Vartigo

વર્ટિગો એટલે ચક્કર આવવા.

ચક્કરમાં મુખ્યત્વે વાત પ્રકૃતિ હોય છે.વાયુ નાસોને શુષ્ક બનાવે છે તેથી નસો દબાઈ છે મગજને લોહી મળતું નથી.આવા ચક્કર માટેના ઉપાય….

1 નસકોરાંમાં ઘી વાળી આંગળી ફેરવવી.ગાયના ઘી નું નસ્ય લેવું.

2 વરિયાળી સાકરનો પાઉડર  સરખે ભાગે લેવો.

3 બ્રાહ્મી ચૂર્ણ લઇ શકાય.બ્રેનટો શીરપ લઇ શકાય.

4 સુતી વખતે જાળવીને સુવું.

5 ભોજનમાં વાયુવાળા પદાર્થનો ત્યાગ કરવો.

6 ભાત શાક ખીચડીમાં ઘી નો ઉપયોગ વાળું કરવો.

7 B 12 ઓછું હોય તો દાડમ ખજૂર ઉપયોગમાં લેવા.

8 માથામાં તેલ અવશ્ય નાખવું.

9 જો કફ-શરદી હોય તો સૂંઠ ગોળ ઘીની લાડુડી ખાઈ શકાય.

વધૂ પડતું લખવાનું કાર્ય,કોમ્પ્યૂટર પર કામ કે મોબાઇલ પર કામ કરવાથી આ ચક્કર આવે છે તેથી તે ટાળવું.

નિષ્ણાત વૈદય કે ડોક્ટરને મળીને નિદાન તો કરવું જ જોઈએ.આ તો અનુભવ આધારિત બાબતો છે.

અવ્યાપ્ત મધ્યપદનો દોષ 

અવ્યાપ્ત મધ્ય પદ નો દોષ સમજાવો

 નિરુપાધિક સંવિધાનનો પ્રામાણ્ય ને લગતો બીજો નિયમ જણાવે છે કે નિરુપાધિક સંવિધાનમાં મધ્ય પદ ઓછામાં ઓછું એકવાર વ્યાપ્ત તો હોવું જ જોઈએ. જો તેમ ન હોય તો આ વ્યાપ્ત મધ્યપદ નો દોષ ઉદભવે છે જેમકે 

સર્વ માણસો બે પગા છે. 

સર્વ પક્ષીઓ બે પગા છે.

સર્વ પક્ષીઓ માણસો છે.

 અહીં ઉપરના ઉદાહરણમાં મધ્ય પદ બે પગા છે અહીં મધ્ય પદ જે માણસોને લાગુ પડે છે તે જ પક્ષીઓ ને લાગુ પડે તેથી પક્ષીઓનો સમાવેશ પણ માણસોમાં થવા લાગ્યો.

 આથી અહી મધ્ય પદ “હા” વિધાનમાં હંમેશાં વિઘેય પદ તરીકે આવ્યા જ હોય છે તેથી અહી અભ્યાસ મધ્ય પદ નો દોષ ઉદભવ્યો છે.

આ વિધાનમાં હંમેશા વિઘેયપદ આ વ્યાપ્ત જ હોય છે આને કારણે જ્યારે બંને આધાર વિધાનો “હા” હોય ત્યારે અવ્યાપ્ત મધ્ય પદ નો દોષ ઉદ્ભવે છે

પદ ચતુષ્ટય દોષ

પદચતુષ્ટય દોષ સમજાવો.

નિરુપાધિક સંવિધાનને પ્રામાણ્ય લગતું નિયમ જણાવે છે કે નિરુપાધિક સંવિધાનમાં ઓછામાં ઓછા ૩ પદો હોવા જ જોઈએ. જો 3 પદોની બદલે ૪ પદ થઈ જાય તો પદ ચતુષ્ટય દોષ ઉદભવે છે જો કોઈ પદના બે અર્થ થતાં હોય તો આવો પગ થતું કે દોષ થાય જેમકે

મહેશ નિલેશ નો મિત્ર છે.

 નિલેશ દિનેશ નો મિત્ર છે

 તેથી દિનેશ મહેશનો મિત્ર છે.

ઉપરના ઉદાહરણમાં મધ્ય પદ     ” નિલેશ” હોય તેવું લાગે છે 

પરંતુ ખરેખર તો નિલેશ અને નિલેશ નો મિત્ર બંને સરખા પદ નથી તેથી અહીં મધ્ય પદ હોવાનો આભાર થાય છે ખરેખર તો આ બંને પદોના અર્થ જુદા જુદા છે તેથી અહીં પદ ચતુષ્ટય દોષ ઉદ્ભવે છે.

