Graha Dosha

જ્યોતિષીઓ જીવનમાં આવતી કોઈ આપત્તિ માટે ગ્રહદોષ જવાબદાર છે તેવું જણાવે છે.શું આ અંધશ્રધ્ધા છે? કોઈ માન્યતા છે કે વિજ્ઞાન?આ બાબત તો વ્યક્તિગત અનુભવો પરથી નિરીક્ષણ કરીને જ નિયમ તારવવો જોઈએ કદાચ જ્યોતિષના સિદ્ધાંતોમાં આપણને શંકા હોય તો તેને પ્રયોગો એટલે કે સંજોગોનું અવલોકન કરીને નિર્ણય પર આવી શકાય.
જો ગરમીથી ધાતુના કદ વધતું જોવા મળે તો જ ભૌતિકવિજ્ઞાનનો નિયમ સ્વીકારવો રહ્યો.
આમ જ્યોતિષ બાબતે પણ સિધ્ધાંતોની ચકાસણી થવી જરૂરી છે.
1 જો પિતાકે મોટોભાઈની અવગણના કરવામાં આવે તો સૂર્ય નબળો પડે. જો તમે દિવસ દરમિયાન થોડો પણ તડકો શરીર પર પડવા જ ના દો તો કેલ્શિયમની ખામી રહે હાડકા નબળા પડે છે આવું નિરીક્ષણ જાતે કરવું આપણી આજુબાજુ પણ આવા વ્યક્તિત્વ શોધવા જવા ના પડે મળી આવે.સૂર્ય પ્રબળ બનાવવા માટે ઉદારતા અને ક્ષમાનો ભાવ વિકસાવવો જરૂરી છે.કોઈ તેજસ્વી વ્યક્તિનો પ્રભાવ ઘટાડવા કપટ કરવામાં આવે તે પણ સૂર્યનો દોષ વહોરવા જેવું છે.આનાથી કપટી વ્યક્તિ જ દુઃખી અને મલીન બને છે.સૂર્ય સામે ધૂળ ઉડાડનારની શું હાલત થાય ? સૂર્યને પ્રભાવી બનાવવા કોઈ લાયકાત ધરાવનાર તેજસ્વી વ્યક્તિને મદદ કરવી.
2 જો સંતાનોના લગ્નમાં વિલંબ થતો હોય તો શનિ – મંગળ દોષ થાય તો જવાબદાર ગણાય છે આવું કેમ? જેનો મંગળ પ્રબળ હોય તો તેવી વ્યક્તિને ગુસ્સો જલ્દી આવે છે અને આવેગશીલ બનાવે છે આવી વ્યક્તિ બાળક જેવી અપરિપક્વ હોય છે અને શનિ પ્રબળ હોય તો જીદ્દીપણું હોય છે અને પરંપરામાં માનનારા હોય છે તેથી આવા વાલીઓને કારણે જ સંતાનના લગ્નનું મોડું થતું હોય છે લગ્ન વિવાહ માટે વ્યવહારમાં જતું કરવાની ભાવના હોય તો જ સગાઇ કે લગ્ન શક્ય બને.
3 પાણી પર ચંદ્રનો પ્રભાવ છે મન અને વિચાર પર પણ ચંદ્રનો પ્રભાવ છે માતા,મકાન,વાહન,હ્રદય આ બધા પર ચંદ્રની અસર હોય છે પાણીની ચોરી કે પાણી વેડફવું અને કોઈનું લઇ લેવાથી આ બધી ચંદ્ર દુષિત થાય છેઆનાથી સંતાન મંદ બુદ્ધિવાળું કે જડ બુદ્ધિવાળું જન્મે આવું અનુભવાતું હોય તો કોઈનું અણહકનું પાણી લેવું નહિ તે બાબતમાં કપટ ના કરવું જોઈએ.ચંદ્ર ગ્રહની કૃપા મેળવવા પાણીનું પરબ બંધાવવું વોટર -કૂલરનું દાન કરવું વગેરે ઉપાય કરી શકાય.
4 જો કોઈને દાઝવાનું- કરંટ લાગવાની ઘટના કુટુંબમાં બનતી હોય તો મંગળ દુષિત સમજવો આવે વખતે વિદ્યુત ચોરી ના કરવી પણ તેનું દાન કરવું એટલે કે સારા ધાર્મિક કાર્ય કે લોકહિત માટે વિજળી વાપરવી. મંગળ ઘઉં અને ગોળ પર પ્રભાવી હોવાથી તેનું દાન કરવું તેમ શાસ્ત્ર કહે છે.મંગળ કન્યા અને ભગિનીના લગ્નમાં વિલંબ થતો હોય તો વિદ્યુત બાબતે કપટ ના કરવું.મંગળની કૃપા મેળવવા કન્યા દાન અને કન્યાના લગ્નમાં ભેટ સોગાદ કે મદદ કરવી.મંગળનો દોષ થાય ત્યારે હિમોગ્લોબીન શરીરમાં ઘટે છે આ માટે આયર્ન મળે તેવા ખોરાકનું દાન કરવું અને તેવો ખોરાક લેવો જેમકે ગોળ ખજૂર વગેરે..
