરપ લઇ શકાય.

4 સુતી વખતે જાળવીને સુવું.

5 ભોજનમાં વાયુવાળા પદાર્થનો ત્યાગ કરવો.

6 ભાત શાક ખીચડીમાં ઘી નો ઉપયોગ વાળું કરવો.

7 B 12 ઓછું હોય તો દાડમ ખજૂર ઉપયોગમાં લેવા.

8 માથામાં તેલ અવશ્ય નાખવું.

9 જો કફ-શરદી હોય તો સૂંઠ ગોળ ઘીની લાડુડી ખાઈ શકાય.

વધૂ પડતું લખવાનું કાર્ય,કોમ્પ્યૂટર પર કામ કે મોબાઇલ પર કામ કરવાથી આ ચક્કર આવે છે તેથી તે ટાળવું.

નિષ્ણાત વૈદય કે ડોક્ટરને મળીને નિદાન તો કરવું જ જોઈએ.આ તો અનુભવ આધારિત બાબતો છે.

Advertisements

Shiro-BreakFast

શીરો
ગુજરાતીમાં સવારના નાસ્તા માટે શબ્દ છે શીરાવવું..આ શબ્દ શીરા પરથી બનેલો છે..અંગ્રેજી માં નાસ્તા માટે શબ્દ છે બ્રેક ફાસ્ટ ફાસ્ટ ને બ્રેક કરવો એટલે કે ઉપવાસને તોડવો એટલે નાસ્તો…આમ તો ઉપવાસ ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું ઈશ્વરની નજીક મનથી રહેવું એટલે ઉપવાસ સતત આત્મ જાગૃતિ એટલે ઉપવાસ…મારે આજે તો આ શીરા વિષે કહેવું છે કે આ શીરો ખરેખર પોષણ પ્રદ ખોરાક છે.
મારા એક નિવૃત શિક્ષક મિત્ર માણીયા સાહેબ આંજે ૭૫ વર્ષે પણ ઠેકડા મારતા ચાલે ઉત્સાહભેર જીવે મેં આનું રહસ્ય પૂછ્યું તેઓ કહે મારે દરરોજ નાસ્તામાં શીરો જોઈએ.મને થયું રોજ ઘી થી કોલોસ્ટ્રોલ વધી જાય પણ ખરેખર તો વૃદ્ધાવસ્થામાં ઘી જરૂરી છે ઘી તો વાતશામક છે વૃદ્ધાવસ્થામાં સાંધામાં શુષ્કતા આવે છે આજે ચાલીશ પછીના બધા વિવિધ દુખાવાની ફરિયાદ કરે છે તેનું કારણ વાયુ છે ઘી થી શરીરમાં લુબ્રીકેશન થાય અને સાંધા ઓઈલીંગથી  સરસ ચાલે.
આજકાલ જરા પણ ઘી ના ખાવું તે તબિયત માટે હાનિકારક છે સવારમાં શીરો ખાવાથી શરીર પુષ્ટ બને છે અને આબાલવૃદ્ધ ખાઈ શકે છે તેમાં દાંત વગરના ને પણ તકલીફ પડતી નથી બાળક જન્મે પછી ૬ માસ બાદ “લાળયુ”પાતળો શીરો ખવડાવાય છે માંદા માણસને રાબ -પાતળો શીરો ખવડાવાય છે જે પચવામાં સારો છે જૈન લોકો લાંબા ઉપવાસ પછી ગુંદરની રાબ પીવે છે આ સુપાચ્ય હોય છે હોજરી માટે ખૂબ સારો છે કફ પ્રકૃતિવાળા એ સૂંઠ વાળો શીરો પિત્ત અને વાયુવાળા એ સાકરનો શીરો ખાવો જોઈએ પક્ષઘાત અને વા ના દર્દી એ આ શીરો પથ્ય કહેવાય.
મારા એક મિત્ર અરુણભાઈના પિતાને ડોકટરે ઘી વાળી વસ્તુ ખાવાની ના પાડી એટલે તે ૯૫ વર્ષના દાદાએ કહ્યું કે ઘી ખાધા વગર જીવવાનો શો અર્થ? કૃશ માણસને ઘી વાળો શીરો ઉત્તમ છે..ગુજરાતીનો આ “શીરાવવું” શબ્દ કેટલો અર્થપૂર્ણ છે..સવારનું શીરાવવાનું ગયું અને વાયુ અને પિત્ત ના દર્દીઓ ની સંખ્યા વધી તેમ નથી લાગતું?