Mahabharat-Rupak

મહાભારત -રૂપક
ડગલે પગલે કુરુક્ષેત્ર છે, અર્જુન હું ય થનાર
રસ્તો બતાવનાર ક્યાં છે ગીતાનો ગાનાર.
હું બધાના હૃદયમાં સ્થિત આત્મા છું.
આમ કહેનાર કૃષ્ણ જ કહે છે કે આ વાતને ઊંડાણથી સમજો.
કૃષ્ણ -જ્ઞાન તરફની ગતિ ધરાવતો આત્મા
મહાભારત -દરેક્નું જીવન
ગોપીઓ-ઇન્દ્રિયો
૧૬૦૦૦ પત્ની -શરીરમાં રહેલ નાડીઓ
રાધા -રતિ -શુદ્ધ પ્રેમભાવ
યુધીષ્ઠીર -જીવનમાં સ્થિર રહેવાની શક્તિ
અર્જુન -મન
ભીમ-શારીરિક બળ
સહદેવ-ભવિષ્યની ચિંતા અને આયોજન
નકુલ -રૂપ-દેખાવ પ્રત્યે સભાનતા
દ્રૌપદી -બુદ્ધિ મતિ લાભાલાભનો વિચાર કરનાર
કર્ણ -ઉદાર પરંતુ બીજાના સદભાવને યાદ રાખનાર
દુર્યોધન-અહંકાર ભરેલ આપણી જ યુદ્ધની મનોવૃત્તિ
દુશાસન -આત્મા પર ખોટી સત્તા
ધૃતરાષ્ટ્ર -બીજાનું પડાવી લેવાની વૃત્તિ
પાંડુ -અનિયંત્રિત કામવૃત્તિ અને ભલમનસાઈ
કુંતા -સાક્ષીભાવથી સત્યને અનુસરતી બુદ્ધિ
માદ્રી -પ્રેમ સદાચાર માટે ખપી જવાની ભાવના
ગાંધારી -ખોટું થાય ત્યારે આંખ આડા કાન કરવાની મનોવૃત્તિ
ભીષ્મ -ફક્ત સત્તાને આધીન -પિતૃભક્તિ
દ્રોણ-અદમ્ય વેરવૃત્તિ માટે શિષ્યોનો સાધન તરીકે ઉપયોગ
સાંદિપની -શિષ્યોને ભાવ-પ્રેમ અને કુટુંબભાવ પૂરું પાડનાર
કૃપાચાર્ય -સત્તાને આધીન શિક્ષક -બનેવીને નોકરી અપાવનાર
દ્ર્પદ-વેરભાવ માટે ગમે તે કરનાર
ધૃષ્ટદુમ્ન -પિતાનું વેર લેવાની વૃત્તિ
આ બધા જ પાત્રો આપણી મનની જ વૃત્તિ છે આપણે કોઈ આનાથી પર નથી.ફક્ત કૃષ્ણ બનીને જ્ઞાન રૂપી તલવારથી જીવન રૂપી બંધન કાપવાના છે.

