કફ પ્રકૃતિ

 કફ એટલે શીતળતા. 

કફ પ્રકૃતિવાળાનો સ્વભાવ ઠંડો હોય છે. શરીરના સાંધા, હાડકા અને માંસ ચરબીથી ઢંકાયેલા ચીકાશવાળા અને બરાબર જોડાયેલા હોય છે. તે ભૂખ, તરસ,દુઃખ,કલેશ  અને તાપથી અકળાતો નથી.તે બુદ્ધિશાળી સાત્વિક અને પ્રતિજ્ઞા પાળવાવાળો હોય છે. કાંગ,ધોળો બરુ,પોલાદ, ગોરોચન, કમળ અને સોના જેવો એના શરીરનો રંગ હોય છે. હાથ લાંબા, છાતી વિશાળ અને ભરાવદાર, કપાળ મોટું તથા વાળ ભરાવદાર અને કાળા હોય છે.  અંગ કોમળ અને દેહ પ્રમાણબદ્ધ ઘાટીલો હોય છે. એના અંગે અંગ જુદા તરી આવે એવા હોય છે. એનામાં ઓજસ, રતિ અને બળ પુષ્કળ હોય છે. એને ઘણો પુત્ર પરિવાર હોય છે. તે ધર્મિષ્ઠ હોય છે. એ કઠોર વાણી બોલતો નથી. લાંબા વખત સુધી વેર મનમાં છુપાવી શકે છે. મોટા મદોન્મત હાથીની માફક ચાલે છે. વાદળા, સમુદ્ર, મૃદંગ અને સિંહ જેવો એનો અવાજ હોય છે. યાદદાસ્ત સારી હોય છે અને તે ખંતીલો હોય છે. તે વિનયવાળો હોય છે.તે બચપણમાં તે બહુ રો- રો કરતો નથી. તે લાલચુ હોતો નથી. એ કડવું, તીખું,તુરું, કોકરવરણું અને થોડું ખાય છે.આમ છતા બળવાન હોય છે એની આંખો ખુણામાં રાતી, ઘણી પાણીદાર, પહોળી અને ભરાવદાર પાંપણવાળી હોય છે. તેની કીકી કાળી હોય છે. તે ઓછાબોલો હોય છે. તેનો ક્રોધ અને ખાવું-પીવું ઓછા હોય છે. તેની આવરદા અને પૈસો ઘણા હોય છે. તે દીર્ઘદર્શી અને ઉદાર હોય છે. શ્રદ્ધાવાળો, ઠરેલ, ક્ષમાવાન, સંસ્કારી, બહુ નિરાતવાળો અને કદરદાન હોય છે.તે સરળ, સમજુ,સુંદર,શરમાળ, ગુરુભક્ત અને મૈત્રીમાં સ્થિર હોય છે. તેને સ્વપ્નમાં કમળ, પક્ષીઓની હાર, જળાશયો, અને વાદળા દેખાય છે.એ બ્રહ્મા, રુદ્ર, ઇન્દ્ર, વરુણ, ગરુડ, ઐરાવત હાથી, સિંહ, ઘોડા અનેઆખલા જેવો હોય છે. 

Advertisements

પિત્ત પ્રકૃતિ

પિત એટલે અગ્નિ. પિત્ત અગ્નિમાંથી ઉત્પન્ન થયેલું છે. પિત્ત પ્રકૃતિવાળાને બહુ જ ભૂખ અને તરસ લાગે છે. તેનું શરીર ગોરું અને ગરમ હોય છે. હાથ પગ અને મોં તાંબા જેવા રંગનાં હોય છે. તેઓ શૂરવીર અને સ્વમાની હોય છે.તેેેના વાળ પીળચટ્ટા હોય છે અને રુવાટી ઓછી હોય છે. તેમને ફૂલની માળા, લેપ અને શણગાર ગમે છે. તેઓ સારા કામ કરે છે અને પવિત્ર હોય છે. આશ્રયે આવેલા ઉપર તેઓ લાગણી રાખે છે. વૈભવ, સાહસ, બુદ્ધિ અને બળવાન હોય છે. સંકટના સમયે શત્રુઓને પણ શરણ આપે છે. મગજની ગ્રહણ શક્તિ સારી હોય છે. એના સાંધા, બાંધો અને માંસ શિથિલ હોય છે. સ્ત્રીઓમાં અપ્રિય હોય છે તે ગળ્યું, તુરું, કડવું અને ઠંડુ ખાય છે. તેનાથી તાપ સહન થતો નથી.

