Question About Donation

દાન કોને આપવું જોઈએ ?
દાન યોગ્ય પાત્રને આપવું.
દાનને યોગ્ય પાત્ર કોણ?
ભૂખ્યા,તરસ્યા,વસ્ત્રવિહિન,રોગી,આર્ત,અનાથ અને ભયભીત પ્રાણીઓને અન્ન,જળ,વસ્ત્ર,આજીવિકા માટે ધન,ઔષધ,આશ્વાસન,આશ્રય અને અભયદાન આપવું.દાનને પાત્ર બીજા લોકો જેવા કે શ્રેષ્ઠ આચરણવાળા વ્યક્તિઓ,બ્રહ્મચારી-વિદ્યા પ્રાપ્ત કરનાર,વાનપ્રસ્થીઓ અને સંન્યાસીઓ તેમ જ સેવાવ્રતીઓને દાન આપવું.

કલેશપૂર્વકનું દાન એટલે કેવું?

જે દાન ધરણા કરવાથી,જીદ કરવાથી કે ભય દેખાડવાથી અથવા પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી વ્યક્તિના દબાણને વશ થઈને,વગર ઈચ્છાએ મનમાં વિષાદ અને દુઃખ અનુભવતાં નિરુપાય થઈને જે દાન આપવામાં આવે તેને કલેશપૂર્વકનું દાન કહે છે.

સાત્વિક દાન કોને કહેવાય?

“દાન આપવું જોઈએ”એવી કર્તવ્ય ભાવનાથી અને યોગ્ય દેશ અને યોગ્ય પાત્ર જોઇને,ઉપકાર કર્યાની ભાવના વગર,પ્રત્યુપકારની અપેક્ષા વગર,નિસ્વાર્થભાવે આપવામાં આવે તે સાત્વિક દાન.

રાજસી દાન કોને કહેવાય?

જે દાન કલેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષા સાથે (દાનના બદલામાં સંસારિક કાર્યની સિદ્ધિ માટે)ફળને દ્રષ્ટિમાં રાખીને (માન,પ્રતિષ્ઠા અને સ્વર્ગ આદિની પ્રાપ્તિ કે રોગ નિવૃત્તિ માટે)કરવામાં આવતું દાન રાજસી છે.

તામસી દાન કોને કહેવાય?

દાન લેનારનો સત્કાર કર્યાં વગર તિરસ્કાર પૂર્વક અયોગ્ય દેશ કાળમાં કુપાત્રને (ઢોંગી,ધુતારા,હિંસા આચરનારા,બીજાની નિંદા કરનાર અને બીજાની જીવિકા પર તરાપ મારનાર,સ્વાર્થ સાધનાર,બનાવટી વિનય દેખાડનાર મદ્ય માંસ-અભક્ષ્ય ખાનાર,ચોરી,વ્યભિચારી જેવા કર્મ કરનાર ઠગ, જુગારી,નાસ્તિક) દાન એ તામસી દાન છે.

Makarsankranti -Dan

મકર સંક્રાંતિ અને દાન
દાન શબ્દ दा ધાતુ પરથી બનેલો છે 3 જા ગણનો આ ધાતુ છે “આપવું”એવો તેનો અર્થ થાય તેને यच्छ એવો આદેશ થઈને પણ ક્રિયાપદના રૂપો બને છે.મકર સક્રાંતિ એ દાન કરવાનો એમાય તલ, શીંગ વગેરે ના દાનનો મહિમા છે આમ કેમ ?વળી, ગુપ્ત દાન નો મહિમા પણ છે શા માટે?
મને લાગે છે કે આને કારણે સમાજમાં સમત્વ આવે તેવો ઉદ્દેશ છે જે સમાજમાં મૂડીવાદ અને ગરીબી એવા બે મોટા ભાગ હોય તે ક્યારે ય સુખી ના થઈ શકે આવી આર્થિક અસમાનતા ક્યારેય સમાજ ને વિકસાવી ના શકે.
આ માટે જ દાન કરવું જરૂરી છે અને ગુપ્ત એટલા માટે કે દાન લેનાર ને હીનતા કે લઘુતાની લાગણી ના જન્મે કેવો સરસ ખ્યાલ સામે દાન લેનારની લાગણીનો પણ રાખ્યો છે હીનતા કે લઘુતા ની લાગણી પણ સમાજમાં ગુનાખોરી વધારે છે માનસિક રીતે તંદુરસ્ત સમાજ માટે આ જરૂરી છે સંસ્કૃત ભાષા માં તેલ માટે સ્નેહ શબ્દ છે એટલે સ્નેહ સાથે આપવું સમાજ ને રુક્ષ થતો માનવીને લાગણીહીન થતો અટકાવવો હોય તો તલ શીગ જેવા સ્નેહલ દ્રવ્યોનું સામે વાળા ની લાગણી ના ઘવાય તેમ આપવું.
પહેલા તલના લાડુમાં સોનું છૂપાવી ને રાજા દાન કરતા લોકો રૂપિયો અંદર મૂકીને દાન કરતા.હવે તો લાડવા વેચાતા લઈને દાન કરે છે એમાં સ્નેહ ક્યાંથી હોય?લોકો આ લાડુ જાતે-પોતે બનાવતા આ લાડુ બનાવતા બનાવતા ગરમ ગોળ હાથમાં અડી જતો હાથ લાલ થી જતા પણ પ્રેમ થી બનાવાતા અને પ્રેમથી દાન પણ થતું એટલે જ લાગણીશીલ સમાજ નું નિર્માણ થઈ શકે.
જો કે આજે પણ લોકો ધન દાન ને બદલે રક્તદાન અન્નદાન સમયદાન (આજના સમય માં મોટું દાન )કરે છે.મૃત્યુ બાદ નેત્રદાન અને દેહદાન પણ આજે લોકો કરે છે.અન્નદાન શ્રેષ્ઠ દાન છે તેથી સંત જલારામબાપા એ કહ્યું છે કે “જ્યાં રોટી નો ટૂકડો ત્યાં હરિ ઢૂંકડો.”