Shree P M Sarvodaya High School, Umrala

તારીખ 21.6.2017
આજરોજ શાળાના પટ્ટાગણમાં યોગ દિવસના સંદર્ભમાં યોગાસનો માટે આયોજન થયું.મામલતદાર ઓફીસ,તાલુકા પંચાયત,આરોગ્યવિભાગના કર્મચારીઓએ અને શાળાના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ વિવિધ આસનો કર્યા હતા.
શાળાના વ્યાયામ શિક્ષક શ્રી વિ.એલ.ધામેલીયા સાહેબે વિવિધ આસનોથી થતા શરીરને થતા ફાયદા સમજાવ્યા હતા.વજ્રાસન,ઉત્તાનમંડૂક આસન,તાડાસન,વૃક્ષાસન વગેરે આસનોનો અર્થ સમજાવ્યો હતો.

તારીખ 18.6.2017

આજે શાળાને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મનીષભાઈ ગોપાણી-એચ.ડી.હાઇસ્કૂલ દ્વારા શાળાના 20 બાળકોને  કીટ અને સ્ટેનસરીની સહાય કરી છે જેમના માતા-પિતા કે માતા કે પિતા બેમાંથી એક ના હોય તેવા બાળકોને આ સહાય આપવામાં આવી છે.
આજે Fathers day ને દિવસે આ ભેટ સાચા અર્થમાં તેમણે પિતાતૂલ્ય કાર્ય કર્યું છે.શિક્ષક પણ એક અર્થમાં બાળકનો પિતા જ કહેવાય.તેણે પણ બાળકને નિસ્વાર્થ ભાવે જ ભણાવવો જોઈએ.
અલબત્ત વર્તમાન સમયમાં રોજીરોટી માટે પગાર જરૂરી છે.આજે મનીષભાઈ એ આપેલ ભેટ બદલ શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો.

તારીખ ૧૨ .૬.૨૦૧૭
આજરોજ શાળામાં એન.એસ.એસ.ના ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓ માટે એકદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું.જે અંતર્ગત ગ્રામ સ્વચ્છ્તા અને પ્લાસ્ટિક મુક્ત આદર્યું હતું.જેમાં કેળવણી મંડળના મંત્રી શ્રી જીતુભાઈ વાળાએ પ્રોત્સાહક હાજરી આપી હતી.જેમાં રાજેન્દ્રભાઈ જોશીએ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને તેમના દ્વારા સ્વયં સેવકો માટે અલ્પાહાર આપવામાં આવ્યો હતો.

તારીખ 5.6.2017
આજે શાળામાં પ્રાર્થના સભામાં પર્યાવરણ દિવસના સંદર્ભમાં પર્યાવરણ એટલે આપણી આજુબાજુનું વાતાવરણ કે સૃષ્ટિ તેને શુદ્ધ રાખવાનું અને વધુ વૃક્ષ વાવવા વિષે શ્રી ગોયાણી સાહેબે સમજાવ્યું હતું.જેમ ઊંચાઈ પર જઈએ તેમ ગરમી વધવાને બદલે ઘટે છે તેનું કારણ કાર્બન ડાયોક્સાઇડ ઘટે છે તેથી જ ગરમી ઘટે છે.

આથી જો વૃક્ષ વાવવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ ઘટે અને ગરમી પણ ઘટે.

મૃદાવરણ +જલાવરણ+વાતાવરણનો સરવાળો એટલે પર્યાવરણ.માટી,પાણી અને વાયુ તેમજ આજુબાજુની સૃષ્ટિને શુદ્ધ રાખવી તે પર્યાવરણ દિવસ ઉજવ્યો ગણાય.

તારીખ 30.5.2017

આજે શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગનું પરિણામ 89.90% જાહેર થયું.

વિનયન વિભાગ

1 સરવૈયા ગુડ્ડી બી.

700/536 76.57 %

2 સૈયદ હિના.એસ.

700/527 75.29%

3 ચુડાસમા પૂજાબા જી.

700/512 73.14%

વાણિજ્ય વિભાગ

1 ડાભી હિમાંશુ કે.

700/580 82.86 %

2 ચૌહાણ ઋત્વિક બી.

700/572  81.71%

3 મેર સાગર આર.

700/594 79.28 %

તારીખ 29.5.2017

શાળાનું s.s.c.નું પરિણામ 59.01 આવ્યું છે.

1 બરવાળીયા હર્ષ સુરેશભાઈ

600/471 pr 95.72

2 સવાણી મિત કુમાર જે.

600/463 pr 94.97

3 વાળા ઉન્નતિબા રામદેવસિંહ

600/461 pr 94.78

ગ્રીષ્મ શિબિર -Summer Camp

શાળામાં તારીખ 1.5.2017 થી 10.5.2017 સુધી રમત-ગમત ગ્રીષ્મ શિબિરનું આયોજન થયું.જેમાં ભાઈઓ માટે વોલીબોલ અને બહેનો માટે કબડ્ડી રમતનું પ્રશિક્ષણનું આયોજન થયું.શાળાના આચાર્યશ્રી આર.બી.ગોહિલ કન્વીનર તરીકે અને પી.બી.મકવાણા સહ કન્વીનર તરીકે હતા.રમત પ્રશિક્ષણાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.કોચ તરીકે રવિરાજભાઈએ સેવા આપી હતી.

રમતવીરોને રોજ સંતરા,મોસંબી,કેળા,બ્રેડ બટર,ફ્રૂટ જામ,દૂધ વગેરે પોષક નાસ્તાનું આયોજન થયું.શાળાના ટ્રસ્ટી શ્રી જીતુભાઈ વાળા અને જીવરાજભાઈ સવાણી એ પ્રોત્સાહક હાજરી આપી હતી.

આ શિબિરમાં 30 ભાઈઓ અને 30 બહેનોએ એમ કુલ 60 પ્રશિક્ષણાર્થીઓએ ભાગ લીધો બધા રમતવીરોને રાજ્યસરકાર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા.

તારીખ 1.3.2017

માતૃભાષા સપ્તાહ અંતર્ગત  એલ.મુનિ હાઈસ્કૂલ દ્વારા ડો. શ્રી આર.બી.ગોહિલ નું “મારી ભાષા મારુ વ્યક્તિત્વ”વિષય પર વ્યાખ્યાન યોજાયું
તારીખ ૨૫.૨ .૨૦૧૭

આજરોજ શાળામાં ધોરણ ૧૦ નો શુભેચ્છા સમારંભ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજાયો.શાળાના ભૂતપૂર્વ શિક્ષક શ્રી રેખાબેન દ્વારા વિદ્યાર્થીઓને સુરુચિપૂર્વકનો ભોજન સમારંભ રાખવામાં આવ્યો.

તારીખ 2 માર્ચ ૨૦૧૭ ના રોજ શાળાના પટાંગણમાં યુગપુરુષ નાટક ભજવાશે.શ્રીમદ્ રાજચંદ્રના જીવનના પ્રસંગોને ઉજાગર કરશે.

તારીખ ૨૨.૨.૨૦૧૭
આજરોજ શાળામાં ધોરણ 10 ના વાલીઓની મિટિંગ યોજાય આ સંદર્ભે ૭૨ વાલીઓ હાજર રહ્યા હતા.શાળાના આચાર્યશ્રી તેમજ મકવાણા સાહેબ વિંઝુડા સાહેબ અને શ્રી આર.એ.વડેરા એ વાલીઓને સારા પરિણામ માટે સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

.

