Jupiter

ગ્રહમંડળનો સૌથી મોટો ગ્રહ-વજનદાર ગ્રહ એટલે ગુરુ.
જેની હાજરી ઉપસ્થિતિ માત્ર કલહને ઉત્પાતને શાંત કરી દે તે ગુરુ.ગ્રહમંડળનો શિક્ષક તે ગુરુ.બૃહસ્પતિ કે જીવ એવું પણ નામ છે.બધા દેવોના તે ગુરુ મનાય છે.
ધન -૯ અને મીન-૧૨ આ બે રાશી તેનું ઘર ગણાય છે.આ રાશિમાં રહેલો ગુરુ સ્વગૃહી કહેવાય તે બળવાન ગણાય અને કર્ક-૪ એ નંબરની રાશિમાં તે ઉચ્ચનો ગણાય છે.આવી ગુરુની સ્થિતિ કુંડળીમાં જોવા મળે તો તેવી વ્યક્તિ શિક્ષણ ક્ષેત્રે પ્રવેશે છે.
કુંડળીમાં ગુરુ કયા સ્થાનમાં બેઠો છે તે પણ મહત્વનું છે જન્મકુંડળીમાં બીજા સ્થાનમાં, ચોથા સ્થાનમાં કે છઠ્ઠા સ્થાનમાં રહેલ ગુરુ પણ વ્યક્તિને શિક્ષણ ક્ષેત્રે લાવે છે કેમકે આવો ગુરુ વ્યવસાય સ્થાનને જુએ છે. કુંડળીમાં ગુરુ જે સ્થાનમાં બેઠો હોય ત્યાંથી પાંચમું, સાતમું અને નવમું સ્થાન જુએ છે.
જો ગુરુ ૯ -ધન રાશિમાં હોય તો શરીર સ્થૂળ હોઈ શકે.પરંતુ મીન-૧૨ માં રહેલ ગુરુ આકર્ષક દેહ મધ્યમ બાંધો અને ભૂરી આંખો આપે છે.
જો કુંડળીમાં ગુરુ અને ચંદ્ર ભેગા બેઠા હોય એટલેકે યુતિ હોય તો તેને ગજકેસરી યોગ થયો કહેવાય આવી વ્યક્તિ ધનવાન હોય પણ કંજૂસ પણ હોય.જયારે ગુરુ ખૂબ બળવાન બને ત્યારે કેટલીક વાર તે દંભી પણ બને જો કે આવો ગુરુ રાહુ થી યુતિમાં હોય ત્યારે બનાવે છે.હું ભણાવું તે સારું હું જ સત્યનું આચરણ કરું છું હું શ્રેષ્ઠ છું બીજા શિક્ષકો ભણાવવામાં ના ચાલે.આવો ગુરુ નકારાત્મક બનાવે છે.
જયારે ઉચ્ચ સ્વગૃહી ગુરુ ઉદાર,ક્ષમાવાન,ધીરગંભીર અને આધ્યાત્ન્મિક બનાવે છે જયારે મંગળનો સાથ ગુરુને મળે તો તે આક્રમક દુર્વાસા જેવા બનાવે છે.સૂર્ય સાથીનો કે સિંહનો -૫ મી રાશિનો ગુરુ રાજાઓના ગુરુ બનાવે,સરકારી ક્ષેત્રે ગુરુ બનાવે કે અધિકારી બનાવે છે.
અન્ય બીજા,ચોથા કે છઠ્ઠા સિવાયના સથાનમાં રહેલ બળવાન ગુરુ ખાદ્ય વસ્તુના વ્યવસાય તરફ લઇ જાય.કંદોઈ અને આઈસ્ક્રીમનો વ્યવસાય કરનાર બળવાન ગુરુ દર્શાવે છે.જયારે ગુરુ બુધ સાથે જોડાઈ તો તેને વહિવટી કારકુની કાર્ય ગમે છે તે શિક્ષક કરતા વધુ ક્લાર્કનું કાર્ય કરતા હોય છે.શુક્ર સાથે કે સુક્રના ઘરનો ગુરુ વૃષભ (૨) કે તુલા(૭)નો ગુરુ ધંધાદારી કે ટ્યુશન ક્લાસના માલિક બનાવનાર ગુરુ હોય છે તેમને ભૌતિકવાદ અને તેવી ચીજવસ્તુ તરફ આકર્ષાઈ છે અને બંગલો, ગાડી જેવી સુખ સુવિધા ગમે છે.
ગુરુ ત્રણ બાબતોનો કારક ગણાય છે ધન,પુત્ર અને પત્ની. કુંડળીમાં ગુરુ સારી સ્થિતિમાં હોય તો આ ત્રણ બાબતોનું સુખ આપે છે.ગુરુ ધન અને મીન રાશિનો માલિક હોવાથી સામે સાતમાં સ્થાનમાં કન્યા અને મીન રાશી જ હોવાની તેથી આવા ગુરુ પ્રધાન વ્યક્તિઓને પત્ની ઘરરખ્ખું અને વ્યવહાર કુશળ મળવાની.
આવી વ્યક્તિને પુત્ર મંગળ પ્રધાન ગુણોવાળો થાય કેમકે ધન રાશિથી પાંચમી રાશી મેષ મંગળની રાશી છે અને મીનથી પાંચમી રાશી કર્ક ચંદ્રની રાશી છે તેથી ચંદ્ર પ્રધાન પુત્ર કે પુત્રી પ્રાપ્ત થાય.
જે બાબતનો કારક ગ્રહ હોય તે તે ભાવમાં જ બેસે તો તે સ્થાન બગડે છે જેમકે પાંચમાં સંતાન સ્થાનમાં ગુરુ હોય તો પુત્રનો કારક હોવા છતાં પાંચમે ગુરુ પુત્ર આપતો નથી.
સાતમે ગુરુ હોય તો તેવી કન્યાને પતિ પ્રાપ્ત થતો નથી આવું જોવા મળે છે.
ગુરુ પ્રધાન જાતકો ખાવા કે ખવડાવવાના શોખીન હોય છે તેમાં ય ખાસ મિષ્ટ પદાર્થો…ક્યારેક ફક્ત ખાવાના જ …પણ ગુરુ પ્રધાન જાતકે મધુપ્રમેહ ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.ગુરુ પ્રધાન જાતકો શરદી, કફના રોગી બને છે.
આમ છતાં ગુરુ પ્રધાન લોકો બીજાનું અહિત કરતા દરે છે એટલે કે ધર્મભીરુ હોય છે અને ગરિમા ધરાવનાર હોય છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s