મીનાર્ક

મીન+અર્ક =મીનાર્ક.

આજે રાત્રે 11.43 મિનિટથી સૂર્ય મીનમાં પ્રવેશે છે.

અર્ક એટલે સૂર્ય.મીન રાશિમાં સૂર્યનો પ્રવેશ એટલે મીનાર્ક.14 માર્ચ થઈ 14 એપ્રિલ સુધી સૂર્ય મીન રાશિમાં રહે છે.

આ દરમિયાન લગ્નના મુહૂર્ત અપાતાં નથી,કારણકે સૂર્ય એ રાજા છે જે ગુરુના ઘરે એટલે કે મીન રાશિમાં પ્રવેશે છે.ગુરુ અધ્યાત્મનો કારક છે અને લગ્ન એ શુક્ર પ્રભાવી બાબત છે.શુક્રને ગુરુ શત્રુ ગ્રહ છે.શુક્ર દાનવોના ગુરુ અને ગુરુ બૃહસ્પતિ એ દેવોના ગુરુ.

આમ ગુરુના ઘરે સૂર્ય જાય ત્યારે શુક્રને લગતી બાબતો ના થઇ શકે.વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો આ ગાળામાં ઋતુ સંક્રમણ- બે ઋતુ થાય ત્યારે સંક્રામક ચેપી રોગો પણ થતા હોય છે.તેથી જ કમુહર્તા હશે એમ માની શકાય.

કેટલાક જ્યોતિષીને મતે નર્મદાની સામે કાંઠે આવેલ પ્રદેશમાં કમુહર્તા ના નડે.આની પાછળનું વૈજ્ઞાનિક તથ્ય એ છે કે ત્યાં આવી બે ઋતુની અસર નથી થતી.પરંતુ ગુજરાતમાં લગ્ન કાર્યોનો નિષેધ છે.મુંબઈમાં લગ્નો થતા હોય છે.

આ ગાળામાં આધ્યાત્મિક શુબ કાર્યોમાં બાધ નથી યજ્ઞોપવિત થઈ શકે.બીજા પણ આધ્યાત્મિક કાર્યોમાં વાંધો નહીં.

આ સૂર્ય મેષ રાશિ માટે બારમે-વ્યય ભાવમાં, સિંહ રાશિને આઠમે-આયુષ્ય અને વારસાગત સ્થાને અને તુલા રાશિને છઠ્ઠે રોગ -શત્રુ સ્થાનમાં રહેશે.

આ રાશિવાળાએ સૂર્યની પૂજા, અર્ચન, અર્ધ્ય અને

ૐ હ્રામ્ હ્રીમ્ હ્રૌમ્ સ:સૂર્યાય નમ: |

મંત્ર બોલવો જૉઈએ.આ મંત્ર નાભિમાંથી બોલવાથી સૂર્યનું બળ વધે છે.સૂર્ય અસ્થિ-હાડકા,પિતા,રાજકીય બાબતો,ઔષધીય બાબતો-મેડિકલ ક્ષેત્રને પ્રભાવિત કરે છે.

Advertisements

સૂર્ય

સૂર્ય જગતનો આત્મા.

આદિત્ય,ભાનુ,ભાસ્કર,મિત્ર,રવિ વિવિધ નામોથી પ્રચલિત પ્રત્યક્ષ દેવ.
જગત તેનું શરીર.
શરીરમાં અસ્થિ પર તેનું પ્રભુત્વ, પિતાનો કારક,આજીવિકા તેમજ સરકારી ક્ષેત્રો ઉપર પ્રભાવ મેષ રાશિમાં જ્યારે સૂર્ય શુભ બને ત્યારે ઉપરોક્ત બાબતનો લાભ અને અશુભ બને ત્યારે ગેરલાભ તુલાનો સૂર્ય થવાના કારણે તે નીચ રાશિનો બને છે.
આપણાથી તેજસ્વીની ઈર્ષા કરવી,કોઈની આજીવિકા પર તરાપ મારવી,કોઈનું પદ છીનવવું..આક્ષેપો કરી સારા માણસને સત્તા ભ્રષ્ટ કરવા જેવા નીચ કર્મથી અસ્થિને લાગતા રોગો થાય છે.જઘન્ય કર્મોથી જ હાડકાનું કેન્સર થતું હોય છે. આથી ઉલટું તેજસ્વીની પ્રશંસા કરવી તેમને મદદ કરવાથી આવા દુઃખોથી બચી શકાય છે.