તારીખ.૨૧.૨.૨૦૧૭
આજે શાળામાં માતૃભાષા દિવસ ઉજવાયો.શાળાના આચાર્યશ્રી રામદેવસિંહ ગોહિલે ભાષાનું મહત્વ સમજાવ્યું અને કહ્યું કે આજનો યુગ ઝઘડા કે મતમતાંતર કરવાનો નથી.પરંતુ અન્ય વ્યક્તિને પોતાની વાત સમજાવીને રજૂ કરવાનો યુગ છે.શાળાના વિજ્ઞાન શિક્ષકશ્રી ગોયાણી સાહેબે પણ બાળકોને તેની ભાષામાં સમજાવવામાં આવે તો તુરતજ સમજી જાય તે ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું.
શ્રી વિંઝુડા સાહેબે ફાધર વાલેસના વક્તવ્ય દ્વારા કહ્યું હતું કે ભાષા જશે તો સંસ્કારિતા જશે તેનો ભય છે.શ્રી ખીમાણી સાહેબે પ્રેમાનંદે ભાષાને ગૌરવના અપાવું ત્યાં સુધી પાઘડી નહિ પહેરું.આ પ્રતિજ્ઞા પ્રાર્થનાખંડમાં પ્રેમાનંદના ફોટા જોઇને વિદ્યાર્થીઓને તે મહા કવિને યાદ કર્યા હતા.

તારીખ ૨૫.૧.૨૦૧૭
મતદાતા જાગૃતિ દિવસ
આજરોજ શાળામાં મતદાતા જાગૃતિ દિવસ ઉજવાયો.મામલતદાર શ્રી ચાવડા સાહેબ અને ચૂંટણીશાખા નાયબ મામલતદાર શ્રી ઘોઘારી સાહેબ અને આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી ગોહિલ સાહેબ ઉપસ્થિત રહ્યા.
આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ B.L.O.તરીકે શ્રી પી.બી.કુકડિયા સાહેબ અને સુભાષભાઈ પટેલ તેમ જ S.O.તરીકે આર.વી.ડોંડા સાહેબને સન્માનપત્ર અર્પણ કરાયું હતું.વયસ્ક મતદાર તરીકે શ્રી બચુભાઈ અણઘણનું અને નવા મતદાર તરીકે રામદેવસિંહ જેઠવા,ખુશ્બુબેન હનીફભાઈ અને સવાણી જગદીશ અરવિંદભાઈને સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વી.એલ.ધામેલીયા સાહેબે કર્યું.
આજે ૨૫ મી જાન્યુઆરી એ મતદાતા જાગૃતિ દિવસ ઉજવાય રહ્યો છે જયારે વિકાસ દરેક ક્ષેત્રે જોવા મળે છે ત્યારે ચૂંટણી બાબતે પણ થશે.
હવે ના યુવા મતદારો સ્માર્ટ ફોન કે મોબાઈલ દ્વારા મતદાન કરી શકે તેવી વિચારણા ચાલે છે.આ એક વિકાસ ને લગતા અને આનંદના સમાચાર છે મને ઘણા વખતથી આવા વિચાર આવતા પણ એમ થાય કે આ અઘરી અને અશક્ય બાબત છે પણ જ્યારથી આધાર કાર્ડ આવ્યા ત્યારે એમ થયું કે આંખ અને આંગળીઓ વડે માણસની ઓળખ થાય તો આ શક્ય બને એ નવાઈ નથી. હવે આટલો કાગળનો વ્યય, સમયનો વ્યય,અને કેટલો બધો આર્થિક વ્યય જોતા આ મોબાઈલ દ્વારા મત યુવાનો હોંશે હોંશે સ્વીકારશે તેમાં બે મત નથી.
આના વિકલ્પે દરેક ગામ નેટ થી જોડાયેલું હોવું જોઇશે પણ તે અત્યારે જે ચૂંટણી ખર્ચ થાય છે તે કરતા સસ્તું પડશે અને કાયમી આ ગામો ઇન્ટરનેટથી જોડાશે તેથી આ ખર્ચ લેખે લાગશે.કર્મચારીઓ ને આપતું વળતર, કાગળો,સલામતી અને પારદર્શકતા ના સંદર્ભમાં આ પદ્ધતિ શ્રેષ્ઠ બનશે તેમાં કોઈ શંકા નથી.ગુજરાતના દરેક ગામ ઈન્ટરનેટ થી જોડાયેલા છે જ.મોબાઈલની કનેક્ટિવિટી બધે છે જ અને ના હોય તો પણ તે ઉભી કરવી હાલની ચૂંટણી કરતા સહેલું બને તે નિશંક છે.

તારીખ 22.1.2017

આજરોજ શાળામાં SPC પ્રવૃત્તિ શિબિર યોજાય.જેમાં બાળકોને શિસ્તબદ્ધ જીવનની તાલીમ આપવામાં આવે છે.શાળાના વ્યાયામ શિક્ષક શ્રી વી.એલ.ધામેલીયા પોતાનો અધિક સમય રવિવારે પણ ફાળવીને બાળકો માટે સેવાભાવથી ઉત્સાહ પૂર્વક કાર્ય કરી રહ્યા છે.

img-20170122-wa0014wp-1485068441390.jpegwp-1485068420890.jpegwp-1485068404368.jpegimg-20170122-wa0019

તારીખ 19.1.2017
આજે શાળામાં ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત “કેશલેસ”વ્યવહાર વિષે શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી વિંઝુડા સાહેબે પ્રાર્થના સભામાં વિસ્તૃત માહિતી ઉદાહરણ સાથે આપી અને આચાર્યશ્રીના મોબાઈલમાં ટોપ અપ રીચાર્જ કરી બતાવ્યું.
આ ઉપરાંત ચિત્ર સ્પર્ધામાં શ્રી સોલંકી સાહેબ નિબંધ સ્પર્ધામાં શ્રી ખીમાણી સાહેબ અને કુકડિયા સાહેબે જહેમત ઉઠાવી હતી.વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

img-20170119-wa0011img-20170119-wa0011

img-20170119-wa0011

img-20170119-wa0010img-20170119-wa0018img-20170119-wa0020img-20170119-wa0030img-20170119-wa0031

તારીખ 10.1.2017
ત્રિવિધ સમારોહ
૧ મુખ્ય પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન
૨ નવીન વર્ગખંડમાં પ્રવેશ
૩ વૈશ્વિક વર્ગખંડનું ખાતમુહૂર્ત
આ પ્રસંગે શ્રી સવાણી સાહેબની યાદગીરીમાં ચાલતી વ્યાખ્યાન માળાનો મણકો ૩ માટે ચિંતક શ્રી જય વસાવડાનું વ્યાખ્યાન યોજાયું.રાત્રે ૮.૩૦ થી ૧૧.૦૦ વાગ્યા સુધી શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.જેમાં વ્યસનમુક્તિ નાટક અને તલવાર નૃત્ય આકર્ષક રહ્યા હતા.

img-20170115-wa0026img-20170115-wa0033img-20170115-wa0035img-20170114-wa0048

wp-1483157115459.jpegwp-1483155669122.jpegwp-1483144730208.jpegwp-1483155068061.jpeg