PRAGYA-APRAADH

પ્રજ્ઞા અપરાધ
પ્રજ્ઞા એટલે શુદ્ધ બુદ્ધિ. શુદ્ધ બુદ્ધિથી જાણી જોઇને કરેલો અપરાધ એટલે પ્રજ્ઞાપરાધ.આયુર્વેદમાં સર્વ રોગો નું મૂળ આ પ્રજ્ઞા અપરાધ છે તાત્વિક રીતે કહીએ તો ખોટી અને ભેદભાવ યુક્ત વિચારણા-રાગદ્વેષ પૂર્વક ની વિચારણા.પરમતત્વ દ્વારા માણસને ન્યાયપૂર્વક વિચારવા માટે બુદ્ધિ આપી છે.પરંતુ માનવીને લાગણી એટલે કે રાગ પણ ઉદ્ભવે છે અને દ્વેષ-બીજા વિષે પક્ષપાત પણ થાય છે.
આ રાગદ્વેષ થી માનવ પર ના થાય તો માનવ જન્મ એળે ગયો કહેવાય પણ એનો વાંધો નથી પરંતુ વ્યક્તિ માનસિક આવા કર્મો થકી રોગો નો ભોગ બને છે એમ આયુર્વેદ કહે છે…પ્રજ્ઞાપરાધ કેવી રીતે થતો હોય છે જેમકે ….
ન્યાયપૂર્વક વર્તવાને બદલે -સમત્વ રાખવાને બદલે -પક્ષપાત રાખવામાં આવે રાજા પ્રજા પ્રત્યે, પિતા સંતાનો પ્રત્યે,અધિકારીઓ કર્મચારીઓ પ્રત્યે,સગાવહાલા કે જ્ઞાતિજનો પ્રત્યે રાગદ્વેષ,કુટુંબીઓ પણ પરસ્પર રાગ કે દ્વેષ રાખે ત્યારે આ પ્રજ્ઞા અપરાધ થાય.. મિત્રો એકબીજા સાથે વિશ્વાસઘાત કરે કે દગો કરે આવા અપરાધ નું પરિણામ તરત મળતું નથી.
પરંતુ આવો અપરાધ કર્યા પછી અપરાધ કરનાર વ્યક્તિનો આત્મા ડંખ્યા કરે છે ખોટું કાર્યની લાગણી અનુભવે છે તે તેને સુવા દે નહી અને પરિણામે શરીરમાં વિષ દ્રવ્યો ઉત્ત્પન્ન થાય છે અને તેમાંથી રોગો ઉદ્ભવે છે અકસ્માતો થાય છે.
નૈતિક મૂલ્યો ના જાળવે તો શું થઈ જવાનું? એમ પૈસા પાછળ દોટ મુકનારા વિચારતા હોય છે મગર જેવી જાડી ચામડી ધરાવનાર લોકો આખરે રોગ ના ભોગ બને છે.નાનો પ્રજ્ઞા અપરાધ નાનો રોગ અને મોટો પ્રજ્ઞા અપરાધ મોટો અને ગંભીર રોગ આપે છે…આજે તબીબી વિજ્ઞાને અને મનોવિજ્ઞાને સિદ્ધ કર્યું છે કે બ્લડપ્રેશર વધવાનું કે ઘટવાનું કારણ મન  અને વિચારો જ છે…ખાંડ જેવા ગળ્યા પદાર્થો થી ડાયાબીટીસ નથી થતો પણ ઇન્સ્યુલીનની અનિયમિતતા  તનાવ ને કારણે   વધઘટ થવાથી થાય છે..વડીલો પ્રત્યે આદરનો અભાવ..કોઈની વસ્તુ કે અધિકાર ની ચોરી…વિચારોની ચોરી -મોટા લેખકો કે નેતાઓ બીજાના ઉદ્ધરણ પોતાને નામે ચડાવી દે  તે પણ વિચારો ની ચોરી કહેવાય આવી ચોરી બાળકને મંદબુદ્ધિનું બનાવે છે.
કોઈની જમીન જાગીર છેતરપીંડી કરી દબાવવી…પોતાના સગાવહાલાનો હક્ક હિસ્સો દબાવનારા લોકો પણ પ્રજ્ઞા અપરાધ કરે છે અને વિવિધ રોગોના ભોગ બને છે અન્યાય થતો હોય અને ના બોલીએ તો પણ આપણો આત્મા ડંખતો આપણે અનુભવીએ છીએ જો આવું ન અનુભવાય તો પણ તેનું પરિણામ મોટો રોગ થવાનો એ યાદ રાખવું કેન્સર જેવા ગૂઢ દર્દો તમાકુ કરતા આ જઘન્ય ગૂઢ પ્રજ્ઞા અપરાધોથી થતાં હોય છે.કેટલીક વાર માણસ મૂંગે મોઢે સહન કરે પણ તેની સાથે થયેલ અન્યાયથી તેના વૈચારિક તરંગો અપરાધ કરનાર ને છોડતા નથી..ચાલો હકારાત્મક વિચારસરણી અને ન્યાય બુદ્ધિ થી ચાલવાનો પ્રયત્ન કરીએ નહી તો પરિણામ ભોગવવા તૈયાર રહીએ..