5 જો બુધ દુષિત થાય તો અક્ષર ખરાબ થાય આવું થવાનું કારણ આવા લોકો કોઈનું લખાણ ચોરીને પોતાના નામે ચડાવે છે આવા લોકોને ત્વચાના ચામડીના રોગો થાય છે વિદ્યાર્થીઓ જ્ઞાનની ચોરી કરે તો ગુરુ પણ નબળો પડે અને ઘરમાં મંદબુદ્ધિવાળી વ્યક્તિઓ થાય છે.બીજાના વિચારો પોતાના નામે ઉદ્ધરણ કર્યા વગર યશ મેળવે તેને ગુરુ ગ્રહનો દોષ લાગુ પડે છે.આ માટે ગુરુની સેવા કરવી પુસ્તકોનું દાન કરવું વિદ્યા દાન કરવાથી ગુરુ ગ્રહ દોષમાંથી મુક્ત થવાય ગળપણવાળી વસ્તુનું દાન કરી દોષ મુક્ત થવાય.
6 કોઈની જમીન દબાવવાથી ભવિષ્યમાં વંશ રહેતો નથી આવું તમે વ્યવહારમાં જોઈ શકે. – જમીન પર મંગળનો પ્રભાવ છે તેને ભૌમ – ભૂમિપુત્ર કહેવાય છે મંગળ કાચ રસાયણ પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રિક પર પ્રભાવ ધરાવે છે આવી વસ્તુ વગર મહેનતની ઘરમાં ના આવે તેનું ધ્યાન રાખવું.ઘઉં,કેળા,સફરજન અને ખજૂર જેવી લાલ વસ્તુ કે રસાયણમાંથી બનેલ વસ્તુનું દાન કરવાથી મંગળ દોષ દૂર થાય છે.
7 ગુરુ-સોનું શનિ -લોખંડ ચાંદી -ચંદ્ર હીરો -શુક્ર પર પ્રભાવ ધરાવે છે આવી ધાતુ કપટથી મેળવવા કે લઇ લેવામાં આવે તો વિવિધ દોષો અને રોગો ઉદ્ભવે છે આવી ધાતુ પણ શ્રમ વગર ઘરમાં ના આવે તેનું ધ્યાન રાખવું જોઈએ.સોનાની ચોરી કપટથી બુદ્ધિ અને હ્રદયની તકલીફ,લોખંડથી જીદ્દીપણું અને ધંધામાં મુશ્કેલી કે પડતી થતી જોવા મળે છે ચાંદી અણહકની આવે તો માનસિક રોગ અને હ્રદયરોગ ઉદ્ભવે છે.હીરાની બાબતમાં કપટ શુક્ર કે જાતિયરોગો ઉત્પન્ન કરે છે.
જે ગ્રહદોષમાંથી મુક્ત થવું હોય તે પ્રભાવવાળી વસ્તુનું દાન કરવાથી તે ગ્રહ દોષમાંથી મુક્ત થવાય છે. આવું દાન નિષ્કામ હોવું જોઈએ એટલે જ કદાચ લાલ કિતાબમાં આવી વસ્તુ જળમાં પધરાવવાનું કહ્યું છે કે જમીનમાં દાટવાનું કહ્યું છે જેથી દાન કરવાનો અહમ પણ ના રહે.જળમાં રહેનાર જીવો તે ખાય અને દાટેલ વસ્તુ અજ્ઞાત વ્યક્તિને મળે અને તેને પરિણામે અહમ કે અભિમાનના આવે દાટેલું ધન મળી આવે તો જૂના જમાનામાં કોઈ એ ધન કે સોન-ચાંદી રાખતા નહિ અને જેને મળી આવે તે પણ શાસન કરનારને આપી દેતા.હક વગરની કોઈ વસ્તુ ના લેવી તેવા મૂલ્યો આપણને સિહાસન બત્રીસી અને વેતાળ પચીસીમાં જોવા મળે છે પંચતંત્ર અને હિતોપદેશની વાર્તા આવા મૂલ્યોનું ઘડતર કરે છે.
આવી રીતે વ્યવહારમાં આ બાબતો સાચી લાગે તો જ્યોતિષના સિધ્ધાંત સાચા છે તેમ માનવું નહિ તો ના માનવું..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s