તારીખ ૨૨ ૧૨ ૨૦૧૬ થી ૨૪ ૧૨ ૨૦૧૬ સુધી ત્રિદિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.આબુ-અંબાજી પ્રવાસનું નક્કી થયું.
તારીખ ૨૧ ૧૨ ૨૦૧૬ ના દિવસે મોડીરાત્રે ૧૧.૩૦ વાગ્યે ઉમરાળાથી ૩૧૨ વિદ્યાર્થીઓ અને ૨૪ શિક્ષક કર્મચારીઓ સાથે પ્રવાસનું પ્રસ્થાન થયું.આ વખતે આ સૌથી મોટો પ્રવાસ હતો કેમકે ૬ બસ સાથેનો આ પ્રવાસ મોટી સંખ્યામાં જઈ રહ્યો હતો અને જેમાં સંપૂર્ણ સ્ટાફ પણ હતો.
આ વખતે ભગિની સંસ્થા ડી.એસ.સલોત શાળાની બહેનો અને સહ કાર્યકરો પણ જોડાયા હતા.
રાત્રે ૧૧.૩૦.વાગ્યે ઉમરાળાથી નીકળ્યા બાદ રાત્રે મોટેભાગે ઉજાગરા અને આનંદ સાથે સવારે ૬ વાગ્યે શંખલપુર બહુચરાજી મંદિરે પહોચ્યા.સ્નાન વગેરે નિત્ય કર્મ અને દર્શન બાદ ત્યાં બટેટા પૌવા અને ચા કોફી લીધા બાદ મોઢેરા સૂર્ય મંદિર જવા ૮ વાગ્યે નીકળ્યા.
મોઢેરા સૂર્ય મંદિરની શિલ્પ કૃતિઓ અને સૂર્ય કુંડ તેમજ સૂર્ય મંદિરના દર્શનથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો અભિભૂત થયા.આ શિલ્પોના દર્શનથી સમય ખૂબ પસાર થયો અને શૈક્ષણિક સંદર્ભમાં તે જરૂરી પણ હતું.આને કારણે પાટણ જોવા જવાનું શક્ય બને તેમ ના હતું.આ દરમિયાન મહેસાણા દૂધ સાગરડેરી જોવાનો ઓચિંતો લાભ મળી ગયો વિદ્યાર્થીઓ અદ્યતન ટેકનોલોજીથી પ્રભાવિત થયા  કેમકે ઊંજા શક્તિ પીઠમાં ભોજન માટેનું આયોજન અને પૈસા ભરાઈ ચુક્યા હતા.બાળકોએ ઊંજામાં પ્રસાદી લીધી અને અંબાજી જવા નીકળ્યા.
સાંજે અંબાજી પહોચ્યા સાંજ ઢળી ચુકી હતી જલ્દી ગબ્બર -ગર્ભદીપ દર્શન કરવા પહોચવું એ જ માત્ર લક્ષ્ય હતું અને સફળ પણ થયા ઉત્સાહી વિદ્યાર્થોઓ ઝડપથી પર્વત ચડયા અને કોટેશ્વર દર્શન કરતા રાત ઢળી ચૂકી હતી સારું થયું કે પાટણ જોવા ના ગયા નહી તો કેમ અહી પહોચત?
રાત્રે અંબાજી ચામુંડા અતિથિ ભવનમાં બસવાળાનું રસોડું હતું.જમ્યા અને થાક્યા-પાક્યા ૧૨ વાગ્યે સુવા ભેગા થયા.સવારે વહેલા આબુ જવાનું હોવાથી ઘણા વિદ્યાર્થીઓએ રાત્ર જ સ્નાન કર્યું ક્યારે ઊંઘ આવી અને સવારે ૫ વાગ્યે તો બધા જાગી ગયા.
ચા-નાસ્તો પતાવી આબુ જવા રવાના થયા રસ્તામાં ઘાટી અને ખીણો વચ્ચે ભય આશ્ચર્ય અને આનંદ એમ વિવિધ ભાવો અનુભવતા કોઈકને સાહજિક  બેચેની વાતાવરણ અને પાતળી હવાને કારણે થયું.
બ્રહ્માકુમારી આશ્રમ દેલવાડાના દેરા અને નખી તળાવ કુદરતી સૌન્દર્ય બગીચાઓની મોજ દરેકે માણી.સાંજે સનસેટ પણ જોયો.એક દિવસ આબુમાં તો ઓછો જ પડે પણ ભારે હૈયે આબુ છોડ્યા વગર છૂટકો જ નહોતો કાશ! પૈસા અને સમયનું બંધન ના હોય તો આ બાળકોને આમ ફેરવ્યા જ કરીએ તો ચોક્કસ સાચું શિક્ષણ આપી શકાય પણ રવીન્દ્રનાથ ટાગોરના શૈક્ષણિક તત્વજ્ઞાન પ્રમાણે શિક્ષણ ક્યાં ચલાવી શકાય છે?
રાત્રે અંબાજીના દર્શન કરી લેવા હતા પણ અંબાજી પહોચતા ૯.૧૦ થઈ ગઈ અને દર્શન સવારે જ કરવા પડે તેવું હોવાથી ભોજન લીધું.
ત્રીજા દિવસે સવારે માતાજીના દર્શન કરીને ગાંધીનગર જવા રવાના થયા વચ્ચે ખેરાલુ વિશ્રામ કર્યા બાદ ૧૨ વાગ્યે અક્ષરધામ દર્શન કર્યા બાદમાં ભોજન લીધું અને કાંકરિયા ગાર્ડન જવા રવાના કાંકરિયામાં પણ નાટ્યમંચ અને વિવિધ રાઇડ્સમાં બાળકોને સમય ઓછો જ પડ્યો પણ ના છૂટકે સમયનું બંધન પીડે તે પ્રમાણે ૧૦ વાગ્યે પાઉભાજી ખાઈને ઉમરાળા આવવા રવાના થયા રાત્રે ૧.૩૦ થી ૨ વચ્ચે ઉમરાળા પહોચ્યા.

તારીખ ૧૪.૧૨ ૨૦૧૬
આજે શાળામાં વાણિજ્ય શિક્ષક શ્રી જે.વી.ભટ્ટીનો વિદાય અને શુભેચ્છા સમારંભ યોજાયો અને નવ આગુન્તક સમાજશાસ્ત્રના શિક્ષકશ્રી અમૃતાબેન સાવડીયાનો સત્કાર સમારંભ યોજાયો.

img-20161214-wa0058

img-20161214-wa0069

img-20161214-wa0056

તારીખ ૧૩.૧૨.૨૦૧૬
આજે કેળવણી મંડળના સભ્યશ્રી કાંતિભાઈએ પ્રાર્થનામાં ઉપસ્થિત રહી અમેરિકાના શૈક્ષણિક અનુભવો કહ્યા.રાજ્યકક્ષાએ વિજ્ઞાનમેળામાં જઈ આવેલ શ્રી વિંઝુડા સાહેબને ૨૫૦૦ રૂપિયા અને વિજ્ઞાનમેળામાં જઈ આવેલ બંને વિદ્યાર્થીઓને ૧૧૦૦-૧૧૦૦ રૂપિયા પ્રોત્સાહન રૂપે જાહેર કર્યા.કળા ઉત્સવમાં ભાગ લીધેલ અવનીબહેન પ્રકાશભાઈ જાનીને પણ પ્રોત્સાહન રૂપે ૧૧૦૦ રૂપિયા શ્રી કાન્તીભાઈ સવાણીએ જાહેર કર્યા.
વિરાભાઈ વૈજ્ઞાનિકે પોતાને મળેલ લોક પદવી વિષે વાતો કરી હાલમાં પોતાના ખેતી વિષયક સંશોધનની જાણ કરી.૮૦ વર્ષની વયે તેમનો અભ્યાસ અંગેનો જુસ્સો વિદ્યાર્થીઓએ વધાવ્યો.
આજે એન.એસ.એસ.ના ૫૦ વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો શ્રી એમ.પી.સવાણી,પી.બી.કુકડિયા અને આર.કે.મહેતા ઉમરાળા તાલુકાના ગોલારામા ગામે વાર્ષિક શિબિર માટે રવાના થયા.

img-20161214-wa0075

img-20161214-wa0076

તા.1.12.2016
ગોધરા ખાતે તા.29/11/2016 નાં રોજ યોજાયેલ ગુજરાત રાજય કક્ષા નાં કલા ઉત્સવ માં પો. મૂ. સર્વોદય હાઈસ્કૂલ, ઉમરાળા ની વિદ્યાર્થિની અવનીબેન પી. જાની એ કવિતા વિભાગમાં ભાવથયા.નગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ઉત્કૃષ્ટ દેખાવ કરતા તેમને ગુજરાતના મૂર્ધન્ય કવિ શ્રી કૃષ્ણ દવેના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ. તેમની આ સિદ્ધિ બદલ શ્રી સર્વોદય કેળવણી મંડળ, આચાર્ય શ્રી રામદેવસિંહ ગોહિલ તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવેલ.