Yoga

તારીખ ૨૧-0૬-૨૦૧૫ ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાનાર છે. ભારતે સૂચવેલ દિવસ ઉજવાશે તેનું આપણને ગૌરવ હોય તે સ્વભાવિક છે. વર્તમાનયુગ ના પતંજલિ એવા બાબાસ્વામી એ સંદેશ આપ્યો છે કે યોગ એટલે ફક્ત શારીરિક સ્વાસ્થ્ય જ નથી પણ તે તો પ્રાથમિક સોપાન થયું. આ સોપાને જ અટકી જવાનું નથી, એથી આગળ ચિત્ત ની સ્થિરતા અને આત્માની ઓળખ સુધી પહોચાવાનું છે. આજે લોકો યોગ એટલે યોગાસન એવો સ્થૂળ અર્થ કરે છે, પરંતુ ખરેખર તો ખાંડ ના કારખાનામાં ખાંડ બનાવતા બુરું પડે તે સ્વભાવિક પ્રક્રિયા છે, તેમ યોગ સાધક ને શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થઇ જાય તે તેની વિધાયક અસર માત્ર છે.
શારીરિક સ્વાસ્થ્ય કરતા ચિત્ત માં ઉદ્ભવતો આનંદ અને પ્રાપ્ત થતું માનસિક સ્વાસ્થ્ય એ એના કરતાં ઉત્તમ છે. પરંતુ સ્વામીજી કહે છે કે આત્માને ઓળખવો – અધ્યાત્મ એ યોગ નો મુખ્ય હેતુ છે.

પ્રાપ્ત થયેલ માનવ જન્મ ત્યારે જ સાર્થક થાય કે જયારે શરીર સ્વાસ્થ્ય સાથે સાથે આ દેહ કરતાં આત્મા ભિન્ન છે તેવું સ્વસ્વરૂપ નું ભાન થાય. “હું આ દેહ નથી, પરંતુ તેનાથી ભિન્ન શ્રેષ્ઠ એવો પરમ આત્મા છું.”

પરંતુ કંઈ વાંધો નહી શરીર માટે યોગ પાસે જવું પણ સારું જ છે. કેમકે, ભગવાને કહ્યું છે કે યોગ માં ભ્રષ્ટ થયેલો પણ નાશ પામતો નથી.

“बहुना जन्मजन्मान्ते” આવો સાધક મને પામે છે નષ્ટ થતો નથી. આ આશ્વાસન ને ધ્યાન માં રાખીને પણ યોગ તરફ જવું યોગ્ય જ છે.

शुभं भवतु |

Importance of Descipline

આજથી વેકેશન શરુ થયું હવે સમયસર નિયમોમાંથી મુક્તિ!! એલાર્મ પ્રમાણે જાગવાનું નહી, સમય પ્રમાણે સુઈ જવાનું નહી.

મને પેલું ગીત યાદ આવ્યું,
“બમ્બઈ સે આયા મેરા દોસ્ત, દોસ્ત કો સલામ કરો,
રાત કો ખાઓ પીઓ, દિન કો આરામ કરો.”

બીજી પંક્તિ,
ચોપાટી જાયેગે, ભેલ પૂરી ખાયેગે, બાજા બજાયેંગે, પમ પમ પમ..

ટૂંકમાં નિયમના બંધન વગર જીવવાનું.
નિયમ વગર કાયમ જીવીએ તો ના ચાલે? અરે, ચાલે ને કેમ ના ચાલે? આમ છતાં, આપણે નિયમોને અનુસરવું પડે છે. કુટુંબ અને સમાજ નિયમો ને અનુસરે નહી તો કુટુંબ સમાજ વ્યવસ્થા ભાંગી પડે. આપણું શરીર પણ સાથ ના દે, માંદા પડી જવાય. આપણી બાયોલોજીકલ કલોક ખોરવાઈ જાય.

