વાત પ્રકૃતિ

વાત પ્રકૃતિ એટલે કે વાયુવાળી પ્રકૃતિ આ પ્રકૃતિ ધરાવનાર લોકોના વાળ તરડાયેલા અને ધૂળિયા રંગના હોય છે. તેમને ઠંડી ગમતી નથી. તેમની ધીરજ, યાદદાસ્ત, બુદ્ધિ, ક્રિયા, મૈત્રી, દૃષ્ટિ અને ગતિ અસ્થિર હોય છે તેઓ ખૂબ વાચાળ હોય છે. પિત્ત, આયુષ્ય અને બળ ઓછા હોય છે. તેઓ મૂંગા, તોતડા કે નાસ્તિક હોઈ શકે છે. તેઓ બહુ ખાય છે. વિલાસી સ્વભાવ ધરાવે છે. સંગીત, હાસ્ય, શિકાર અને તકરાર તેમને ગમે છે. ગળ્યું, ખાટું, ખારું અને ગરમ એમને ભાવે છે અને એની તેમની ઈચ્છા પણ થાય છે. તેમનું શરીર પાતળું અને લાંબું હોય છે એ મજબૂત બાંધાના હોતાં નથી. પોતાની ઇન્દ્રિયો પોતાને વશ હોતી નથી. તેઓ સુસંસ્કૃત પણ હોતા નથી સ્ત્રીઓને તેઓ ગમતા નથી તેમને સંતાન ઓછાં થાય છે એમની આંખ બરછટ, ડહોળી, ગોળ, અસુંદર અને મૃત વ્યક્તિ જેવી હોય છે અને ઊંઘતા હોય ત્યારે એની આંખો જાણે ઉઘાડી હોય એવું લાગે છે. સ્વપ્નમાં એ પર્વત ઉપર અને ઝાડ ઉપર તેમજ આકાશમાં ચડતા હોય તેવો અનુભવ થાય છે. તેઓ પુરુષાર્થી હોય છે અને ઈર્ષાથી ભરેલાં હોય છે તેમનો સ્વભાવ કૂતરા, શિયાળ, ઊંટ,ગીધ, ઉંદર અને કાગડા જેવો હોય છે.

Leave a comment