Meghdoot-Introduction

મેઘદૂત – રસદર્શન
મહાકવિ કાલિદાસનું આ પ્રસિદ્ધ કાવ્ય.100 શ્લોકોમાં કવિ પોતાનું સંપૂર્ણ કવિત્વ પ્રગટ કરે છે.
કાવ્યની શરૂઆત મંદાક્રાન્તા છંદમાં થઈ છે બધા શ્લોકો આ છંદમાં જ છે.કાવ્યનો નાયક પણ અહી આક્રંદ કરે છે.પ્રથમ શ્લોકમાં જ …
कश्चित् कान्ता विरह गुरुणां स्वधिकारात प्रमत्त…
કોઈ યક્ષ પત્નીના લાંબા વિરહથી પીડીત છે એનું કારણ છે પોતાની ફરજમાં ભૂલ કરી છે.આનું કારણ પ્રમાદ અને પ્રમત્ત બન્યો તે છે.
આ યક્ષ -અર્ધ દેવતાઈ- જાતિ છે.હિમાલયમાં આવેલ અલકા નગરીમાં તે રહે છે આ નગરીનો રાજા યક્ષ છે.યક્ષ એ શિવને પૂજે છે.યક્ષોનો રાજા કુબેર છે-આજે પણ ધન પ્રાપ્તિ માટે કૂબેરની પૂજા કરવામાં આવે છે.
આ કૂબેર દરરોજ શિવની પૂજા કમળો દ્વારા કરે છે. આ પૂજા માટે કમળો લાવવાનું કામ આપણો કાવ્ય નાયક યક્ષ કરે છે.
યક્ષના નવા નવા લગ્ન થયેલ છે તેની પત્ની કહે છે કે “સવારમાં વહેલા ઉઠીને કમળ લેવા જાઓ એ કરતા રાત્રે જ કમળ તોડી લાવો તો “પત્નીની આ લાગણીભર્યા વચનો આપણો કાવ્ય નાયક ટાળી શકતો નથી.
સાંજે જ કમળ તોડીને પૂજાની થાળી તૈયાર કરીને યક્ષ તૈયાર રાખે છે.સવારમાં એ સ્વામી યક્ષરાજ કૂબેરને પૂજાની કમળ થાળી આપી દે છે. આ થાળીમાં એક કમળમાં ભમરો પૂરાયેલો છે.ભમરો લાકડું કોરી નાખે પણ કમળ પ્રત્યે પ્રેમ અને સવારે મધ પ્રાપ્ત થાય તે લાલચ હોવાથી તે કમળને કોરી શકતો નથી.આ ભમરો કૂબેરને ડંખ દે છે.કૂબેર શિવનો સેવક અને મિત્ર છે.તેને ધ્યાન દ્વારા બધું સમજાય જાય છે……અને યક્ષ પર આવી પડે છે શાપ …”જેને કારણે હે યક્ષ તે આળસ કરી છે તે પત્નીનો તને વિયોગ થશે.એક વર્ષ સુધી તારે પત્ની થી દૂર રહેવું પડશે.
હવે દક્ષિણમાં રામગીરી પર્વત પર યક્ષ રહે છે જેમ તેમ કરીને આઠ મહિના તો યક્ષ પસાર કરે છે પણ આષાઢનો પહેલો દિવસ આવતા યક્ષ હરેરી જાય છે આ ચાર મહિના ચોમાસાના તેને પત્નીની યાદ સતાવે છે.
અને આપણા કાવ્યનો સરસ શ્લોક ….आषाढस्य प्रथम दिवसे मेघमाश्लिष्ट सानु….અહી કવિ અદ્ભુત શબ્દચિત્ર રજુ કરે છે અષાઢના પ્રથમ દિવસે પર્વતને અડીને રહેલું વાદળ જેવી રીતે મદમસ્ત આખલો માટીના ઢગલાને માથે ચડાવીને ઉભો હોય.આને માટે કવિએ वप्रक्रीडा શબ્દ પ્રયોજ્યો છે.
મેઘને સમગ્ર ભારતની ભૂગોળ વિષે કાલિદાસ મેઘને માર્ગદર્શન આપે છે.
હે મેઘ,ઉજ્જૈનીમાં મહાકાલની આરતીના દર્શન કરવાનું કહે છે.અલકાનગરી અને યક્ષની પત્નીના સૌન્દર્યનું વર્ણન અને શબ્દ ચિત્ર જૂઓ
तन्वी श्यामा शिखरी दशना
યક્ષ મેઘને કહે છે કે તેની પત્ની ઘરના ફળિયામાં ઝૂલા પર બેસીને સંગીતના સૂર રેલાવતી હશે દુબળી તો એવી થઈ ગઈ હશે કે હાથમાંથી કડું સરી જતું હશે.ઘરના ટોડલે મોર બેઠો હશે.નગરીની સુંદરતા પરથી જ તે અલકાનગરી હશે એવું મેઘ તને લાગશે.
મેઘ સાથે વાતચીત કરતો યક્ષ લાગણીશીલ લાગે છે.
સાહિત્યના માણસે આ કાવ્ય અવશ્ય વાંચવું રહ્યું.

Yogmaya

Happy Birthday to Yogmaya.

કૃષ્ણનો જન્મ આઠમે શા માટે ? પ્રકૃતિ અષ્ટધા છે.
પંચ મહાભૂત (પૃથ્વી, પાણી, તેજ,વાયુ અને આકાશ) તેમજ  મન,બુદ્ધિ અને અહંકાર.