દરરોજ આઠ વાગે ઉઠનાર ને ૬ વાગે ઉઠવું પડે તો તે બેચેન બની જાય છે. આ સમગ્ર સૃષ્ટિ નિયમ ને અનુસરે છે. તેનો ભંગ કરનાર ને દુઃખ ભોગવવા તૈયાર રહેવું પડે છે. બહુ ચા પીનાર ને દાંત ની પીડા ભોગવવી જ પડે. બહુ તમાકુ ખાનાર કે શરાબ પીનાર રોગ થી કેમ બચી શકે? ખૂબ મીઠાઈ ખાનારને ડાયાબીટીસ ના ભોગ બનવું પડે. છતાં ક્યારેક નિયમો ની ઐસી-તૈસી કરવામાં લોકો ને મજા આવે.

યોગનું પહેલું સોપાન તે યમ, બીજું સોપાન તે નિયમ. શનિ મહારાજ નું એક નામ છે યમાગ્રજ, યમ ના મોટાભાઈ તે શનિ. સૂર્યદેવ ના બંને પુત્રો ને સૃષ્ટી ચક્ર નું ન્યાય-ક્ષેત્ર સોપાયું છે. જે લોકો યમ-નિયમોને અનુસરતા નથી તેને તે દંડ આપે છે. ઘણીવાર લોકો નજીકના સગાવહાલાનું ધન સંપતિ પડાવી લે છે, જાતને છેતરે છે, દેવ કે આત્માને પણ છેતરે છે, નિયમોનું મનઘડંત અર્થઘટન કરી મહત્વાકાંક્ષા સંતોષે છે, પછી કહે કે મને શનિ નડે કે ગુરુ નડે છે. શનિ વૃદ્ધત્વ નો કારક છે. શનિને રાજી કરવા માટે વૃધ્ધોનો આદર કરવાનું કહ્યું છે. ગુરુને રાજી કરવા વડીલો જ્ઞાનીઓનો આદર કરવાનું શાસ્ત્ર કહે છે. ગુરુ કે શિક્ષક ની અવહેલના કરીને ગુરુ રાજી કેમ થાય ભલા? નિયમો અવગણી ને શનિ કે યમ ને રાજી કેમ કરી શકાય?

Jealousy-Malice-Peett

પિત્ત -ઈર્ષા -દ્વેષભાવ
ભાદરવો અને આસો માસમાં પિત્ત ઉપદ્રવ વધે છે આ પિત્ત ના શમન માટે જ વિવિધ મધુર દૂધ યુક્ત ખોરાક લેવાનો આયુર્વેદમાં કહેવાયું છે આ પિત્ત ને ઈર્ષ્યા અને દ્વેષભાવ ભાવ સાથે સંબંધ છે.આવા લોકો મહત્વાકાંક્ષી પણ હોય છે.પિત્ત નો સ્વભાવ ઉષ્ણ હોવાથી આવા લોકોનું શરીર -લોહી ગરમ રહેતું હોય છે.આવા લોકો પોતાનાં કરતા કોઈ સારું કે ચડિયાતું વ્યક્તિત્વ સહન કરી શકતા નથી.પોતે જ સર્વ શ્રેષ્ઠ છે સારા છે અને સાચા છે તેવું માને છે.તેમનામાં સતત હરીફાઈ નો ભાવ હોય છે મારું પદ પ્રતિષ્ઠા કોઈ છીનવી લેશે તેવી ચિંતા સતાવ્યા કરે છે.આટલું હોય તો તો વાંધો નહિ પણ ક્યારેક તો બીજા સારું કામ કરતા હોય તો પણ તેમને ગમતું નથી.
આવા સારું કામ કરતા વિદ્યાર્થી કે બીજા કોઈ ને તેઓ કટાક્ષ ભરી વાણીમાં કહે છે કે,”હા,હા,તમે તો બહુ મોટા માણસ. તમને તો મોટું પારિતોષિક મળવાનું છે કામ કર્યા કરો.”પોતાને દરેક બાબતમાં મહત્વ મળવું જોઈએ તેમ તેઓ માને છે.
આવા લોકો રજોગુણ ધરાવે છે તેમના ચિત્ત ને શાંતિ હોતી નથી આ ઋતુમાં આવા લોકોને પિત્ત ખૂબ વધી જાય છે.તેમની જીભ કૂહાડી જેવી તીવ્ર બને છે તેમને ઊંઘ આવતી નથી કે ઓછી થઈ જાય છે ઉલટીઓ પણ પિત્ત ઉપદ્રવમાં થાય છે.રક્તકણો ઘટી જાય છે ક્યારેક “કમળા” ની અસર પણ થાય છે.આવું પિત્ત લાંબા સમય સુધી રહે તો “માઈગ્રેન”થાય છે.માથા પરથી વાળ ખરવાની સમસ્યા જન્મે છે.તાલ પણ પડતી હોય છે.
તાલ ના પાડવા દેવી હોય તો આ ઋતુ માં પિત્ત ઉતેજક ખોરાક ત્યાગવો જોઈએ.આવી વ્યક્તિ પીળાશ પડતી ગોરી હોય છે.
જો કે ભ્રાજક પિત્ત હોય તો વ્યક્તિ ભૂરાશ પડતી ગોરી હોય છે.આવી વ્યક્તિ માં સત્વ ગુણ થોડો જોવા મળે છે
આયુર્વેદ ના મતે આવી વ્યક્તિ ઓછી ઊંઘ અને સંતતિ વાળી હોય છે તેમણે અગ્નિ -પ્રકાશ -તેજ ના સ્વપ્ન આવે છે.પિત્ત પ્રધાન વ્યક્તિ એ પોતાનાં વિકાસ માટે તેજોદ્વેષ(બીજાનું સારું ના જોઈ શકવું) ત્યજવાનો પ્રયત્ન કરવો જોઈએ.દૂધ -ઘી -મધુર પદાર્થોનું સેવન કરવું જોઈએ.
શરદ ઋતુ માંદગી ની ઋતુ છે તેથી ઋષિમુનિઓ આશીર્વાદ આપતા કે ‘शतं जीव शरद |”સો શરદ ઋતુ જોજે.
આમ પિત્તનું સમત્વ એટલે લાંબુ આયુષ્ય.

