Meaning

ટન… ટન…બેલ પડ્યો. પ્રાર્થના વરસાદ હોવાને કારણે વર્ગમાં બોલાવવાની હતી.હાજરીપત્રક  લઈને વર્ગમાં ગયો.પ્રાર્થના પૂરી થઈ હાજરી પુરાવાની શરુ…કેમ ઘનશ્યામ નથી?

“છુ ને સાહેબ”ભૂલી ગયો.

“હમમમ”  વાતોમાં હતો.

મેં કહ્યું,”તારામાં અમસ્તા પણ નામ પ્રમાણે ગુણો નથી.”એ ગભરાયો.

મેં હસતા હસતા કહ્યું “ગભરાઇશ નહિ.હું તો એમ કહેવા માગું છું કે તું ગોરો હોવા છતાં તારું નામ “ઘનશ્યામ “છે એ કેવું?”.વર્ગમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.મારો હળવો મિજાજ પારખી હરેશે કહ્યું મારા નામનો શો અર્થ?મેં કહ્યું હર એટલે શિવ તેના ઈશ -સ્વામી એટલે વિષ્ણુ.આમ શિવ મોટા દેવ પણ તે વિષ્ણુ ને મોટા ગણે અને કહ્યું ક્યારેક હરીશ નામ પણ હોય તેનો અર્થ થાય હરિ “વિષ્ણુ”વિષ્ણુ ના સ્વામી મહાદેવ.
આમ “પરસ્પર દેવો ભવ” એક બીજાને મહાન માને.પછી તો રમેશ રમા+ ઈશ રમા એટલે લક્ષ્મી અને પ્રવીણ એટલે વીણા વગાડવામાં હોશિયાર પછી બધા હોશિયાર માટે આ શબ્દ પ્રયોજવા લાગ્યો.આવી ચર્ચા ચાલી.
મેં કહ્યું “દરેક નામને અર્થ તો હોય જ”અને તકલીફ થઈ.એક વિદ્યાર્થી કહે મારું નામ “રફીક”મને અર્થની ખબર નહોતી.ગપ્પો તો મરાય નહિ.મેં કીધું દસ મિનિટ ની રીશેષમાં વાત.રીશેષ બાળકો તો ભૂલે નહિ અમે હિન્દી શબ્દ કોશ જોયો રફીક ઉર્દુ માંથી બનેલ શબ્દ તેનો અર્થ “યાર”કે  “દોસ્ત”આવો અર્થ સાંભળીને બધા ખુશ થઈને ગયા,પણ હવે કસોટી પૂરી થતી નહોતી.આચાર્ય અને બીજા વરિષ્ઠ શિક્ષકો કહે “નામને અર્થ હોય જ”.આ વિધાન તમારું બરાબર નહિ.આચાર્યશ્રી ભટ્ટી સાહેબ કહે “છગન”નો શો અર્થ?”
મેં વળી ભગવતગોમંડળ જોયો,છગન નો અર્થ ષડગુણ એટલેકે છ ગુણ કે  ઐશ્વર્ય ધરાવનાર વિષ્ણુ.સાહેબે કહ્યું.આ કેમ બન્યું હા,આ છગ્ગુણ નું અપભ્રંશ થઈને છગન થયું હતું.સાહેબના ભાઈનું નામ “છગનભાઈ” હતું.
બીજું તો કંઈ નહિ મને શબ્દકોશ જોવાની ટેવ પડી.
હમણાં એક નામ સાંભળ્યું દર્પિત.આ તો દર્પ વાળો.દર્પ તો ભગવતગીતા ગીતામાં દુર્ગુણ કહ્યો છે.દર્પ એટલે અહંકાર.આવો માણસ તો પોતે ચડિયાતો બીજા બધા પોતાના કરતા હલકા આવું માનતો હોય છે.પોતાના મિથ્યાભિમાન માનને  પોષતો હોય છે.તે બીજાનું ચડિયાતાપણું સ્વીકારી જ ન શકે.આ માટે આવો માણસ કોઈકની ખોટી વગોવણી કે પોતાના વખાણ કરતા થાકતો નથી.આ દર્પને લીધે જ ફૂડકપટ,નિંદાખોરી અને દંભ-જે નથી તે બાબતનો દેખાવ કરવો જે દુર્ગુણો આવે છે.મને એમ થાય છે કે તો આ દર્પિત નામ શું કામ પાડ્યું હશે?તેના અર્થ વિશે નહિ વિચાર્યું હોય?કે પછી સંસ્કૃત છે ગીતામાં આપ્યું છે એટલે નામ પાડ્યું હશે?પણ દર્પ તો સોળમા અધ્યાયમાં આસુરી સંપતિનો દુર્ગુણ કહ્યો છે. જે હોય તે પણ નામ પાડતા પહેલા અર્થ તો વિચારવો જરૂરી એમ નથી લાગતું?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s