શનિદેવ-દશ નામ

કોણસ્થ પિંગલો બભૃ કૃશ્ણો રોદ્રૌન્તકો યમ:!
શનિ શનૈશ્ચરઃ મન્દ: પિપ્લાદેન સંસ્મૃત:!!

કોણસ્થ-ખૂણામાં રહેલ.
પિંગલો-ભૂરા રંગની આંખોવાળા.
બભૃ -ભૂરો વાન
કૃષ્ણ -થોડા તડકાને કારણે શ્યામ.
રૌદ્ર -ભયંકર.
અંતક-અંત લાવનાર
યમ-ન્યાય કરનારા.
સૌરી -સૂર્યપૂત્ર
શનૈશ્ચરઃ -ધીમે ચાલનારા.
મંદ-ધીમી ગતિએ ન્યાય આપનાર.
આ દશ નામ પિપ્લાદ નામના મુનિ એ કહ્યા છે.

વાર દોષ…

વારદોષ નિવૃત્તિ પરિહાર

રવિવાર -શીખન્ડ અથવા દહીં
સોમવારે-દૂધપાક અથવા દૂધની વાનગીઓ
મંગળવાર-લાપસી,ગોળ
બુધવાર-મિષ્ટ પદાર્થ
ગુરુવાર-દહીંની વાનગીઓ
શુક્રવાર-ફક્ત સાદું દૂધ
શનિવાર-તલની વાનગીઓ, વાવડિંગ.
આ પદાર્થો લેવાથી વારદોષ લાગતો નથી.

ચન્દ્ર

સોમ એટલે ચંદ્ર.

 ચન્દ્રપ્રધાન વ્યક્તિઓને ઓળખવી સહેલી હોય છે. ગોરી અને તેજસ્વી વ્યક્તિને તમે ચન્દ્રપ્રધાન વ્યક્તિ કહી શકો. 

હા, એટલું ખરું ગોરા અને ધોળા વચ્ચે ફેર છે. ગોરી વ્યક્તિઓમાં લાલાશ હોય છે જ્યારે ધોળી વ્યક્તિ ફીકી હોય છે. બંનેને આપણે રૂપાળા કહીએ છીએ. ખાસ કરીને નાગર લોકો ગોરા હોય છે.તે ગ્રીક થી આવેલી જાતિ છે,એમ માનવામાં આવે છે.આ પ્રજાની ચામડી ઓલિવ ઓઈલ જેવી હોય છે. જ્યારે લોહાણા જ્ઞાતિમાં ચામડીનો રંગ ગોરા કરતાં ધોળો વધારે હોય છે.

 ચન્દ્રપ્રધાન વ્યક્તિની બીજી લાક્ષણિકતા એ લાગણીશીલતા છે. ચંદ્ર નો પ્રભાવ દૂધ અને પાણી ઉપર હોય છે. દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા કે પાણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ચન્દ્રપ્રધાન સમજવા. 

આપણે ત્યાં ગ્રામ્ય પ્રજામાં કહેવત છે કે મા મોયો -માતા જેવા મુખાકૃતિ ધરાવનાર પુત્ર અને બાપ મોયી પુત્રી -પિતા જેવી મુખાકૃતિ ધરાવનાર પુત્રી  જીવનમાં ભાગ્યશાળી હોય છે.

 માતાનું સુખ ચંદ્ર આધારિત છે. જેમની કુંડળીમાં ચંદ્ર સારો હોય તેની માતા તરફથી ખૂબ લાભ પ્રાપ્ત થતા હોય છે. જ્યારે પિતાનું સુખ સૂર્ય આધારિત હોય છે. જેનો સૂર્ય બળવાન હોય તેને પિતા તરફથી સારા લાભ મળતાં હોય છે. ચંદ્ર પ્રધાન વ્યક્તિને મા પ્રત્યે વિશેષ લાગણી હોય છે. ચંદ્રને સ્ત્રી ગ્રહ કહયો છે. પરંતુ ખરેખર ચન્દ્રપ્રધાન વ્યક્તિ લાગણીશીલ હોય છે પણ સત્રૈણ હોતી નથી,કેમ કે ચંદ્ર વીર પુરુષ હતો. હા, એટલું ખરું કે કોમળ અને શીતળ છે. 