Health In Monsoon

મકર સંક્રાન્તિનું જેવું મહત્વ છે તેવું જ મહત્વ કર્ક સંક્રાંતિ નું મહત્વ છે. તારીખ ૧૬.૭.૨૦૧૪ ૨૧.૫૧ થી સૂર્ય કર્ક માં પ્રવેશ્યો કર્ક રાશીનો જળ સ્વભાવ છે.

ચોમાસું આ કર્ક સંક્રાંતિમાં જામ્યું.દિવાસો-આષાઢ ની અમાવાસ્યા એ સૂર્ય અને ચંદ્ર બંને કર્ક માં હોય છે જે વાતાવરણમાં ભેજ વધારે છે આ ઉપરાંત આ વર્ષે ગુરુ પણ કર્કમાં છે ગુરુ અને ચંદ્ર કર્ક માં હોય ત્યારે ગજકેસરી યોગ બને એટલે કે હાથી અને સિંહનું બળ વર્તમાન સમયમાં છે.

વળી રવિવારે પુષ્ય નક્ષત્ર હોવાથી તારીખ ૨૭.૭.૧૪ સારો દિવસ આ દિવસે વરસાદ થાય કે વાવણી કરવી,  ખરીદી માટે, આધ્યાત્મિક દૃષ્ટિ એ પણ મહત્વ એટલા માટે કે
સૂર્ય -આત્મા ચંદ્ર -મન અને ગુરુ એક જ રાશી માં છે ધ્યાન માટે ગુરુ પૂજા માટે સારો દિવસ છે.

આરોગ્ય બાબતે હવે કાળજી રાખવી જોઈએ કેમકે આ ચોમાસામાં જઠર અગ્નિ મંદ પડે છે.આ સાડા ચાર માસમાં વ્રત એકટાણા -ઉપવાસ તપનું મહત્વ આરોગ્ય અને અધ્યાત્મ ને જોડે છે.

ભૂખ્યા ના રહેવાય તો ઓછું ખવાય તો પણ સારું.
ये गुणा लंघने प्रोक्ता ते गुणा मितभोजने |
જે ગુણો લાંઘણમાં ઉપવાસ માં કહ્યા છે તે ગુણો મિતભોજનમાં પણ છે.

हितभूक् मितभूक् रुकभूक् |
હિતકારી ખા,ઓછું ખા,અને રોકાઈ -રોકાઈ ને ખા.
“પચે તેટલું જ ખાવું” એ ઉપરના સૂત્ર નો ઉદ્દેશ છે.