તારીખ 30.11.2016

ગોધરા મુકામે રાજ્યકક્ષાના વિજ્ઞાન મેળામાં જંતુનાશક દવા છાંટવાના આધુનિક પમ્પ સાથે શાળાના શિક્ષક શ્રી વિંઝુડા સાહેબ તેમજ વિદ્યાર્થીઓ કિકાણી ઉત્સવ અને ગોહિલ વિરેન્દ્રસિંહ

wp-1480488441854.jpeg

તારીખ ૧૬.૧૦,૨૦૧૬

જિલ્લાકક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો જેમાં શ્રી સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ રસિકભાઈ સવાણી, અધ્યક્ષ વલ્લભભાઈ સવાણી,,શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિ સાહેબ,,તાલુકા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહજી ગોહિલ, પૂર્વ પ્રમુખ શ્રી ચેતનસિંહજી ગોહિલ પૂર્વ આચાર્ય શ્રી મહેન્દ્રસિંહજી ગોહિલ, રાજ્ય પ્રાથમિકસંઘ ના પૂર્વ પ્રમુખ દિલીપસિંહજી ગોહિલ,  પ્રાથમિકસંઘ ના પૂર્વ પ્રમુખ રતનસિહજી ગોહિલ વર્તમાન પ્રાથમિક પ્રમુખ મધુકરભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા.
આ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં  કુલ ૮૭ કૃતિ પ્રદર્શિત થઈ હતી.
તારીખ ૧૪.૧૦ ૨૦૧૬ ના રોજ  ધારાસભ્ય શ્રી આત્મારામ પરમાર (કેબીનેટ કક્ષા  સામાજિક કલ્યાણ -ન્યાય અને અધિકારીતા) અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પણ
ઉપસ્થિત રહીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું
આ વિજ્ઞાન મેળામાં પ્રથમ વખત દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પસંદગી  પામ્યા હતા અને  સહભાગી બન્યા હતા.આ મેળામાં સ્પર્ધાનો ભાવ નહિ પણ સહભાગીપણું મુખ્ય બાબત છે તેવું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાપ્રાધ્યાપક શ્રી અનિલભાઈ ધામેલિયા અને હિરેનભાઇ ભટ્ટે જણાવ્યું હતું.
શાળાના પ્રિન્સીપાલ શ્રી રામદેવસિંહ ગોહિલે સમગ્ર ભાગ લેનાર અને સહકાર્યકરોને કાર્યક્રમની સફળતા બદલ બિરદાવ્યા હતા.આ કાર્યક્રમ ૪૭૪૯ વિદ્યાર્થીઓએ નિહાળ્યો હતો.S.B.I.અને ડીસ્ટ્રીક બેંક ના કર્મચારી તેમજ મામલતદાર કચેરી,તાલુકા પંચાયત કચેરી,ફોરેસ્ટ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા પણ પર્યાવરણ અને વ્યસન મુક્તિ માટે સ્ટોલ મુક્યા હતા.સહભાગી અને આગંતુક શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સંતોષ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.


તારીખ 7.10.2016

શાળાના વિદ્યાર્થીઓએ  ઉરી સેક્ટરમાં શહીદોને શ્રદ્ધાન્જલિ આપી અને નિવૃત્ત આર્મીમેન અને હાલમાં ઉમરાળા તાલુકા પંચાયતમાં સેવા આપતાશ્રી એમ.ડી.મારુએ સંરક્ષણ  વિશે રસપ્રદ માહિતી આપી.સંરક્ષણ ક્ષેત્રે ભરતી અંગે માર્ગદર્શન આપ્યું.

તારીખ 26.9.2016

આજરોજ શાળામાં જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળા અંગે શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિ સાહેબ,આચાર્ય શ્રી રામદેવસિંહ ગોહિલ ડાયેટમાંથી શ્રી હિરેનભાઈ ભટ્ટ,અનિલભાઈ ધામેલીયા,ટી.પી.ઓ.શ્રી અર્ચનાબેન ધામેલીયા,ટ્રસ્ટી શ્રી જીવરાજભાઈ સવાણી જીતુભાઇ વાળા,ડાભી સાહેબ,પંડ્યા સાહેબની ઉપસ્થિતિમાં આ અંગે ચર્ચા થઈ.

જિલ્લાકક્ષાનો  પ્રાથમિક અને માધ્યમિક નો સંયુકત વિજ્ઞાનમેળો(ગણિત.વિજ્ઞાન. પર્યાવરણ પ્રદર્શન -૨૦૧૬) સંભવતવતારીખ૨૦/૨૧/૨૨ ઓકટોબર ના રોજ શ્રી પી.એમ.સર્વોદય હાઇસ્કૂલ ઉમરાળા  ખાતે યોજવાનુ નક્કી થયું છે.આ વિજ્ઞાનમેળા માં ગણિત વિજ્ઞાન પ્રર્યાવરણજેવા કુલ૫ વિભાગોમાં  માધ્યમિક અને પ્રાથમિક શાળાના શાળાવિકાસ સંકુલ તેમજ તાલુકા ક્કક્ષ એ શ્રેષ્ઠ દેખાવ કરનારી કૃતિઓ મુકવામા આવશે.ત્રણ દિવસ ચાલનારા આ પ્રદર્શન મા  ૧૭૦ વિદ્યાર્થીઓ અને ૮૫ સાયન્સ મા રસ ધરાવનારા શિક્ષકો પોતાની ૮૫ જેટલી કૃતિઓ  રજુ કરશે શિહોર  વલ્લભિપુર ઉમરાળા તાલુકા ની તમામ માધ્યમિક ઉ.મા.તથા તમામ પ્રાથમીક શાળાઓ ના હજારો બાળકો તથા તેના વાલિઓ આ પ્રદર્શન  જોવા માટે બોલાવવામાં  આવશે…જિલ્લા પંચાયતશિક્ષણ સમિતિ જિલ્લાશિક્ષણ અને તાલિમભવન અને જિલ્લાશિક્ષણાધિકારી કચેરી ભાવનગર ના સંયુકત  ઉપક્રમે યોજાતા આ ગણિત વિજ્ઞાન મેળાને સફળ બનાવવા સર્વોદય કેળવણી મંડલ  ,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી,શ્રી પી.એમ સર્વોદય હાઇસ્કૂલ તાલુકા પ્રાથમિક શિક્ષક  સંઘ.કેન્દ્દવર્તિકુમારશાળા , કન્યાશાળા અને ગ્રામ પંચાયત કચેરી ઉમરાળા દ્વારા  જિલ્લા  વિજ્ઞાનમેળાને સફળ બનાવવા જહેમત  ઉઠાવવામાં આવી રહી છે -ડૉ.રામદેવસિંહ ગોહિલ કન્વિનરશ્રી જિલ્લા કક્ષા ગણિત વિજ્ઞાન  પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૬
તારીખ 20.9.2016

આજરોજ શાળામાં શાળા વિકાસ સંકુલની મીટીંગ યોજાઈ શિક્ષણાધિકારી ઓફિસમાંથી શ્રી પંડિયા સાહેબ નોડેલ ઓફિસર શ્રી રામદેવસિંહ ગોહિલ અને વલભીપુર,શિહોર અને ઉમરાળાના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ મિટિંગમાં 37 શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.

