આજ નો સુવિચાર

આજ નો સુવિચાર

सम्पूर्ण कुम्भो न करोति शब्दं अर्धघटो घोषमुपेति नूनम् | विद्वान् कुलीनो न करोति गर्वं गुणैविहीना बहुजल्प यन्ति || આખો ભરેલો ઘડો અવાજ કરતો નથી ખરેખર તો અધૂરો ઘડો જ અવાજ કરે છે.વિદ્વાન અને કુલીન (ખાનદાન )માણસ ગર્વ કરતો નથી.ગુણ વગર ના જ બડબડાટ કરે છે.

આતપ સેવન ની ઋતુ

સામાન્ય રીતે ૧૪મી નવેમ્બર થી સૂર્ય વૃશ્ચિક રાશી માં પ્રવેશે ત્યાર થી જ તડકો ગમવા લાગે છે.તેથી જ આ શિયાળા ને આતપ સેવન ની ઋતુ કહે છે.સૂર્ય અખંડ ઉર્જા નો સ્રોત છે.પ્રત્યક્ષ ઈશ્વર છે. આ કુમળા તડકા ને સેવવાથી શરીરમાં શક્તિ નો સંચાર થાય છે.શરદી અને કફ રોગ નું શમન થાય છે. ચામડી ના રોગો દૂર થાય છે.હીરા રતન માણેક કહે છે કે બધા જ રોગો દૂર થાય છે સૂર્ય બધા ગ્રહો નો પિતા છે એટલે જ આપણે સુરજદાદા કહીએ છીએ ને ?તડકા સેવન થી જ અપાલા નો કુષ્ઠ રોગ દૂર થયો હતો.જો. . .જો દોડાદોડી માં તડકો સેવવાનું ભૂલાય ના જાય.                                                        सूर्यो आत्मा जगत तस्थुश्च | સૂર્ય ને જગત નો આત્મા કહ્યો છે.આત્મા વગર શરીર સંભવે નહિ તેમ જગત સૂર્ય વિના કેમ ચાલે ? ચૈતન્ય એ સૂર્ય નો ગુણ આત્મા નો પણ એ જ ગુણ જ્યોતિષ શાસ્ત્ર માં સૂર્ય ને પિતા, અસ્થિ (હાડકા )પર પ્રભાવ ધરાવનાર કહ્યો છે.૧૪ ઓકટોબર થી  ૧૪ નવેમ્બર સુધી જન્મેલા માટે સૂર્ય નબળો કહ્યો છે.તેમણે સૂર્યની પૂજા એટલેકે તડકો જરૂર સેવવો .કેલ્શિયમ ની ઉણપ ધરાવનાર તડકો સેવે તો તેમણે વિટામીન d તો મળે જ .કોઇપણ ઘા ને રૂઝ લાવવામાં તડકો ઓષધ છે.

Leave a comment