જયારે કૃષ્ણએ જન્મ લેવાનો હતો  ત્યારે કંસના શાસનમાં યોગમાયાના આશ્રયે જ આ અવતાર શક્ય હતો.કૃષ્ણ એ જન્મ લેવા માટે યોગમાયાની મદદ માગી હતી.યોગમાયાનો અંક આઠ છે માયાના આશ્રયે બંધન આવે છે.કૃષ્ણ પણ જન્મ ધારણ કરીને સંસારનું બંધન સ્વીકારે છે.
જેમ નવ નો આંક પૂર્ણતાનો કારક છે અને  ઈશ્વર પૂર્ણ છે પરંતુ સંસારમાં આવવા માટે તેને પણ  જન્મ માટે આઠમ પસંદ કરી છે જુઓ,
9*1=9
9*2=18  8 + 1= 9
9*3=27  7 + 2= 9
9*7=63  6 + 3= 9
આમ 9 પૂર્ણાંક છે જયારે યોગમાયા નો અંક આઠ છે જેના ગુણાકારથી થતો સરવાળો ઘટતો રહે છે.
8*1=8
8*2=16  1 + 6= 7
8*3=24  2 + 4= 6
8*4=32  3 + 2= 5
8*5=40  4 + 0= 4
8*7=56  5 + 6= 11  1+1 = 2
પરમાત્મા એ પણ  માનવ જન્મ લેવા માટે પ્રકૃતિ એટલે કે યોગમાયા નો આશ્રય લીધો હતો માયાના આશ્રયે પૂર્ણતા માં ઘટાડો થાય છે પરમાત્મા માંથી માનવ બનવા માટે 8 એટલે કે માયા નો આશ્રય લેવો જરૂરી હતો તેથી જ આઠમના દિવસે આ બંને પરમતત્વ એ જન્મ ધારણ કર્યો  બરાબર આઠમના દિવસે જ સમયે નંદજી ને ત્યાં ગોકુળમાં પુત્રી તરીકે યોગમાયા એ પણ જન્મ લીધો હતો.આ યોગમાયા એ જ દેવકીના સાતમાં ગર્ભને એટલે કે બલરામને રોહિણીના ગર્ભમાં tansplant કર્યો હતો.
नन्द गोप गृहे जाता यशोदा गर्भ संभवा |
तत: तौ नाश्यिश्यामी विन्ध्याचल निवाशिनी ||
ચંડીપાઠ -દુર્ગા સપ્તશતીમાં દેવી એ કહ્યું છે કે, “હું નંદ ગોપ ના ઘરે યશોદાના ઘરે જન્મ લઈશ પછી તે બે શુંભ અને નિશુમ્ભ નો નાશ કરીશ.એટલું ખરું કે આઠમે મેઘલી રાતે જન્મનાર આ યોગમાયા અને કૃષ્ણ એ રાક્ષસો નો નાશ કર્યો.ઈશ્વર અને પ્રકૃતિ બંને એ ન્યાય માટે જગતમાં પરિવર્તન લાવવાનું કાર્ય કર્યું.

ખરેખર આઠનો અંક જાદુઈ બાબત સૂચવે છે કોમ્પ્યુટરની બધી જ ગણતરી જુઓ જેમાં આઠનો ગુણાંક છે ૮ ડીજીટ દ્વારા બધા અંક બની શકે છે.

Garud Puran-Darshan

અજ્ઞાત લેખકનો લેખ..વિચારણીય

*ગરુડ પૂરાણ :*

*મૃત્યુ બાદ શું થાય?*

*મૃત્યુ બાદ જીવન છે?*

*શું મૃત્યુ પીડા દાયક છે?*

*પુનર્જન્મ કેવી રીતે થાય?*

*મૃત્યુ પામ્યા બાદ જીવાત્મા ક્યાં જાય છે?*
આવાં  પ્રશ્નો આપણા મનમાં આવે ત્યારે જ આવે,  જ્યારે આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય. 
આવે સમયે આપણે વિચારીએ છીએ કે તે વ્યક્તિ સાથે આપણો સંબંધ પૂર્ણ થઈ ગયો?

 શું આપણે તે વ્યક્તિને ફરી કદી પણ નહીં મળી શકાય?

આપણા આ બધા પ્રશ્નો નો ઉત્તર આપણા પ્રાચીન ગરુડ – પુરાણ માંથી મળશે.