તેને પરસેવો ખૂબ થાય છે અને પરસેવો દુર્ગંધ પણ મારે છે.તેને ઝાડા બહું થાય છે. તે બહુ ક્રોધ કરે છે, પાણી પીએ છે,બહુ ખાય છે અને ઈર્ષાળુ હોય છે. ઊંઘમાં કે સ્વપ્નમાં તે ખાખરો, ગરમાળો, અગ્નિ, ખરતા તારાનો, વીજળી, સૂર્ય અને દેવતાઓને જુએ છે. તેમની આંખો ઝીણી અને સ્થિર હોતી નથી. પાંપણો પાતળી અને થોડી હોય છે. તેમની આંખોને ઠંડક ગમે છે અને સૂર્યના તેજને લીધે તેની આંખો લાલ થઈ જાય છે.તેમનું આયુષ્ય મધ્યમ હોય છે, બળ પણ વધ્યા હોય છે. તે પંડિત હોય તેઓ ક્લેશથી દૂર રહે છે. વાઘ,રીંછ, વાંદરા, બિલાડી અને યક્ષના જેવો તેનો સ્વભાવ હોય છે.

વાત પ્રકૃતિ

વાત પ્રકૃતિ એટલે કે વાયુવાળી પ્રકૃતિ આ પ્રકૃતિ ધરાવનાર લોકોના વાળ તરડાયેલા અને ધૂળિયા રંગના હોય છે. તેમને ઠંડી ગમતી નથી. તેમની ધીરજ, યાદદાસ્ત, બુદ્ધિ, ક્રિયા, મૈત્રી, દૃષ્ટિ અને ગતિ અસ્થિર હોય છે તેઓ ખૂબ વાચાળ હોય છે. પિત્ત, આયુષ્ય અને બળ ઓછા હોય છે. તેઓ મૂંગા, તોતડા કે નાસ્તિક હોઈ શકે છે. તેઓ બહુ ખાય છે. વિલાસી સ્વભાવ ધરાવે છે. સંગીત, હાસ્ય, શિકાર અને તકરાર તેમને ગમે છે. ગળ્યું, ખાટું, ખારું અને ગરમ એમને ભાવે છે અને એની તેમની ઈચ્છા પણ થાય છે. તેમનું શરીર પાતળું અને લાંબું હોય છે એ મજબૂત બાંધાના હોતાં નથી. પોતાની ઇન્દ્રિયો પોતાને વશ હોતી નથી. તેઓ સુસંસ્કૃત પણ હોતા નથી સ્ત્રીઓને તેઓ ગમતા નથી તેમને સંતાન ઓછાં થાય છે એમની આંખ બરછટ, ડહોળી, ગોળ, અસુંદર અને મૃત વ્યક્તિ જેવી હોય છે અને ઊંઘતા હોય ત્યારે એની આંખો જાણે ઉઘાડી હોય એવું લાગે છે. સ્વપ્નમાં એ પર્વત ઉપર અને ઝાડ ઉપર તેમજ આકાશમાં ચડતા હોય તેવો અનુભવ થાય છે. તેઓ પુરુષાર્થી હોય છે અને ઈર્ષાથી ભરેલાં હોય છે તેમનો સ્વભાવ કૂતરા, શિયાળ, ઊંટ,ગીધ, ઉંદર અને કાગડા જેવો હોય છે.

પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર

નરસિહ મહેતા એ કહ્યું છે કે જ્યા વાદવિવાદ હોય ત્યાં પરમાત્મા ના હોય, આજકાલ T .V. પર ,વર્તમાનપત્રોમાં,વિવિધ પક્ષો વિશે ચર્ચા ચાલી રહી છે. શાળામાં શિક્ષકો ,બસમાં મુસાફરો પણ આ જ વાત કરે છે. સારી વાત છે કે લોકો જાગૃત બન્યા છે પણ ક્યારેક સંબંધ વણસી જાય તેટલી ઉગ્ર ચર્ચા કરે છે.

