Upsarg

પરિ +ઇક્ષ =પરીક્ષા
પરિ ઉપસર્ગ છે પૂર્વ પ્રત્યય તેનો અર્થ છે ચારે બાજુ ઇક્ષ એટલે જોવું ચારે બાજુથી પરીક્ષણ કરવું-તપાસવું.
છાત્રોને વિવિધ વર્ગમાં વર્ગીકરણ કરી આપે તે પરીક્ષણ.ઉત્તમ છાત્ર,મધ્યમ છાત્ર અને ભણવામાં નબળો છાત્ર આ પારખી આપે તે પરીક્ષણ.પરીક્ષણની પદ્ધત્તિ ગમે તે હોય પણ આવું વર્ગીકરણ થઈ શકે તો તે પદ્ધતિ ઉત્તમ.

ઉપસર્ગ… ઉપ એટલે નજીક અને સર્ગ એટલે સર્જન કરવું.જે શબ્દ ની નજીક જઈને નવીન અર્થનું સર્જન કરે તે ઉપસર્ગ.હ્ર પરથી “હાર” શબ્દ બનેલો છે તેને પ્ર ઉપસર્ગ લાગે તો પ્રહાર શબ્દ બને તેનો અર્થ થાય “મારવું”જો વિ ઉપસર્ગ લાગે તો વિહાર તેનો અર્થ થાય “ફરવું”જો આને “આ”ઉપસર્ગ લાગે તો આહાર શબ્દ બને તો “ખાવું”એવો અર્થ થાય જો “સં” ઉપસર્ગ લાગે તો સંહાર શબ્દ બને તેનો અર્થ ભેગું કરવું,એકઠું કરવું.ઉપરાંત સમૂહમાં નાશ એટલે પણ સંહાર નો અર્થ થાય.
ઉપસર્ગનો અર્થ થાય છે ઉપદ્રવ કે ઉપાધિ કે આફત.દુર્ગા સપ્તશતીમાં બારમા અધ્યાયમાં આવે છે કે આ પાઠ કરનારને “उपसर्गा शमं यान्ति”વિવિધ ઉપદ્રવો શાંત થઈ જાય છે.
ઉપસર્ગ 22 છે પ્ર,વિ,સં,આ,નિ વગેરે..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s