ચાલો આજે આપણે સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ…

મ્રુત્યુ એક રસદાયી ક્રિયા અથવા ઘટનાક્રમ છે. 
*પૃથ્વી-ચક્રનું જોડાણ છૂટવુ:*
અંદાજે મૃત્યુ પહેલા  ૪ થી ૫ કલાક પૂર્વે , પગના તળીયા ઠંડા પડવાની શરૂઆત થઈ જાય છે. 
આ લક્ષણો એમ સૂચવે છે કે

પૃથ્વી-ચક્ર જે પગના તળીયે આવેલ છે, તે શરીરથી છૂટૂ પડી રહ્યું છે.
મૃત્યુના થોડા સમય પહેલાં પગનાં તળીયા  ઠંડા પડી જાય છે.
જ્યારે મૃત્યુનો સમય આવે છે ત્યારે એમ કહેવાય છે કે યમદૂત તે જીવનું માર્ગદર્શન કરવા માટે આવે છે.
*જીવાદોરી ( Astral Cord ):*
જીવાદોરી એટલે આત્મા અને શરીર સાથેનું જોડાણ. મૃત્યુનો સમય થતાં,યમદૂતના માર્ગદર્શન થી જીવાદોરી કપાય છે અને આત્માનું શરીર સાથેનું કનેક્શન કપાઈ જાય છે.આ પ્રક્રિયા ને જ મૃત્યુ કહેવાય છે.એક વાર જીવાદોરી કપાય એટલે આત્મા શરીરથી મુક્ત થઈ ગુરૂત્વાકર્ષણ થી વિરુદ્ધ ઉપર તરફ ખેંચાણ નો અનુભવ કરે છે.

પરંતુ આત્મા જે શરીરમાં આખી જિંદગીરહ્યો હોય તે શરીર ને  છોડવા જલદી તૈયાર થતો નથી અને ફરીથી શરીરમાં પ્રવેશ કરવાની કોશિષ કરે છે. 

મૃતદેહની પાસે રહેલ વ્યક્તિ આ કોશિષ નો અનુભવ કરી શકે છે.આપણે ઘણી વાર જોઈએ છીએ કે મ્રુત્યુ થયા પછી પણ મૃતકના ચહેરા અથવા હાથ પગ ઉપર સહેજ હલનચલન વર્તાય છે.

તે આત્મા તુરત સ્વીકાર નથી કરી શકતો કે તેનું મૃત્યુ થયું છે. તેને એમજ લાગે છે કે તે જીવંત છે.
પરંતુ જીવાદોરી કપાઈ જવાને લીધે તે આત્મા ઉપર તરફ ખેચાણનો અનુભવ કરે છે.
આ સમયે આત્માને ઘણા અવાજ સંભળાય છે. 

તે મૃત શરીરની આસપાસ , જેટલી વ્યક્તિ રહેલી હશે અને તે દરેક વ્યક્તિ તે સમયે જે કાંઇ વિચારતા હશે એ બધું જ તે આત્મા ને સંભળાય છે.
એ આત્મા પણ ત્યાં રહેલ વ્યક્તિઓ સાથે વાત કરવાની કોશિષ કરે છે, પરંતુ કોઈને સંભળાતુ નથી.
ધીરે ધીરે આત્મા ને  સમજાય છે કે તેનું મૃત્યુ થયું છે. 
તે આત્મા શરીરથી૧૦ થી ૧૨ ફૂટ ઉપર છત નજીક હવામાં તરતો રહે છે અને તેને આજુબાજુ શું ચાલી રહ્યું છે તે જોવાય તથા સંભળાય છે.
સામાન્ય રીતે જ્યાં સુધી શ્મશાનમાં અગ્નિદાહ થાય ત્યાં સુધી આત્મા શરીરની આસપાસ જ રહે છે.
હવે પછી આ વાત ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ તમે કોઈની સ્મશાન યાત્રા માં સામેલ થયા હો, 

તે મૃતકનો આત્મા પણ સહુની સાથે યાત્રા દરમિયાન સાથે હશે અને દરેક વ્યક્તિ તેની પાછળ શું બોલી રહ્યા છે તેનો એ આત્મા સાક્ષી બને છે.જ્યારે સ્મશાનમાં તે આત્મા પોતાના શરીર નેપંચમહાભૂત માં વિલીન થતાં જુએ છે,