ચન્દ્રપ્રધાન વ્યક્તિ માતા તરફથી આકાર અને દેખાવ મળે છે. જ્યારે સૂર્યપ્રધાન વ્યક્તિમાં પિતા તરફથી આકાર મળે છે. જ્યારે વ્યક્તિનો દેખાવ માતા પર આધારિત હોય તો તેનામા લાગણીશીલતા અધિક જોવા મળશે અને તેથી તેની તે અંગેની ખોટ પૂરી થશે. જ્યારે દીકરીમાં પિતાના ગુણો હોય તો તે અંગેની ખોટ પૂરી થશે. આમ માતા પર ઉતર્યો હોય તેવો પુત્ર જીવનમાં વધુ સફળ થઈ શકે.

 જ્યારે ક્ષીણ ચન્દ્ર હોય ત્યારે બાલ્યાવસ્થામાં શરદી અને કફની તકલીફ વિશેષ રહે છે. આવી વ્યક્તિને ફેફસાંના રોગો થાય છે, તેનું કારણ ચંદ્ર ચોથા સ્થાનનો કારક ગણાય છે. 

ચોથુ સ્થાન એટલે સુખ સ્થાન બળવાન ચંદ્ર હૃદય અને ફેફસાંને બળવાન બનાવે છે જ્યારે નબળો ચંદ્ર ફેફસાં અને હૃદયને રોગીષ્ટ બનાવે છે. ચંદ્ર ની સારી સ્થિતિ કુંડળીમાં હોય તો તેવી વ્યક્તિ માતા, મકાન, વાહન, હૃદય અને મનને લાગતી બાબતોનું સુખ મેળવે છે. ચંદ્ર મનમાંથી જન્મ્યો છે ચંદ્રમાં મનસો જાત:! એટલેકે ચંદ્રએ મન છે. 

બધા ગ્રહોમાં ચંદ્રની ગતિ ઝડપી છે તે 54 કલાકમાં જ એક રાશિ પસાર કરી લે છે. જ્યારે બીજા બધા ગ્રહોને એક રાશિ પસાર કરતા વધારે સમય લાગે છે.આમ ચંદ્ર ચંચળ છે. ચંદ્ર 12.5 અંશ ચાલે ત્યારે 1  તિથિ કહેવાય છે. ચન્દ્રપ્રધાન વ્યક્તિ ખૂબ ચંચળ હોય છે. વૃષભ રાશિમાં ઉચ્ચનો બને છે. કર્ક રાશિમાં સ્વગૃહી બને છે અને વૃશ્ચિક રાશિમાં નીચનો બને છે. સાથે-સાથે ચંદ્ર કુંડળીમાં કયા સ્થાનમાં છે તે પણ ફળાદેશ કરનાર વ્યક્તિ એ ધ્યાનમાં રાખવું જોઈએ.

 જ્યારે કુંડળીમાં ચંદ્ર નબળો એટલે કે વૃશ્ચિક રાશિમાં હોય અને 6,8 કે 12માં સ્થાનમાં  હોય તો તેની માતાની તબિયત નરમ-ગરમ રહે છે, ફેફસાંની તકલીફ રહે છે, શરદી અને સળેખમ જેવા  રોગો થાય છે. આ માટે ઉત્તમ ઉપાય છે શિવની પૂજા અને ચંદ્રનું નંગ મોતી ધારણ કરવાથી પણ આ પીડા હળવી બની શકે છે.તેનું કારણ મોતીમાંથી થતું ‘રેડિયેશન’ છે જો ચંદ્ર નબળો હોય તો એ સમજવું જોઈએ કે આપણે પાણીની બાબતમાં અને દૂધની બાબતમાં ગોલમાલ ન કરવી. 

ચંદ્ર નો પ્રભાવ પાણી અને દૂધ ઉપર હોવાથી આવી બાબતોમાં પ્રામાણિકતા રાખવી જોઈએ. જ્યારે પાણી અને દૂધ દૂષિત થાય,મૂલ્યો ના જળવાય ત્યારે ચંદ્રનો પ્રભાવ સ્ત્રીઓ ઉપર હોવાથી ઘરની સ્ત્રીઓ દુઃખી થાય છે. મન સ્થિર રહેતું નથી. મનને લગતા રોગો થાય છે. 

પાણી અને દૂધની બાબત પ્રામાણિકતા જાળવવાથી સ્ત્રી,મન,મકાન અને વાહનનું સુખ મળે છે. ચન્દ્રપ્રધાન વ્યક્તિની દૂધ અને પાણી ને લગતા વ્યવસાયો, ચંદ્ર ચંચળ હોવાથી ટ્રાવેલ્સની લગતા વ્યવસાય, આઇસક્રીમ અને દૂધની બનાવટોનો વ્યવસાય વધુ અનુકૂળ આવે છે. 

