Durga Saptshati


આજે ચૈત્ર સુદ અષ્ટમી.
આજે આદ્યશક્તિના યજ્ઞ અને અર્ચનાનું પર્વ.ક્યાંક દૂર દુર્ગા સપ્તશતીનો ચોથો અધ્યાય શક્રાદિ સ્તુતિ સંભળાઈ છે.આ શક્રાદિ એટલે શક્રાદય.જેમાં શક્ર એટલે ઇન્દ્ર આદિ-પહેલા છે તેવી સ્તુતિ.
મહિષાસુરનું મર્દન થયું -હણાયો અને ઇન્દ્ર વગેરે દેવોએ રાજી થઈને માતાજીની સ્તુતિ કરી તેને શક્રાદિ સ્તુતિ કહે છે.
આજે ચંડીપાઠ કરવાનું વિશેષ મહાત્મ્ય છે.ચૈત્રી નવરાત્રીને વાસંતી નવરાત્રી પણ કહે છે કેમકે અત્યારે વસંત ઋતુ ચાલી રહી છે.આસોમાસની નવરાત્રીને શારદીય નવરાત્રી કહે છે શરદ ઋતુમાં આવતી નવરાત્રી.
નવરાત્રીમાં દુર્ગસપ્તશતી-ચંડીપાઠ વાંચવાનું વિશેષ મહત્વ છે.આમાં સાતસો શ્લોકોમાં દુર્ગાની સ્તુતિ જોવા મળે છે. આ પાઠ કરવાથી જીવનની દરેક સમસ્યાઓ અને દુઃખમાંથી મુક્તિ મળે છે અને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે.આમ છતાં માણસ આ પાઠ કેમ નહિ કરતો હોય???કેમકે એના ભાગ્ય હજુ ખૂલ્યા નથી એમ સમજવું.
આ સપ્તશતી મૂળભૂત રીતે એક કથા જ છે.
આ વાર્તામાં સુરથ નામે એક રાજા છે વિશાળ સૈન્ય અને શક્તિશાળી રાજા હોવા છતાં કોલાવીદ્વંશી ક્ષત્રિય -ઓછું સૈન્ય ધરાવનાર લોકોથી હારી જાય છે.નિરાશ થઈને શિકારના બહાને ગાઢ જંગલમાં નીકળી પડે છે ત્યાં મેધામુનિનો આશ્રમ જુએ છે અને ત્યાં રોકાય છે.
થોડા વખતમાં ત્યાં સમાધિ નામનો વૈશ્ય-વેપારી આવી ચડે છે તેને તેના પત્ની- સંતાનો અને સગાવહાલાઓએ બધું ધન-સંપતિ લઈને કાઢી મૂક્યો છે તે રાજાને મળે છે બંને સંસારથી નિરાશ થયેલા છે.
રાજા અને વૈશ્ય પોતાના દુઃખની વાત મેધા મુનિને કરે છે.મેધા મુનિ કહે છે સંસારમાં તો આવું જ હોય.આપણે સ્વાર્થવશ સંતાનોને ઉછેરીએ છીએ પશુપક્ષીઓ તો કોઈપણ સ્વાર્થ વગર બચ્ચાઓને ઉછેરે છે.રાજા અને વેપારી બંને આશ્ચર્ય વ્યક્ત કરે છે કે જેમને અમારી પ્રત્યે જરા પણ પ્રેમ નથી એવા સગાવહાલા અને સંપત્તિ પ્રત્યે અમને કેમ ચિંતા અને લાગણી થાય છે.
મેધા મુનિ સરસ ઉત્તર આપે છે કે આને જ મમતા મોહ અને માયા કહેવાય..આ આદ્યશક્તિ મહામાયાએ આપણને એવું મમત્વ મૂકી દીધું છે કે આપણે આ વમળમાંથી મુક્ત થઈ શકતા નથી અને આ લાગણીઓથી જગતનું ચક્ર ચાલ્યા કરે છે.આમાંથી મુક્ત થવું હોય તો આદ્યશક્તિની આરાધના કરવી પડે.
રાજા અને વેપારીએ આ શક્તિની આરાધના શરુ કરી અને આદ્યશક્તિ પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું રાજાએ-સુરથે ફરીવાર જેવું હતું એવું જ ચક્રવર્તી રાજ્ય માગ્યું અને વૈશ્ય-સમાધી એ મમત્વમાંથી મુક્તિ મળે તેવું જ્ઞાન માગ્યું.દેવીએ પ્રસન્ન થઈને વરદાન આપ્યું.
બીજાથી દસમા અધ્યાયમાં મેધા મુનિ મહિષાસુર વધ,ચંડ અને મુંડનો વધ,ધુમ્ર્લોચન વધ,શુંભ અને નિશુમ્ભ વગેરેનો વધ…અગિયારમા અધ્યાયમાં દેવો દ્વારા સ્તુતિ બારમા અધ્યાયમાં દેવી પાઠ કરવાનું મહાત્મ્ય અને તેરમા અધ્યાયમાં દેવી દ્વારા સુરથ અને સમાધિને વરદાન.
આ કથામાં દેવી અને શુંભ વચ્ચે આકાશી યુદ્ધ -starwar જોવા મળે છે આકાશમાં આધાર વગર યુદ્ધ કરતા અને વિવિધ શસ્ત્રો જે હજુ હાલ શોધાયા પણ નથી તેવા શસ્ત્રો દ્વારા થતું યુદ્ધ જોવા મળે છે.બીજા અધ્યાયમાં યુદ્ધની વિભીષિકા ડરાવનાર યુદ્ધ જોવા મળે છે.જિજ્ઞાસુ અને અધ્યાત્મ પ્રેમીએ આ પુસ્તક અવશ્ય વાંચવું જ જોઈએ અને દુઃખથી ઘેરાયેલા લોકો એ તો ખાસ.શક્તિ ઉપાસકો અને ભક્તોએ તો વાંચવું જ રહ્યું.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s