ત્યારબાદ તેને મુક્ત થયાનો અહેસાસ થાય છે. આ ઉપરાંત તે ને સમજાય છે કે માત્ર વિચાર કરવાથી જ તેને જ્યાં જવું હોય તે ત્યાં જઈ શકે છે.પહેલાં સાત દિવસ સુધી એ આત્મા તેની મનગમતી જગ્યાએ ફરે છે. 
જો, એ આત્મા ને તેમના સંતાન પ્રત્યે લાગણી હશે તો તે સંતાન ના રૂમમાં રહેશે…

જો, એમનો જીવ રુપિયા માં હશે તો તેના કબાટ નજીક રહેશે…સાત દિવસ પછી તે આત્મા તેના કુટુંબ ને વિદાય લઈ , પૃથ્વીની બહાર ના આવરણ તરફ પ્રયાણ કરે છે, જ્યાંથી તેને બીજા લોકમાં જવાનું છે.

આ મૃત્યુલોકમાંથી પરલોકમાં જવા માટે એક ટનલમાંથી પસાર થવું પડે છે.આજ કારણસર કહેવાય છે કે મ્રુત્યુ પછીના ૧૨ દિવસ અત્યંત કસોટીપૂર્ણ છે.

મૃતક સગાં સંબંધીઓ એ તે ની પાછળ જે કાંઇ ૧૨માં અથવા ૧૩માં ની શાસ્ત્રોક્ત વિધિ , પિંડદાન તથાક્ષમા-પ્રાથૅના કરવાની અત્યંત જરૂરી છે જેથી તે આત્મા ,કોઈ પણ વ્યક્તિ તરફી નકારાત્મક ઉર્જા ,રાગ, દ્વેષ, વગેરે પોતાની સાથે ન લઈ જાય.તેમની પાછળ કરેલી દરેક વિધિ સકારાત્મક ઉર્જા થી થઈ હશે તો તેમની ઉધ્વૅગતિ માં મદદરૂપ થશે.
મૃત્યુલોકથી શરૂ થતી ટનલ ના અંતે દિવ્ય-તેજ યુક્ત પરલોકનું પ્રવેશ દ્વાર આવેલ છે. 

*પૂર્વજો સાથે મિલન:*
જ્યારે ૧૧માં, ૧૨માં ની વિધિ, હોમ-હવન, વિગેરે કરવામાં આવે છે ત્યારે તે આત્મા તેના પિતૃઓને, સ્વગૅવાસી મિત્રોને તથા સ્વગૅસ્થ સગાઓ ને મળે છે.
આપણે જેમ કોઈ વ્યક્તિને ઘણા સમય પછી મળ્યા હોય ત્યારે કેવીરીતે ગળે મળીએ તેવું જ અહીં મિલન થાય છે.

ત્યારબાદ જીવાત્માને તેના માર્ગદર્શક દ્વારા કર્મોના હિસાબ રાખતી સમિતિ પાસે લઈ જવામાં આવે છે.તેને ચિત્ર ગુપ્ત તરીકે ઓળખવામાં આવે છે.

*મ્રુત્યુલોક ના જીવન ની સમીક્ષા:*
અહીં કોઈ ન્યાયકર્તા   કે કોઈ પણ ભગવાનની હાજરી નથી હોતી.જીવાત્મા પોતે જ તેજોમય વાતાવરણ માં પોતાના પ્રૃથ્વી ઉપરના વિતેલા જીવનની સમીક્ષા કરે છે. જેમ કોઈ ફિલ્મ ચાલતી હોય એ રીતે જીવાત્મા પોતાની વિતેલી જીદંગી જોઈ શકે છે.

ગત- જીવનમાં જે તે વ્યક્તિઓએ તેને જે કાંઇ તકલીફો આપી હતી તેનું વેર લેવા આ જીવાત્મા ઈચ્છી શકે છે. 
પોતે કરેલ ખરાબ કર્મો માટે અપરાધ ભાવ પણ આ જીવ મહેસૂસ કરે છે અને તે બદલ પશ્ચાતાપ રુપે હવે પછી ના જન્મ માં શિક્ષા ભોગવાનુ માગી શકે છે.
અહીં પરલોકમાં આ જીવાત્મા તેના શરીર તથા અહંકાર થી મુક્ત છે. 
આજ કારણસર દેવલોકમાં સ્વિકારેલો ચુકાદો તેના આગલા જન્મનો આધાર બને છે.
ગત જન્મમાં બનેલ દરેક ઘટનાઓના આધારે તે જીવ પોતાના થનારા નવા જન્મનો નકશો -કરાર( બ્લુ-પ્રીન્ટ) બનાવે છે.