દૂધ એ માનવ જીવનની જરૂરિયાત છે જો તે શુદ્ધ રાખવાને બદલે અશુદ્ધ બનાવાય તો આવી ભેળસેળ કે ચોરી કરનાર રોગિષ્ઠ બને છે. આવા લોકોને કુષ્ઠ રોગ થઈ શકે છે. દૂધ અને પાણી અણહક્કના આવે તો તે સંબંધી રોગો થઈ શકે છે, મુસાફરીમાં વિઘ્નો આવે છે અને ચામડીને લગતા દર્દ પણ થઇ શકે છે, સંતાન મંદબુદ્ધિ થઈ શકે છે.ચંદ્રને ખુશ કરવા પાણી અને દૂધનું દાન કરવું જોઈએ.

ૐ શ્રામ્ શ્રીમ્ શ્રૌમ્ સ:ચન્દ્રાય નમ:!..જપ કરવો.

ઉદય અને અસ્ત

ઉગવું અને આથમવું પ્રકૃતિની સામાન્ય પ્રક્રિયા છે. સૂર્ય નો રોજ ઉદય થાય અને અસ્ત થાય. ચંદ્રનો પણ રોજ ઉદય થાય અને અસ્ત થાય. દરેક ગ્રહ ચોક્કસ સમયે ઉદય અને અસ્ત પામ્યા કરે છે.

 ખાસ કરીને ગ્રહ મંડળનો રાજા સૂર્ય જ્યારે કોઈ ગ્રહ સાથે આવે ત્યારે તે ગ્રહ અસ્તનો બની જાય છે. જેવી રીતે પુત્રનું વર્ચસ્વ હોવા છતાં પિતાની હાજરીમાં તે મૌન બની જાય છે, વર્ગખંડમાં પણ મોનિટર નું વર્ચસ્વ હોય,પરંતુ શિક્ષક આવતા તે શાંત બેસી જાય છે.વર્ગમાં આચાર્ય પ્રવેશે ત્યારે શિક્ષક પણ શિસ્તબદ્ધ ઊભા રહે અને મૌન રહે છે. ગ્રહમંડળમાં પણ જ્યારે કોઈપણ ગ્રહની યુતિ સૂર્ય સાથે થાય ત્યારે તે ગ્રહ શાંત બની જાય છે.

 ૯મી ડિસેમ્બર થી શનિ અસ્તનો થયો હતો કેમકે સૂર્ય સાથે તેની યુતિ થઈ હતી.જ્યારે ગ્રહ અસ્તનો થાય ત્યારે તે શાંત બની જાય છે,ફળ આપે નહીં. અહીં શનિ તેના પિતા સૂર્ય ધન રાશિમાં પ્રવેશતા તેનો અસ્ત થયો હતો. હવે આવતીકાલે ચોથી ડિસેમ્બરથી શનિનો ઉદય થશે. આટલો વખત તેણે ફળ આપ્યું નહીં. પરંતુ હવે ન્યાયનો દેવ શનિ ફળ આપવા લાગશે. ગુરુના ઘરમાં રહેતો શનિ ન્યાયની પ્રક્રિયા ને ઉત્તમ બનાવી દેશે શનિના ઉદય વખતે સૂર્ય પુત્ર શનિદેવને નમસ્કાર..

સૂર્યપુત્ર શનૈશ્ચરઃપ્રસન્નો અસ્તુ!

Venus

શુક્ર

જો કોઈ તમને આકર્ષક વ્યક્તિત્વ જોવા મળે તો તેને શુક્રપ્રધાન વ્યક્તિત્વ સમજવી. શુક્રપ્રધાન વ્યક્તિ દરેક વ્યક્તિનું ધ્યાન ખેંચી શકે છે. 

વ્યક્તિ તેને જોવા માટે 90 અંશ સુધી ડોક વાળી દે છે.કેમકે આવી વ્યક્તિઓનો ચહેરો ખૂબ આકર્ષક હોય છે. આવી વ્યક્તિ સંગીત, ચિત્ર, નૃત્ય અને શૃંગાર સાહિત્યમાં રસ ધરાવે છે. તેમને સામાજિકતા વધુ ગમે છે. વિલાસીપણું તેનો સ્વભાવ હોય છે.ઉંડી આધ્યાત્મિકતા પણ ધરાવે છે. જે કામ હાથ પર લે છે તે પૂરું ન થાય ત્યાં સુધી તેને શાંતિ થતી નથી.મહેનતુ હોવાની સાથે-સાથે કામ પૂરું થાય પછી આળસુ બની જાય છે.