શાળાના શિક્ષક શ્રી મુકેશભાઈ પી.સવાણીનો જન્મદિવસ ઉજવાયો.

તારીખ 12.9.2016
આજે શાળા માં clay modeling વર્ગ યોજાયો.શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી કેતનભાઈ ભિકડીયા એ માર્ગદર્શન આપ્યું.

સામાન્ય જ્ઞાન પરીક્ષાનું આયોજન તા.11.9.2016 રવિવાર

શ્રી સર્વોદય કેળવણી મંડળના પ્રમુખશ્રી રસિકભાઈ સવાણીના હસ્તે વૃક્ષારોપણ

 •    શાળામાં ભગવત ગીતા પ્રશ્નોત્તરી સ્પર્ધા  
 • ધોરણ 11 ના ભાઈઓ વચ્ચે અધ્યાય  બીજો અને ધોરણ 11 બહેનો વચ્ચે અદયાય પહેલાના પ્રશ્નો પૂછવામાં આવ્યા.

 

એક દિવસીય શિબિર રાષ્ટ્રીય સેવા યોજના

સ્વચ્છ શાળા અભિયાન
તારીખ.28.8.2016

આજરોજ શાળામાં એન.એસ.એસ.યુનિટ અને એસ.પી.સી.વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ.શ્રી આર.કે.મહેતા,શ્રી પી.બી.કુકડિયા,શ્રી વી.એલ.ધામેલીયા,શ્રી વી.એન.પટેલ અને પી.બી.મકવાણા એ વિદ્યાર્થીઓની સાથે રહીને જહેમતપૂર્વક પ્રોત્સાહક કામગીરી કરી હતી.

શાળાની દૈનિક પ્રાર્થના

સરસ્વતી પ્રાર્થના
या कुन्देन्दुतुषारहारधवला या शुभ्र वस्त्रावृता |
या विणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना |
या ब्रह्माच्युतशङ्करप्रभृतिभि: देवै सदा वन्दिता |
सा मां पातु सरस्वति भगवति नि:शेष जाड्यापहा |
સર્વ ધર્મ  પ્રાર્થના

તત સત  શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું,
સિદ્ધ બુદ્ધ તું સ્કંદ વિનાયક સવિતા પાવક તું,
બહ્મ મજદ તું યહવ શક્તિ તું ઈશુ પિતા પ્રભુ તું,
રુદ્ર વિષ્ણુ તું રામ કૃષ્ણ તું રહીમ તાઓ તું,
વાસુદેવ ગો વિશ્વ રૂપ તું ચિદાનંદ હરિ તું,
અદ્વિતીય તું અકાલ નિર્ભય આત્મલિંગ શિવ તું.

સહનાવવતુ સહ નૌ ભુનકતુ
સહ વીર્યમકરવાવહૈ
તેજ્સ્વીનાવધીતમસ્તુ
મા વિદ્વીવીષાવહૈ
ॐ શાંતિ શાંતિ શાંતિ

તા.૧૬.૦૧ ૨૦૧૬
આજ રોજ શ્રી જે.પી.સવાણી વ્યાખ્યાન માળા અંતર્ગત બીજા મણકામાં ભાવનગર યુનિવર્સીટી ભાષા ભવનના અધ્યક્ષ શ્રી અને જાણીતા કવિ શ્રી વિનોદ જોશી શાળામાં પધાર્યા શ્રી સવાણી સાહેબ કવિહૃદય અને સંવેદનશીલ તેમને ગમે તેવા વ્યક્તિ જ નું વ્યાખ્યાન યોજાયું.ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થી સાથે વિનોદભાઈને વાત કરવી એ જરા વિશિષ્ઠ કામ હતું.
ભાષા આપમેળે મોટા થતા જઈએ તેમ બદલાતી જાય કવિત્વ એટલે આજુબાજુનું વાતાવરણનું નિરીક્ષણ કર્યાં કરવું પડે અને એ સંવેદનામાંથી કાવ્ય કેમ સર્જાય?તે જણાવ્યું કાવ્ય સર્જન પ્રયત્ન કરવાથી થતું નથી આપમેળે થાય.આ વાત સમજાવી વાંચન માટે ની પ્રેરણા પૂરી પાડી..અંતમાં “કાચી સોપારીનો કટ્ટકો ને લીલી લવિંગડી નું પાન”ગીત ગાયું.વિદ્યાર્થીઓને ધોરણ ૧૨ માં “કૂંચી આપો બાઈ જી “કાવ્ય ભણવામાં આવે છે.તેમાં કૂંચી શબ્દ કેમ પ્રયોજ્યો તેની વાત પણ કરી.
શાળાના શિક્ષક શ્રી સોલંકી સાહેબે કરાવેલ ગ્લાસ પેઈન્ટીંગ વર્કશોપ તેમણે રસપૂર્વક જોયું પુસ્તકાલય નિહાળ્યું.પુસ્તકાલય જોયું અને સમર્પણ, કુમાર જેવા બાઈન્ડીંગ જોઈ કહ્યું કે આવું બાઈન્ડીંગ કરાવતા રહેજો.
પ્રાર્થના ખંડમાં હેલોઝન લાઈટ મૂકો તો ભવ્યતા આવે અને નાટકો પણ સરસ ભજવી શકાય.

IMG-20160116-WA0032

IMG-20160116-WA0040

IMG-20160116-WA0017IMG-20160116-WA0025

001

 

 

 

 

1 001

 

1 002

1 003

1 004

 

1 005

1 008

2 003 2 001 2 002

——————————————————————————————————————————————————————–

 

શાળામાં વ્યવસાયિક માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો જેમાં કોર્ટના કર્મચારી શ્રી ચેતનભાઈ ગોહીલ્ર દ્વારા કારકિર્દીઘડતર વિષે માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેમ કરવી તે જણાવ્યું.