આ કરારમાં જીવ પોતાના નવા જન્મમાં થનારી દરેક ઘટનાક્રમ, પ્રસંગો, આવનારી મુશ્કેલીઓ , વેરઝેર, બદલો, પડકાર, ભક્તિ, સાધના વગેરે નક્કી કરે છે.
હકીકતમાં જીવ પોતેજ ઝીણા માં ઝીણી વિગતો જેવી કે ઉમર, નવા જીવનમાં મળનારી દરેક વ્યક્તિ, અનેક પ્રસંગ દ્વારા થનારા સારા – નરસા અનુભવો, વગેરે … આ જીવાત્મા પહેલાં થી જ નક્કી કરે છે.
દાખલા તરીકે: 
કોઈ જીવ જુએ છે કે પાછલા જન્મમાં તેણે પોતાના પાડોશી ને માથામાં પથ્થર મારી ને હત્યા કરી હતી. આ ઘટના ના પશ્ચાતાપ રુપે તે જીવ પોતાના આગલા જન્મમાં એટલી જ વેદના ભોગવવા નું નક્કી કરે છે. તેના ભાગરુપે તે  આખી જીંદગી માથાનોઅસહ્ય દુઃખાવો સહન કરવાનું કરારબધ્ધ કરે છે કે જેની વેદનાને કોઈ દવાની પણ અસર ન થાય.

*આગલા જીવનનો કરાર (બ્લુ-પ્રીન્ટ):*
દરેક જીવ તેના નવા જીવનનો જે કરાર કરે છે , તે તદ્દન પોતાના મૂળભૂત સ્વભાવ ને આધારીત જ હોયછે.
જો જીવનો સ્વભાવ વેરઝેર યુક્ત હોય તો તેના માં બદલાની ભાવના પ્રબળ હશે. જેટલી તીવ્રતા ની ભાવના હશે તે પ્રમાણે ભોગવવું પડશે.

આજ કારણસર દરેક વ્યક્તિને માફ કરવું જરૂરી છે અથવા આપણી ભૂલની માફી માંગવી જરૂરી છે, નહીં તો વેરભાવ ચૂકવવા માટે  જન્મો જન્મની પીડા ભોગવવી પડશે.
એકવાર જીવ પોતાના આગામી જન્મના કરાર ની બ્લુ-પ્રીન્નટ નક્કી કરે છે , ત્યારબાદ વિશ્રાતિનો સમય હોય છે. દરેક જીવની પોતાની ભોગવવાની તીવ્રતા પર આગલા જન્મ વચ્ચેનો વિશ્રાતિ સમય નક્કી થાય છે.

*પૂનઃજન્મ*

દરેક જીવ પોતે નક્કી કરેલા કરાર પ્રમાણે, પોતે નક્કી કરેલ સમય બાદ પુનઃજન્મ લે છે. દરેક જીવને પોતાના માતા પિતાને પસંદ કરવાનો અધિકાર પ્રાપ્ત છે. તે ઉપરાંત જીવને માતાના ગર્ભમાં ક્યા સમયે દાખલ થવું એનો અધિકાર પણ છે. 

જીવ અંડકોષ ના મિલન દરમ્યાન, ૪થા- ૫માં મહીને અથવા પ્રસૂતિ ના અંતિમ સમયે પણ ગર્ભ માં પ્રવેશ કરી શકે છે.

આ બ્રહ્માંડ પણ એટલું જ વિકસિત અને સંપૂર્ણ છે કે જો જીવની જન્મકુંડળીનું વિધાન કાઢવામાં આવે તો એ જીવાત્માએ જે પ્રમાણે જીવનનો કરાર કરીને જન્મ લીધો હોય તેનીજ બ્લુ-પ્રીન્ટ નીકળશે.
દરેક જીવાત્માને જન્મના ૪૦ દિવસ સુધી પોતાનો પાછલો જન્મ યાદ રહે છે. ત્યારબાદ પાછલા જન્મની બધી સ્મૃતિ વિસરાઈ જાય છે અને જીવ એ રીતે વર્તન કરે છે કે જાણે તે અગાઉ અસ્તિત્વ માં જ ન હતો.
દરેક જીવ, દેવલોકમાં જે કરારબધ્ધ થઈ ને અહીં મ્રુત્યુલોકમાં જન્મે છે તે કરાર જ ભૂલી જાય છે અને પોતાની વિષમ પરિસ્થિતિનો દોષ ગ્રહો તથા ભગવાન ને દે છે. 
આપણે સહુએ એક વાત સમજવા જેવી છે કે આપણે ભોગવી રહેલ દરેક પરિસ્થિતિ (સારી અથવા વિષમ),તેનું ચયન આપણે ખૂદ જન્મ લીધા પહેલાં જ કરેલ છે. 

