N.S.S.

img-20161215-wa0044 img-20161215-wa0050 img-20161215-wa0046

રાષ્ટ્રીય સેવા યોજના
તારીખ ૧૩.૧૨ ૨૦૧૬
આજરોજ શાળાના વિદ્યાર્થીઓ ૫૦ ઉમરાળા તાલુકાના ગોલરામા મુકામે વાર્ષિક શિબિરમાં ગયા.શિબિરનો હેતુ રાષ્ટ્રની સેવા કરવાનો છે.સાચું ભારત તેના ગામડામાં વસી રહ્યું છે જો ગામડામાં રહેતા આવડે તો બધી મુશીબતો અને તકલીફો વચ્ચે રહેતા ફાવી જાય છે.પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવું એ રાષ્ટ્રીય સેવા યોજનાની પહેલી શરત છે આ શરત પૂર્ણ થાય તો ઘી ઘી -એટલે કે હવે રાષ્ટ્રીય સંવેદના જાગૃત થઈ ગઈ.વિવિધ જ્ઞાતિ અને કોમ તેમજ ધર્મના વિદ્યાર્થીઓ એકસાથે દસ દિવસ કુટુંબ ભાવથી રહે એ જ આ શિબિરની મોટી સફળતા છે.
પોતાનું કામ જાતે કરવું-સ્વાવલંબનના પાઠ અહી  મળી જાય છે.રસોઈ અને કપડાં ધોવા કેટલું અઘરું છે તે સમજાય તો સ્ત્રી સમાનતાની  વાત વર્ગમાં ભણાવવી ના પડે આવું કામ જાતે કરતા થાય એટલે આપમેળે સ્વયમ શિસ્ત પણ આવે મારી દ્રષ્ટિ એ આ શિક્ષણનું પ્રાયોગિક પાસું છે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું પ્રાયોગિક કાર્ય આ જ કહેવાય.ગ્રામ્ય જીવનની કઠિનાઈ અને આંતર જીવનના પ્રવાહો સાથે તાલમેલ આ વિદ્યાર્થીઓ સાધી શકે તેમાં બે મત નથી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s