IMG-20151029-WA0033

IMG-20151029-WA0033

શાળામાં સેવકની કામગીરી બજાવતા શ્રી જી.સી.ઠાકરનો જન્મદિવસ ઉજવાયો…

IMG-20151030-WA0028

વ્યાયામ શિક્ષક શ્રી વિપુલભાઈ ધામેલિયા દ્વારા પોલીસ કેડેટ પ્રવૃત્તિ

IMG-20151031-WA0014

વિજ્ઞાન શિક્ષક શ્રી મનીષભાઈ વિઝૂડા રિસોર્સ પર્સન તરીકે રાજકોટ

IMG-20151102-WA0035

માળનાથ ટ્રેકિંગ

IMG-20151103-WA0006

IMG-20151103-WA0015

IMG-20151103-WA0026

IMG-20151103-WA0028

IMG-20151103-WA0031

IMG-20151103-WA0035

IMG-20151104-WA0028

WP_20151103_08_53_22_Pro

WP_20151103_08_53_46_Pro

IMG-20151029-WA0031

WP_20151103_09_15_52_Pro

WP_20151103_09_15_59_Pro

WP_20151103_12_59_50_Pro

WP_20151103_17_08_15_Pro

WP_20151103_13_10_02_Pro

WP_20151103_13_09_59_Pro

પર્વતારોહણ
તારીખ ૩.૧૧.૨૦૧૫ ના રોજ ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો માળનાથ પર્વતારોહણ કાર્યક્રમ યોજાયો.સવારે ૬ વાગ્યે ૫૩ વિદ્યાર્થીઓ અને ૪ શિક્ષકો તેમ જ શાળાના આચાર્યશ્રી ગોહીલસાહેબ ઉમરાળાથી નીકળ્યા.૮ વાગ્યે બધા માળનાથ પહોચ્યાં.માળનાથના દર્શન કર્યાં બાદ વિદ્યાર્થીઓ સાથે બધા માળનાથ પર્વતમાળામાં પર્વતારોહણ કરવા નીકળ્યા.ડુંગરાઓમાં પડતા આખડતા, બોરડી ના કાંટા વાગતા હોવા છતાં, પથ્થર પરથી સરતા હોવા છતાં,બધા મજા માણતા હતા.ભૂલા પડ્યા અને વિરેશ્વર મહાદેવનું મંદિર જોયું બધાને એમ કે ધાવડી મા નું મંદિર છે ત્યાં મહાદેવજી નું મંદિર જોયું બધાએ પૂજા અને દર્શન કર્યાં.
ભૂલા પડેલા ત્રણ ગ્રુપ છેલ્લે ધાવડી માતાને મંદિરે મળ્યાં. ધાવડી માતાના દર્શન કરીને ભાવનગર જિલ્લાનું એકમાત્ર આદિવાસી ગામ મેલકડી એક નવી વિકસતી વસાહત જોઈ ત્યાં ૪૦ લાખથી માંડીને ૧ કરોડ વીસ લાખ સુધીની કિંમતના મકાનો બંગલાઓ જોયા જાણે કોઈ હિલસ્ટેશન યાદ કરાવી દે તેવું નયનરમ્ય વાતાવરણ હતું.લોનાવાલા ખંડાલા મહાબળેશ્વરમાં હોઈએ તેવી આ વસાહત છે.
જમવા માટે નાગધણીબા જવાનું હતું અને વચ્ચે દુખીશ્યામ બાપુને આશ્રમે દર્શન પણ કરવાના હતા.ત્યાં દર્શન બાદ નાગધણીબા પહોચ્યા.ખોડીયાર માતાના દર્શન કરીને જમવા બેઠા અરે ! ઝાપટવા બેઠા એમ જ કહોને ?કારણકે આટલું ટ્રેકિંગ અને પેલી વસાહત પણ હિલ પર એટલે આ ટીન એજ યુવાનો એ સારી પેટે ખાધું.તુરત જ નિષ્કલંક મહાદેવ જવા નીકળ્યા ટૂંકે રસ્તે જતા વાર લાગી.દરિયે પહોચ્યા ત્યાંતો ઓટ..પણ તેનો પણ લાભ ઉઠાવ્યો.
નિષ્કલંક મહાદેવ ના દર્શન કરવા વિદ્યાર્થીઓએ દોટ મૂકી કેમકે અમારે ૬ વાગ્યા પહેલા વિક્ટોરિયા પાર્ક પહોચવું હતું…દર્શન કર્યાં બાદ ભાવનગર વિક્ટોરિયા પાર્કમાં પ્રવેશ ના મળ્યો કાંઈ વાંધો નહિ આપણે તો આનંદી કાગડા જેવા સામે જ હિમાલયા મોલ માં એન્ટ્રી કરી.બે શિક્ષકો પાઉભાજીની વ્યવસ્થા કરવા જવેલ્સ સર્કલ પહોચ્યા બાળકોએ હિમાલયા મોલ જોયો..અને પછી પાઉભાજી..૮ .૩૦ એ ઉમરાળા જવા પ્રયાણ કર્યું.થાકીને લોથપોથ થયા હોવા છતાં પાંડવો એ સ્થાપેલ પાંચ શિવલિંગના દર્શન દરિયા વચ્ચે જઈ આવ્યાનો આનંદ અદ્ભુત હતો.
“ભોમિયા વિના મારે ભમાવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી” ….આજે સાર્થક થયું તેમ લાગ્યું…DSC_9929

ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન
આજરોજ શાળામાં ઉમરાળા-વલભીપુર તાલુકાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાય ગયું લીમડા શાળા વિકાસ સંકુલ નીચે આવતી શાળાઓનો આ વિજ્ઞાન મેળો હતો.બાવીસ શાળાઓએ આમાં ભાગ લીધો જેમાં પાંચ વિભાગો હતા..
1 સ્વાસ્થય પોષણ અને સ્વ્ચ્છતા
2 સ્રોતોનું વ્યવસ્થાપન
3 ઉદ્યોગો
4 ખેતી અને ખાદ્ય સુરક્ષા
5 ગુણવતાયુક્ત ગણિત-આપત્તિ વ્યવસ્થાપન
શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી ગોહિલ સાહેબની રાહબરી અને વિજ્ઞાન શિક્ષકો શ્રી દવે સાહેબ શ્રી ગોયાણી સાહેબ ના માર્ગદર્શન હેઠળ ઉત્સાહી શિક્ષક શ્રી વિંઝુડા સાહેબે શાળાના વાતાવરણને જીવંત કરી દીધું.કાર્યક્રમના પ્રારંભે શ્રી જાનીસાહેબે સ્વાગતગીત “સ્વીકારી લ્યો સ્વીકારી લ્યો”રજૂ કર્યું. શિક્ષણ અધિકારી શ્રી ડોડીયા સાહેબે આ પ્રદર્શન ખુલ્લું મુક્યું ઓફિસના અન્ય અધિકારી શ્રી પટેલસાહેબ અને ત્રિવેદીસાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા.
તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચેતનસિંહ ગોહિલ આ કાર્યક્રમ ને પ્રોત્સાહિત કરવા અને શુભેચ્છા આપવા હાજર રહ્યા એટલું જ નહિ પણ ૨૫૦૦ રૂપિયા ભેટ અને પ્રોત્સાહન રૂપે આપ્યા.જિલ્લા પંચાયત દ્વારા શાળાને બે લાખ રૂપિયા પુસ્તકો માટે મળ્યા તેના પણ તેમણે અભિનંદન આપ્યા.શાળાના બહેનો રેખાબહેન રક્ષાબહેન નયનાબહેન મેઘાબહેન અને ઉર્વશીબહેને મંચ સુશોભન જવાબદારી સંભાળી હતી ફોટોગ્રાફી માટે શ્રી સોલંકી સાહેબે અને ભટ્ટી સાહેબે જહેમત ઉઠાવી હતી શ્રી વી.એન.પટેલ અને મકવાણા સાહેબે ભોજન સમારંભની જવાબદારી સંભાળી. શ્રી મહેતા સાહેબ અને ખીમાણી સાહેબે સ્વચ્છતાના અને વ્યવસ્થા વિભાગ અને સવાણીસાહેબ અને કુકડિયા સાહેબે રજીસ્ટ્રેશન વિભાગ સંભાળ્યો હતો.
આ મેળામાં ગઇકાલે આકાશદર્શનનો કાર્યક્રમ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયો હતો.લોકવિજ્ઞાન કેન્દ્રના હર્ષદભાઈ જોશીએ ટેલિસ્કોપ દ્વારા આકાશદર્શન કરાવ્યુ હતું॰ આ મેળામાં લગભગ 2100 વિદ્યાર્થીઓએ પ્રદર્શન જોયું હતું॰
શાળાના ટ્રસ્ટી શ્રી વલ્લભભાઇ સવાણી એ પોતાનો વિદ્યાર્થીકાળ યાદ કર્યો વિદ્યાર્થીઓ ને પ્રેરણા આપી.શ્રી જીવરાજ કાકા એ આશીર્વાદ પાઠવ્યા હતા.