 મોજમજા અને વિલાસ આ તેમનો સ્વભાવ હોય છે તુલા(7) અને વૃષભ(2)એ તેની સ્વગૃહી રાશિ છે જ્યારે મીન (12)રાશિમાં શુક્ર ઉચ્ચનો બને છે. ઉચ્ચનો શુક્ર કલામાં અભિરુચિ આપે છે. જ્યારે કન્યા (6) રાશિમાં નીચસ્થ શુક્ર વિલાસી બનાવે છે.નીચસ્થ રહેલી રાશિમાં રહેલો શુક્ર જાતીય રોગો અને વ્યસનો આપે છે.

 દેવોના ગુરુ શુક્રાચાર્ય એ જ શુક્ર. ભગવાન વિષ્ણુએ વામન અવતાર વખતે જ્યારે બલિરાજા દાનનો સંકલ્પ કરતાં હતાં ત્યારે  તેઓ  સંકલ્પની ઝારીના નાળચામાં  સંતાયેલા  ત્યારે વિષ્ણુએ  સળી દ્વારા  તેમની એક  ફોડી હતી.  તેથી  શુક્રપ્રધાન વ્યક્તિઓની આંખ પણ  નબળી હોઈ શકે  છે.

 શુક્રપ્રધાન વ્યક્તિઓ  સંમોહન કરી શકે છે  તેઓ  સાધના કરી શકે છે  કેમકે શુક્રાચાર્યએ  સંજીવની મંત્ર સિદ્ધ કર્યો હતો  તંત્રશાસ્ત્ર તેઓ સારી પ્રગતિ કરી શકે. ફિલ્મલાઈનમાં તેઓ જઇ શકે છે અને ખૂબ પ્રસિદ્ધિ મેળવે છે.  પરંતુ યુવાવસ્થા પૂરી થતાં  તેઓ  નિરાશ બની જાય છે.  આ હતાશા જ  તેમને  વ્યસન  અને  જુગાર તરફ લઈ જાય છે.

શુક્રાચાર્ય દાનવોના ગુરુ છે અને રાહુ તેમનો શિષ્ય છે.રાહુને જ્યોતિષ શાસ્ત્રમાં સર્પ કહ્યો છે.સર્પનું મુખ રાહુ અને કેતુને સર્પની પૂંછડી કહી છે.રાહુ અને કેતુ નબળા હોય તો કે ચન્દ્ર સાથે યુતિ હોય તો શુક્રની સાધના એટલે કે કલા શીખવી જોઈએ.કળાની સાધના કરવાથી દયાનની પ્રક્રિયા તેજ બને છે.અને ચંદ્ર એટલે કે મન બળવાન બને છે.

કેતુ એટલે ધ્વજા કેતુ મનને ચંચળ બનાવે છે.જો શુક્ર -કળાની સાધના કરવામાં આવે તો કેતુને કારણે આવેલ ચંચળતા દૂર થાય છે.

રાહુ પણ સારો બુધ પણ તેનો મિત્ર છે.રાહુ અને શુક્ર બળવાન હોય તો દરિયા કિનારે કે ભૌતિક સુખ સગવડ હોય તેવા દેશોમાં ભાગ્યોન્નતિ થાય છે.ફિલ્મ ઇન્ડસ્ટ્રી દરિયા કિનારે વિકસિત થયેલી જોવા મળે છે.

રાહુ,કેતુ શુક્રાચાર્યના શિષ્યો છે.તેથી કેટલાક લોકો મોજશોખમાં રત હોવાથી શુક્ર ખુશ થાય છે.પરંતુ શુક્ર પ્રધાન વ્યક્તિની યુવાવસ્થા સુખમય અને વૃદ્ધાવસ્થા દુઃખમય હોય છે.

શેર બજાર ,સૌંદર્ય પ્રસાધનોનો વ્યવસાય કે ફેકટરી,બ્યુટીપાર્લર,ફાસ્ટફૂડ પાર્લર,ટ્રાવેલ્સ,નોવેલ્ટી જેવા વ્યવસાય તેમના ક્ષેત્ર કહેવાય.