Teacher-Sarasvat

Teachers
સારસ્વત
અમારા વોટ્સેપ ગ્રુપનું નામ છે સારસ્વત ગ્રુપ. આ શબ્દની વ્યુત્પત્તિ સમજવા જેવી છે.સરસ્વતીના પુત્રો કે ઉપાસકો તે સારસ્વત.સંસ્કૃતમાં માતા કે પિતાના નામ પરથી પુત્રને કે પુત્રીને ઓળખવામાં આવતા.જેમકે…
પાર્થ પૃથાનો પુત્ર એટલે કે કુન્તાનો પુત્ર.કુંતાનું એક નામ પૃથા છે તે પૃથુ રાજાની દીકરી હતી.અર્જુનનું એક નામ કૌન્તેય પણ છે કેમકે કુંતાના પુત્ર.વાસુદેવ એટલે શ્રીકૃષ્ણ વસુદેવના પુત્ર તે વાસુદેવ.
જયારે પિતાના કે માતાના નામથી સંતાનને ઓળખવું હોય ત્યારે પિતા કે માતાના નામમાં પહેલા અક્ષરમાં જે સ્વર હોય તેમાં વૃદ્ધિ કરવી એવો વ્યાકરણશાસ્ત્રનો નિયમ છે.જેમકે દશરથના પુત્ર દાશરથી એટલે રામ.
કશ્યપના પુત્ર એટલે કાશ્યપ કે સૂર્ય.
પરાશરના પુત્ર તે પારાશર્ય.
સુમિત્રાનો પુત્ર તે સૌમિત્ર એટલે કે લક્ષ્મણ.
ક્યારેક અમારા સારસ્વત મિત્રો સરસ્વતીની એટલે કે જ્ઞાનની ચર્ચા કરવાને બદલે ફક્ત પગાર એટલે કે લક્ષ્મીની જ ચર્ચા કરે ત્યારે મને એમ થાય કે આ ગ્રુપનું નામ લાક્ષ્મેય રાખ્યું હોય તો કેમ? કારણકે આમાં સરસ્વતી-જ્ઞાનની ચર્ચા કરતા લક્ષ્મી અને વહિવટી ચર્ચા વધુ થાય છે. પરંતુ પછી થાય કે લક્ષ્મી વગર તો કોને ચાલે? આ લક્ષ્મીનો યુગ છે.આપણે બધા સરસ્વતી પુત્રોને પણ લક્ષ્મી વગર પણ ક્યાં ચાલવાનું છે? એકલા સરસ્વતીની વાત કર્યા કરીએ તો લોકો આપણને “માસ્તર કે બોચિયા” જ ગણે આપણી પાસે પણ સારી ગાડી અને મકાન હોવા જરૂરી છે ને? પણ ગ્રુપનું નામ થોડું લાક્ષ્મેય રખાશે? લાક્ષ્મેયનો અર્થ તો વેપારી થાય છે.
નરસિહ મહેતા કહે છે કે “કર મન ભજનનો વેપાર” આપણે “કર મન શિક્ષણનો વેપાર”ગાયે રાખીએ.નરસિહ તો આગળ પણ કહે છે “અમે રે વેપારી રામ નામના”અમારે નહિ નફો કે નુકશાન…
ઉચ્ચતર શબ્દ પણ સમજવા જેવો છે બે વસ્તુમાં જે વધુ ઉંચી તે ઉચ્ચતર.અનેક વસ્તુમાં સૌથી ઉંચી તે ઉચ્ચતમ.અંગ્રેજીમાં કમ્પેરેટીવ અને સુપરલેટીવ છે ત્યાં er અને st પ્રત્યય લાગે છે તે સંસ્કૃતમાં “તર”અને “તમ” પ્રત્યયો કામ કરે છે.
માધ્યમિક એટલે મધ્યમ વય કે ઉંમરના વિદ્યાર્થીને લગતું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે મધ્યમ કરતા થોડી વધુ વય-ઉત્તર તરુણાવસ્થાના વિદ્યાર્થીને લગતું શિક્ષણ એટલે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ.
શિક્ષક શબ્દ પણ શિક્ષણ આપનાર સમજવો હો ! શિક્ષા કરનાર નહિ…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s