નૂતન માર્ગ
આજે શાળામાં નિવૃત થનાર શિક્ષક શ્રી રેખાબેન બધેકા એ નવો માર્ગ સૂચવ્યો.શાળાના ૫૫૦ વિદ્યાર્થીઓને ટીફીન ભેટ આપ્યા,વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને ખુશ થયા.શાળાના પ્રથમ આચાર્ય જે,પી.સવાણી જેમણે પોતાને મળેલ શ્રેષ્ઠ શિક્ષક ના પુરસ્કારમાં પોતાની એટલી જ રકમ ઉમેરી ગુરુ પૂર્ણિમા ને શિષ્ય પૂર્ણિમા બનાવી.એ દિવસે વિદ્યાર્થીઓનું સન્માન થાય છે.સંસ્કૃત શિક્ષક રેખાબેને આ માર્ગ અપનાવીને ૨૫.૯.૨૦૧૫માં નિવૃત થવાના છે.અત્યારના નિયમ મુજબ સત્ર પૂરું કરવું પડે આ મળતું વેતન વિદ્યાર્થીને પરત કરવું અને ભાવિ શિક્ષકોને નવો માર્ગ પણ ચીંધ્યો.

IMG-20150530-WA0093

image

Ability Test – Maa Foundation

image

R.B.GOHIL

Ramdevsinh b.Gohil

M.A.B.Ed.(ગુજરાતી)Ph.d. વિષય- સ્વામી સચ્ચિદાનંદજી ની લેખન સાધના.

શાળામાં નવનિયુક્ત આચાર્ય શ્રી ડો.રામદેવસિંહ બી.ગોહિલે તારીખ 21.2.2015 થી સંભાળ્યો.

શાળામાં IMG-20150122-WA0007બહેનો માટે કરાટેની તાલીમ નો કેમ્પ યોજાયો બહેનો એ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો.

wpid-img-20150227-wa0009.jpg wpid-img-20150227-wa0010.jpgwpid-img-20150227-wa0008.jpg

wpid-wp-1425482959681.jpeg શ્રીમદ ભગવત ગીતા પ્રથમ અધ્યાય આધારીત “ક્વીઝ”કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ઉમરાળા તાલુકાના તરપાળા ગામે વાર્ષિક શિબિર નું આયોજન 

શ્રી પી.એમ.જાની અને એમ.પી.સવાણી સાથે વિદ્યાર્થીઓ

wpid-wp-1425482698894.jpeg

રસોઈ ઘર-સ્વયમ- પાક

 

wpid-wp-1425482777557.jpeg

શાળાનો શિક્ષકગણ

માધ્યમિક વિભાગ                                       

1 શ્રી એચ.સી.દવે
બી.એસ.સી બી એડ
2 શ્રી બી.એલ.ગોયાણી
એમ.એસ.સી.બી.એડ.
3 શ્રી એમ.એચ.વિઝુંડા
એમ.એસ.સી.બી.એડ.
4 શ્રી પી.બી.ખીમાણી
એમ.એ.બી.એડ.
5 શ્રી પી.બી.મકવાણા
એમ.આર.એસ.જી.બી.ટી.સી.
6 શ્રી વી.એન.પટેલ
એમ.એ.બી.એડ.
7 શ્રી વી.એલ.ધામેલીયા
એમ.એ.બી.એડ.
8 શ્રી ડી.આર.શિયાળ
એમ.એ.બી.એડ.
9 શ્રી અમૂલભાઈ પરમાર
માનદ્ શિક્ષક (કોમ્પ્યુટર )
૧૦ ઉર્વશીબેન જે.વાળા
B.C.A.કોમ્પ્યુટર શિક્ષક


ઉચ્ચતર માધ્યમિક વિભાગ

૧ શ્રી આર.એ.વડેરા
એમ.એ.બી.એડ.એમ.એ.(એજ્યુ.)
૨ શ્રી આર.એ.દવે
એમ.એ.બી.એડ.
૩ શ્રી એન.ડી.પરમાર
જી.સી.સી.બી.એ.એલ.એલ.બી.
૪ શ્રી આર.કે.મહેતા
એમ.એ.બી.એડ.
૫  શ્રી પી.એમ.જાની
એમ.એ.બી.એડ.
૬  શ્રી એમ.પી.સવાણી
એમ.એ.બી.એડ.
૭  શ્રી પી.બી.કુકડીયા
એમ.એ.એમ.એડ.
૮ શ્રી અમૃતાબેન સાવડીયા
એમ.એ.એમ.એડ.એમ.એસ.ડબ્લ્યુ
પ્રવાસી શિક્ષકો
૯ શ્રી બી.એ.પરમાર
એમ.કોમ.એમ.એડ.
૧૦  શ્રી એન.બી.પંડિત
એમ.કોમ.બી.એડ.એમ.એ.(એજ્યુ.)

બિન-શૈક્ષણિક કર્મચારીઓ
૧ શ્રી આર.એચ.સવાણી
સીનીયર કલાર્ક
૨ શ્રી એ.બી.અણઘણ
માનદ્ ક્લાર્ક
૩ શ્રી જી.સી.ઠાકર
પ્યૂન

Happy New Year
Happy New Year

દરરોજ પ્રાર્થનાને અંતે બોલાતો સંસ્થાનો મંત્ર :

સર્વદા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો,
સર્વત્ર દિવ્યતા વ્યાપો,સર્વત્ર શાંતિ વિસ્તરો.

DSC00806

ASST.TEACHER HIGHER SECONDARY
ASST.TEACHER
HIGHER SECONDARY

શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી પી.બી.કુકડીયાને માતૃભાષા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિક બદલ અભિનંદન. શ્રી કુકડીયા ભાગ્યે જ તેમની ખુરશી પર પણ જોવા મળે. શાળા સમય દરમિયાન અને પછી પણ તે વિદ્યાર્થીના કાર્યોમાં જ રત હોય છે. શાળાનો સુંદર બગીચો તેમને આભારી છે. ઉદેશ, પ્રગતિશીલ શિક્ષણ, શબ્દસર જેવા અનેક સામયિકોમાં તેમણે લેખો લખ્યા છે.

——–

PMSHU 1
PMSHU 1
PMSHU 2
PMSHU 2
PMSHU 3
PMSHU 3
PMSHU 4
PMSHU 4

————————————————————————————————————————————————————-

PMSHU 5
PMSHU 5

શ્રી પી.એમ.સર્વોદય હાઈસ્કૂલ,
ઉમરાળા,જિ.ભાવનગર.

GKPPS
GKPPS

શાળાની સ્થાપના ૧૯૬૦માં થયેલી.JADVAJIBHAI PRAGJIBHAI SAVANI

શાળાના આદ્ય સ્થાપક શ્રી જાદવજી પ્રાગજી સવાણી (B.A.M.Ed.)જેઓ એ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પણ મેળવેલો.એ વખતે મળેલા 5000 રૂપિયા તેમણે વિદ્યાર્થી કલ્યાણ નિધિ માં આપી દીધેલા.આજે પણ દર ગુરુ પૂર્ણિમાએ તેમાંથી ઇનામો આપવામાં આવે છે. તેમણે માટે આદર્શ શારદાગ્રામ સંસ્થા હતી કેમકે એ સંસ્થા વતનના સાદ ને કારણે તેમણે છોડી હતી.ગાંધીવિચાર ધારા અને સંગીત પ્રત્યે તેમણે અનન્ય પ્રેમ હતો.