આ જીવનમાંરહેલી દરેક વ્યક્તિ , માતા, પિતા, મિત્રો, સંબંધીઓ, જીવનસાથી, શત્રુઓ વિગેરે ની પસંદગી પણ આપણે જ કરેલ છે.

આપણા  જીવન રુપી ફિલ્મની વાર્તા લખનારા તથા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ આપણે સ્વયં  છીએ. 

એક વાત ધ્યાનમાં રાખો, આપણા જીવનમાં આવનારી દરેક વ્યક્તિ એજ રોલ નીભાવે છે જે રોલ આપણે લખ્યો છે, તો પછી આપણે શું કામ કોઇ પણ વ્યક્તિ સામે ફરિયાદ કરવી જોઈએ?
*શું મૃત્યુ બાદ સ્વજનો પાછળ પ્રાર્થના તથા ક્રિયા કરવાની જરૂર છે?*

મૃત્યુ બાદ આપણાં સ્વજનો ને ગતિ પ્રાપ્ત થાય તે અત્યંત જરૂરી છે. 

ગતિ એટલે આત્મા એ મ્રુત્યુલોક થી પરલોકમાં પ્રયાણ કરવું.
જો ગતિ ન થાય તો જીવ પૃથ્વીલોકમાં જ અટકી જાય છે. 

ઘણી વાર એવું પણ બને છે કે જીવની કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય, જીવ અત્યંત દુ:ખી થઇ ને નીકળ્યો હોય, અકસ્માત માં કે ઈજાગ્રસ્ત અવસ્થામાં મોત થયું હોય, આપઘાત કર્યો હોય, કોઈ નજીક ની વ્યક્તિ માં જીવ રહી ગયો હોય અથવા
જીવાત્મા ની પાછળ અધકચરી અપૂર્ણ અંતિમ ક્રિયા થઈ હોય ,અથવા આત્માને લાગે કે તેને હજુ થોડો સમય પ્રૃથ્વીલોકમાં રહેવું છે…

 આવી પરિસ્થિતિ માં જીવ અહીં જ રહી જાય છે.
પરંતુ મૃત્યુ  બાદ દરેક જીવાત્મા એ ૧૨ દિવસમાં દેવલોક તરફ પ્રયાણ કરવાનું હોય છે, ત્યારબાદ તે પ્રવેશદ્વાર બંધ થઈ જાય છે અને તે આત્મા દેવલોકમાં પ્રવેશી શકતો નથી અને પૃથ્વી ઉપર પ્રેતયોની માં અધવચ્ચે રહી જાય છે. 

આમ તે આત્મા ને નથી દેવલોકમાં પ્રવેશ મળતો કે નથી ભોગવવા માટે શરીર મળી શકતું.આજ કારણસર જનાર વ્યક્તિ પાછળ ક્રિયા-વિધિ, ક્ષમા-પ્રાર્થના અત્યંત જરૂરી છે કે જેથી સદ્ ગત્ આત્માની ગતિ થાય.

અત્યાર ના સમયમાં નવી પેઢી ને આ બધા રીતીરિવાજો , માન્યતાઓ જૂનવાણી લાગે છે અને પોતાના સ્વજનો પાછળ ક્રિયા વિધિ કરતાં નથી.આને લીધે ઘણાં જીવાત્માઓ અહીં પ્રૃથ્વી લોકમાં અટકી ગયા છે અને તેઓની ગતિ થતી નથી.

 દરેક પરિવારે તેમના સ્વજનો ના સદ્ ગત આત્માની ગતિ માટે કરવામાં આવતી ક્રિયા વિધિ ની ઉપેક્ષા કદી કરવી નહીં.

જે પરિવારે તેમના સ્વજનો ગુમાવ્યા છે, તેમણે કદી દુઃખી થવું નહીં, આત્માનુ કદી મૃત્યુ નથી થતું. 
સમય આવતાં આપણે સ્વજનો ને મળવાનાં જ છીએ.
*લેખ: ગરુડ પૂરાણ*