8

આઠનો અંક માયાનો અંક છે.જ્યોતિષશાસ્ત્ર મુજબ 8 એ શનિ મહારાજનો અંક છે.8નો અંક માયાવી શક્તિ ચોક્કસ ધરાવે છે પરંતુ  ન્યાય અને વૈરાગ્ય તરફ લઇ જનાર પણ છે.

યોગમાયા અને કૃષ્ણનો જન્મ પણ જન્માષ્ટમીના થયો હતો.તેમ ઘણી મહત્વની ઘટના આ તારીખે કે તિથિએ ઘટતી જોવા મળે છે.

હાલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઠ તારીખ અને કારતક સુદ આઠમને દિવસે આઠ વાગ્યે આ નોટો બદલવા અંગે ન્યાયી નિર્ણય લીધો.જે અર્થ તંત્રને શુદ્ધ કરશે એવું લાગી રહ્યું છે.આ નિર્ણયથી કષ્ટ પડે પણ આખરે મોટું સામાજિક પરિવર્તન આવશે.

મારા ખ્યાલ મુજબ શ્રી નરેન્દ્રભાઇ ની જન્મતારીખ 17 છે જેનો સરવાળો આઠ થાય છે.8,17,કે 26 તારીખે કે તિથિએ જન્મેલ વ્યક્તિઓ કે શનિવારે જન્મેલ વ્યક્તિનો અભ્યાસ કરવા જેવો ખરો..

આવી વ્યક્તિ કર્મયોગને અનુસાર ત્યાગી અને વૈરાગ્યવાળી હોઈ શકે.વ્યક્તિત્વ ગૂઢ અને રહસ્યમય હોવા સાથે સમાજને ઉપયોગી અને ઉદ્ધારક હોય શકે.કૃષ્ણને 16,108 રાણી હોવા છતાં વૈરાગી હતા.તેમણે અનેક કન્યાઓના હિત માટે જ વિવાહો કર્યા હતા.આવી વ્યક્તિને સમજવી મુશ્કેલ હોય છે.ઊંડી આધ્યાત્મિકતા અને વ્યવહારુપણાનો સમન્વય જોવા મળે છે.

કોમ્પ્યુટરમાં પણ 8 ડિઝિટનું મહત્વ જોવા મળે છે જેમકે 1,2,4,8,16,32,64,128,256,512,1024 વગેરે…આનાથી જ અદ્દભુત સૃષ્ટિ અને આયોજન થઇ શકે છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s