શ્રી સર્વોદય કેળવણી મંડળ ઉમરાળા.

પ્રમુખ શ્રીઓ

૧ શ્રી જીવાભાઈ પી.સવાણી ૨૦.૩.૧૯૬૪ થી ૧૦.૬.૧૯૮૫

૨.શ્રી જાદવજીભાઈ પી.સવાણી ૧૧.૬.૧૯૮૫ થી ૨૬.૧૨.૧૯૯૨

૩.શ્રી મનજીભાઈ (બાલાભાઈ) જી. ઈટાલીયા ૨૭.૧૨.૧૯૯૨ થી ૧.૧૨.૨૦૧૧

૪.શ્રી રસિકભાઈ દેવજીભાઈ સવાણી ૨.૧૨.૨૦૧૧ થી ….

શાળાના સુકાનીઓ :

આચાર્યશ્રીઓ

૧.શ્રી જાદવજીભાઈ પી.સવાણી  ૧૨.૬.૧૯૬૨.થી ૧૧.૬.૧૯૭૩

૨.શ્રી જમનાદાસ એમ.ભટ્ટી ૧૨.૬.૧૯૭૩ થી ૩૧.૧૦.૧૯૯૧

૩.શ્રી મહેન્દ્રસિંહ એમ.ગોહિલ ૧.૧૧.૧૯૯૧ થી ૩૧.૫.૨૦૦૨

૪.શ્રી હરિભાઈ એમ.નાવડિયા ૧.૬.૨૦૦૨ થી ૩૧.૫.૨૦૦૯

૫.શ્રી જયરાજસિંહ એ.ગોહિલ ૧.૬.૨૦૦૯ થી ૩૧.૫.૨૦૧૩ (કાર્યકારી )

૬.શ્રી બાબુભાઈ એલ.ગોયાણી  ૧.૬.૨૦૧૩ થી ….(કાર્યકારી)

મારી શાળામાં ધોરણ 9 અને 10 ના ત્રણ ત્રણ વર્ગ ધોરણ 11 અને 12 ના બે બે વર્ગ એમ કુલ 10 વર્ગો છે.શાળામાં વિદ્યાર્થીની સંખ્યાં ૫૫૭ છે

ઇકો કલબ
શ્રી પી.એમ.સર્વોદય હાઇસ્કૂલ ઉમરાળામાં વૃક્ષના રોપાઓના વિતરણનો નવતર પ્રયોગ
આ કાર્યક્રમના અનુસંધાને  તારીખ ૨૭.૬.૨૦૧૫ના રોજ શાળાના પ્રાંગણમાં ઇકો કલબ દ્વારા વિદ્યાર્થીઓને એક-એક  રોપ ઘરે અને વાડી વિસ્તારમાં વાવવા માટે દત્તક આપવામાં આવ્યો.
ચોમાસાના પ્રારંભે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક રોપ લઇ ગયા.આ રોપાઓ વિદ્યાર્થીઓએ કયા સ્થળે વાવ્યા અને તેની જાળવણી કઈ રીતે લેવાશે?તેની લેખિત નોધ રાખવામાં આવશે.ત્રણ વર્ષ સુધી આ બાબતનું ધ્યાન રાખીને જે તે વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવશે.
આ પ્રસંગે શાળાના પ્રાંગણમાં પણ ઇકો કલબ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમ સફળ બનાવવામાં કો-ઓર્ડીનેટર શ્રી પી.બી.મકવાણા અને  સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.  .

ધોરણ 9 થી 12 (11 અને 12 સામાન્ય પ્રવાહ)

શાળાની ભગિની સંસ્થાઓ :
શ્રી ડી.એસ.સલોત ગર્લ્સ હાઈસ્કૂલ.
ધોરણ 9 અને 10

શ્રી જી.કે.પ્રાથમિક શાળા
બાલમંદિર અને ધોરણ 1 થી 8

સ્વચ્છતા અભિયાન :
આજે શાળાના વિદ્યાર્થીઓએ ઉમરાળા મોક્ષધામમાં સવાચ્છતા અભિયાન હાથ ધર્યું હતું N.S.S.યોજના હેઠળ ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓએ મોટે પાયે આ કાર્ય ઉપાડ્યું હતું. બપોરનું ભોજન પણ ત્યાં જ લીધું હતું મોક્ષધામ ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓને ઠંડુ પીણું -થમ્સઅપ-પાઈને પ્રોત્સાહન આપ્યું હતું.વિદ્યાર્થીઓએ આ કાર્ય આંનદપૂર્વક કર્યું અને હજુ આ કાર્ય ઘણો વખત ચાલે તેવું છે.તેથી હજુ પણ આ કામ માટે સૌ એ આવવું તેમ નક્કી કર્યું.
પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ નો સિધ્ધાંત અહી સિદ્ધ થયો.મને થયું કે તત્વજ્ઞાન ભણવા માટે આથી વધુ ઉત્તમ સ્થળ કયું હોય શકે.કોઈક તત્વ ચિંતકે કહ્યું છે કે સ્મશાન ગામ ને છેડે નહી વચ્ચે હોવું જોઈએ આવું બને તો લોકો કે વિદ્યાર્થીને મૂલ્ય શીખવવા ના પડે.

SWACHHATA ABHIYAN MOXDHAM UMRALA
SWACHHATA ABHIYAN MOXDHAM UMRALA

IMG_20141010_121650089 IMG_20141010_121717463 IMG_20141010_121748866 IMG_20141010_122549922

PARENTS MEETING FOR S.S.C MARCH-2015

વાલી મિટિંગ :
આજે પી.એમ.સર્વોદય હાઈસ્કૂલમાં ધોરણ ૧૦ અ-બ-ક ના વાલીઓની મિટિંગ  યોજાઈ .આચાર્યશ્રી અને શિક્ષકોએ વિદ્યાર્થીઓની ભણવા બાબતે ચિંતા વ્યક્ત કરી.ટી.વી.અને મોબાઈલમાં વિદ્યાર્થીઓની વધતી રૂચીને યોગ્ય માર્ગે કેમ વાળી શકાય તે બાબતે ચિંતન થયું.વાલીઓને કહેવામાં આવ્યું કે બાળકો માટે તેમણે દરરોજ કલાકેક જેટલો સમય ફાળવવો.
૧૫૪ વિદ્યાર્થીઓના વાલી સામે ૮૦ વાલીઓ જ હાજર રહ્યા હતા હજુ વધુ વાલીઓ હાજર રહે અને જાગૃત બને તેવી બધાએ ઈચ્છા વ્યક્ત કરી. વાલીઓએ પણ સુચન કર્યું કે હજુ આવી મિટિંગ ડીસેમ્બરમાં રાખવી.

PARENTS MEETING FOR S.S.C. MARCH-2015
PARENTS MEETING FOR S.S.C. MARCH-2015
PARENTS MEETING FOR S.S.C. MARCH-2015
PARENTS MEETING FOR S.S.C. MARCH-2015

DSC_0335

16 thoughts on “Shree P M Sarvodaya High School, Umrala

 1. Ashok Savani

  Very good information provided by School. I am proud of my School where my cultural foundation was established by the best teachers.

  Thanks and Regards.

  Like

 2. Ajay vaghela

  કેવી રીતે વણઁવુ આ શાળાના શિક્ષકોના વ્યક્તિત્વ ને મળે છે તો માત્ર એટલુ કે , એમની અનેરી ઓળખ મળે છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s