જો કે અમારી શાળામાં શિક્ષક મિત્રો વિવિધ પક્ષો વિશે ચર્ચા કરે ઝઘડે પણ સાથે ચા પીવે રીશેષ માં સાથે જામે પણ ખરાં.

અમે બે ચાર મિત્રો વિચારીએ કે બધા પક્ષો માં સારા સારા ઉમેદવારો પણ છે.પક્ષ વગર જ  આવા ઉમેદવાર પોતાની પ્રતિભા ને આધારે  ચુંટણી લડે અને મૂલ્ય ધરાવનારા આવા ચુટાયેલાં  ઉમેદવારોમાંથી જ સરકાર રચાય તો ? જેને જેને જે વિભાગ માં રસ હોય જે  વિકાસ કરે તેને તે ખાતું સોંપાય . હાલ માં તો શક્તિશાળી ઉમેદવારો ની શક્તિ એકબીજા પર આક્ષેપ કરવા માં વેડફાઈ છે અને દેશ ના લોકો પણ આ ચર્ચા માં સમય અને શક્તિ વેડફે છે.હજુ બે મહિના આવું ચાલશે .આ કરતા આ બધા દેશપ્રેમી નેતા ઓ એક થાય તો ચુંટણી માં ખર્ચાતા કેટલા નાણા બચી જાય ?કેટલો સમય બચે ?કેટલો દેશનો વિકાસ થાય ? શું બધા પક્ષ એક નહિ થાય ?આવું ક્યાં સુધી ચાલશે ?

જો બધા ની મંજિલ એક જ દેશ પ્રેમ છે તો …. एक मंजिल राही दो…….. फिर प्यार न कैसे हो …..फिर प्यार न कैसे हो ….

મને તો આ ગીત યાદ આવે છે ..
જે રીતે ગ્રામ પંચાયત સમરસ બને તે રીતે ધારાસભામાં સમરસતા ના આવી શકે… આર્થિક,માનસિક,સામાજિક એમ અનેક રીતે લાભ થાય…

વિવિધ પક્ષોમાંથી સારા ઉમેદવારોની સરકાર ન રચી શકાય??

EVM માં સમરસનું બટન રાખવામાં આવે તો કેમ??

ઓખી


આજે ઓખી વાવાઝોડાની આફત ટળી.આ સાંભળીને થયું કે ગુજરાત પરથી મોટી મુશ્કેલી ગઈ.આવું અનેક વાર બન્યું છે 2000ની સાલમા અનેક ધરતીકંપ ભાવનગરમાં આવ્યા.રાત્રે પણ બધાને ડર લાગતો કે ઓચિંતો ધરતીકંપ નહીં આવે ને?

એ વખતે ભાવનગરમાં બધા વ્યક્તિ કહેતા કે કૃષ્ણકુમારસિંહજીને વરદાન છે કે ભાવનગરમાં આફત નહીં આવે..ખોડિયાર અને રુવાપરી માતા આ નગરનું રક્ષણ કરે છે.

મને ભાવનગરમાં ચાલતી સેવાકીય પ્રવૃતિઓથી થતું કે આ પુણ્યને કારણે બચાવ તો થશે જ.ઓખી વાવાઝોડામાં પણ કુદરતી બચાવ થયો.મને આપત્તિ વખતે કોઈક દૈનિકમાં લોગો છે તે યાદ આવે.ખાસ તો બીજું ચરણ…પછી ઘણા વખતે ખબર પડી કે આખો શ્લોક કયો છે..

શ્રીમદ્દ ભગવતગીતા બીજા અધ્યાય નો 40 મો શ્લોક 

नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते |

स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ||

કોઈપણ શરૂ થયેલ વસ્તુ એટલે કે બીજનો નાશ થતો નથી-કારણનો નાશ થતો નથી અને તેના માઠા પરિણામ પણ આવતા નથી. થોડું પણ ધર્મ -ફરજનું પાલન કર્યું હોય તો મોટા ભયમાંથી બચાવે છે..ઓખી વાવાઝોડાની બાબત પણ આ જ સૂચવે છે.ભાવનગરની માનવતા પ્રેમી અને અહિંસક ગુજરાતી બચી ગયા..

