Svacchhta Abhiyan

સ્વચ્છતા અભિયાન
બીજી ઓક્ટોબર થી સમગ્ર ભારતમાં  સ્વચ્છતા અભિયાન શરુ થયું એ આવકાર્ય બાબત છે દરેક યાત્રાધામમાં જઈએ ત્યાં સમૂહ ભેગો થાય છે અને આ યાત્રાળુઓ દ્વારા ગંદકી થાય છે.ત્રણ માસ પહેલા હરદ્વાર,ગોકુળ, મથુરા,આગ્રા અને દિલ્હી જવાનું થયું.એમાં અક્ષરધામમાં સ્વચ્છતા અને સૌન્દર્યના દર્શન થયા અને તાજમહાલ માં પ્રવેશ્યાં ત્યારે વરસાદ શરુ થયો પગ ગારાવાળા હતા અમને પગમાં પહેરી શકાય તેવી થેલીઓ આપવામાં આવી પછી જ પ્રવેશ મળ્યો ટિકિટની સામે સુવિધા પણ મળી અને ભવ્ય ઈમારતનું સૌંદર્ય પણ જળવાયું.આ સરકારી વ્યવસ્થા અને નિયમો જળવાય છે લોકો આપમેળે આ નથી કરતાં.
ગોકુળમાં પ્રવેશતાં થયું કે આ કૃષ્ણની જન્મભૂમિ.તુરતજ થયું કે નહી જન્મભૂમિ તો મથુરા આ તો યોગમાયા ની જન્મભૂમિ.અહી એમ થયું કે આટલા બધા યાત્રાળુ આવે છે તેમની પાસે થી ટિકિટ કે વેરો લઈને સ્વચ્છતા જાળવવી એવું વહીવટીતંત્ર કરે એ લોકોને ના ગમે તે મંદિરમાં ઘણા પૈસા આપે પણ સ્વચ્છતા નથી જળવાતી ત્યારે એમ થયું કે અહી સ્વચ્છતા અભિયાન થાય અને ભક્તો સ્વૈચ્છિક રીતે જ કચરો ના કરે અને થયો હોય તો પણ તેને દૂર કરે તો એ ભક્તિ નથી શું ?  ભગવાનને પગે લાગવું, ભક્તિ કરવી પાઠ કરવો,ભોજન અને બાળકોને જમાડવા બટુકભોજન કરાવવું એ તો સારી બાબત છે જ પણ મંદિર પાસે કે મંદિર માં ગંદકી ના થવા દેવી એ પણ સેવ્ય ભક્તિનો જ પ્રકાર છે.
આંનદશંકર ધ્રુવ નો એક પાઠ ઘણા વર્ષો પહેલા ભણાવેલો એમાં મીરાંબાઈ એ સેવા ભક્તિ નું સુંદર સ્વપ્ન રજૂ કર્યું છે,
હે હરિ,તમારા માટે હું સુંદર બાગ બનાવીશ,આ બાગમાં સુંદર કુંજ અને મંડપ બનાવીશ તેમાં વચ્ચે વચ્ચે બારી રાખીશ અને તેમાંથી શ્યામ ના દર્શન કરીશ.
हरी हरी में कुञ्ज बनाऊ बिच बिच राखु बारी,
सावंरिया के दर्शन पांसु पहन कुसुंभी सारी |
આમ “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”અને સ્વચ્છતા પ્રભુને ગમે છે એટલે જ સવારમાં ઝાકળ દ્વારા પવન દ્વારા વરસાદ દ્વારા ભગવાન પણ આ સૃષ્ટિ ને સ્વચ્છ રાખે છે અરે| કેદારનાથમાં હોનારત થઇ ત્યારે પણ વિચાર ઘણાને આવ્યો હશે કે ભગવાને બધું કુદરતી હતું તેવું જ કરી નાખ્યું.કદાચ પાર્વતીજી ખીજાયા હશે કે “અહીં મારે પણ મારું ઘર ચોખ્ખું રાખવું કે નહી.”અને કેદારનાથ ચોખ્ખું કર્યું.જે હોય તે પણ કુદરત વાવાઝોડું કે ધરતીકંપ જેને આપણે ભલે કુદરતનો પ્રકોપ કહીએ પણ ખરેખર તો સ્વચ્છતા અભિયાન જ છે પણ કુદરત દ્વારા થયેલું.
જયારે શરીર મન કે અન્ય અસ્વચ્છતા ફેલાય ત્યારે અને મૂલ્યોનો હ્રાસ થાય ત્યારે કુદરત પણ ઝાડું લઈને દુનિયાને સ્વચ્છ બનાવે છે.ગાંધીજી એ જે આંતર અને બાહ્ય શુદ્ધિ ની વાત કરી છે અને ભગવતગીતામાં સોળમા અધ્યાયમાં  જેને “શૌચ”દૈવી સંપત્તિ નો સાદ ગુણ કહ્યો છે અને તત્ત્વજ્ઞાન જેને “સુંદર” મૂલ્ય ની આરાધના કહે છે સત્યમ શિવમ અને સુન્દરમ એ ત્રણ શાશ્વત મૂલ્યો છે એમાં આ સ્વચ્છતા- સુંદરતા નું આરાધન અભિનેતાઓ -રમતવીરો-સમાજસેવકો કરે છે તેના દ્વારા પણ ઈશ્વર પ્રાપ્ત થાય..ચાલો, “work is worship”માનીને આપણે પણ વાતો કરવાને બદલે આ અભિયાનમાં જોડાઈએ.
કૃષ્ણે કહ્યું છે કે,
यद् यद् आचरति श्रेष्ठ तद तद एव इतर जना:|
લોકો શ્રષ્ઠ માણસો મોટાને અનુસરે છે બાળકોને કે વિદ્યાર્થી ને સારી ટેવ પાડવા શિક્ષકો અને માતા-પિતા એ જ પહેલ કરવી પડશે.