About

Myself

વર્તમાન યુગ માં સામાજિક સંપર્કો ના સંદર્ભમાં ઈન્ટરનેટ નો ફાળો ખૂબ મહત્વનો છે.

ઈન્ટરનેટ નો ઉપયોગ કરતા કરતા એક વિચાર આવ્યો કે મારા વિચારો મારા અધ્યાપક મિત્રો તથા વિદ્યાર્થીઓ સુધી પહોચાડી શકાય, તેમના સંપર્ક માં રહી શકાય તથા તેમની પાસેથી નવું જાણી શકાય એ માટે બ્લોગ એક મહત્વનું માધ્યમ છે. આના દ્વારા વિવિધ વ્યક્તિઓ પાસેથી નવા સૂચનો મળી શકે. ખાસ કરીને આજના સમયમાં તનાવ અને ડીપ્રેશન (મનોભાર) દૂર કરવામાં શિક્ષણ અને દર્શન શાસ્ત્ર (અધ્યાત્મ) ની મહત્વ ની ભૂમિકા છે. તેથી આપણો મૂળભૂત વારસો શિક્ષણ, આરોગ્ય અને અધ્યાત્મ ને નવી પેઢી સુધી પહોચાડવાનો અને જાળવી રાખવાનો આ નમ્ર પ્રયાસ છે.

આ સાથે જ ક્યારેક ક્યારેક પ્રાસંગિક અને વર્તમાન સંજોગો વિશે મારા વિચારો પ્રગટ કરું છું. આપ સૌને પણ આ માધ્યમ દ્વારા આપના વિચારો તેમ જ સૂચનો રજૂ કરવા વિનંતી છે. આપના વિચારો દ્વારા કંઈક નવું શીખવા મળશે એવી અપેક્ષા રાખું છું.

Advertisements