ગીતા જયન્તી

આજે માગશર સુદ ૧૧ ના રોજ ગીતા જયંતી ઉજવાય છે. श्रीमता भगवता गीता શ્રીમાન ભગવાન કૃષ્ણ દ્વારા ગવાયેલ તે ગીતા. ‘ગીતા’ શબ્દ સંસ્કૃત ના ‘गै’ ધાતુ પરથી બનેલો છે. તેનો અર્થ થાય છે ‘ગાવું’. તેનું કર્મણી ભૂતકૃદંત નું રૂપ થાય ‘गीत’, એટલે કે જે ગવાયેલું છે તે. તેનું સ્ત્રીલિંગ બન્યું છે ‘गीता’.

‘गीता’ મહાભારત મહાકાવ્યના ભીષ્મ પર્વ ના ૨૫ થી ૪૨, એમ કુલ ૧૮ અધ્યાય માં જોવા મળે છે. મહાભારત ગ્રંથ વ્યાસ રચિત અને ગણપતિ દ્વારા લખાયેલો છે. મહાભારત નું મૂળ નામ ‘जय’ (૨૪૦૦૦ શ્લોકો) હતું. પછી સુત-શૌનક દ્વારા આ ગ્રંથ માં પ્રક્ષેપો થતા ‘भारत’ (૪૮૦૦૦ શ્લોકો) થયું. ત્યારબાદ વૈશંપાયન અને જન્મેજય ના સંવાદ રૂપે ‘महाभारत’ (૧૦૦૦૦૦ શ્લોકો) થયા.

ભગવદ્ ગીતા માં ૭૦૦ શ્લોકો જોવા મળે છે. આમાં પણ પ્રક્ષેપો થયા હોય તેવું લાગે છે કેમકે રણ મધ્યે ભગવાન શ્રી કૃષ્ણ ૭૦૦ શ્લોકો બોલે એ કેમ શક્ય બને? પરંતુ બીજા અધ્યાય માં ૧૧ માં શ્લોક થી ૫૩ માં શ્લોક સુધી જે સાંખ્ય યોગ રજૂ થયો છે એ જ મૂળભૂત ગીતા છે. જેમાં અર્જુન ને હિંમત અને માર્ગદર્શન અપાઈ ચુક્યા છે પરંતુ સામાન્ય જન સમાજ ને સમજાય એ માટે વળી શ્રી કૃષ્ણ – અર્જુન ના સંવાદ રૂપે પુનરાવર્તન પામ્યા છે. મૂળભૂત તો આત્મા અને શરીર વચ્ચે ભિન્નતા નું જ્ઞાન આ શ્લોકોમાં અપાઈ ચુક્યું છે. જેને સાંખ્ય દર્શન કહેવાય છે. આ જ્ઞાન થી જ મોહ નષ્ટ થઇ જાય છે.

ચર્પટપન્જરીકા સ્તોત્ર માં કહ્યું છે કે,

गेयं गीता नाम सहस्रं ध्येयं श्रीपति रुपमजस्रम |
नेयं सज्जन संगे चित्तम् देयं दीनजनाय च वित्तम्!

Appreciation

આજે શ્રી પી.એમ.સર્વોદય હાઈસ્કૂલમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શ્રી પી.જે.ભટ્ટી (આચાર્યશ્રી છોટાળા હાઈસ્કૂલ, કોળિયાક) અને અન્ય બે વિદ્યાર્થિની બહેનો જેઓ હાલ વિદેશમાં રહે છે જાગૃતિબેન ચાવડા અને પ્રિયદર્શનાબેન આ ત્રણે ય વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ સાથે શાળાના સંસ્મરણો વાગોળ્યા હતા.

તેઓએ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા અને શાળામાં દરેક વર્ગમાં  પ્રથમ આવનાર વિદ્યાર્થીઓ માટે પારિતોષિક રૂપે 4000 રૂપિયા રોકડ આપીને કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.