Dan


આજે શાળામાં દાતા શ્રી વલ્લભભાઈ તરફથી શાળાઓની દીકરીઓને સ્કૂલબેગ ભેટ અપાશે.દાન આપવું એ બહુ મોટી બાબત છે.ઘણાની પાસે ધન હોય તો પણ આપી શકાતું નથી ઘણાને ખૂબ ધન હોવા છતાં ઓછું જ લાગ્યા કરે છે અને સંતોષ જ હોતો નથી.અરે!એમ કહોને કે ધન ભેગું કરવું એ એક “હોબી”હોય છે.
શ્રીમદ ભગવતગીતામાં દાન શ્રેષ્ઠ ગુણ છે.દાન ઘણા પ્રકારના હોય શકે છે.આજકાલ રક્તદાન,ચક્ષુદાન,શરીરના પ્રત્યન્ગોનું દાન,અન્નદાન,સમયનું દાન આજકાલ મોટું દાન છે એવું જ મોટું દાન વિદ્યા દાન છે.
દાન ઉદારતાથી, લજ્જા સાથે,ખુલ્લા મનથી સુયોગ્ય પાત્રને,અહંકાર વગર આપવું એ ગીતામાં સાત્વિક દાન કહ્યું છે.શ્રી વલ્લભભાઈએ આવું દાન કર્યું.કાર્યક્રમ બાદ જમવાનો પણ અસ્વીકાર કર્યો.તેમને ફૂલહાર કે પુષ્પગુચ્છ પણ ના ગમે કેમકે ડાળીથી ફૂલ છુટું પડે તે પર્યાવરણને નુકશાન થાય તેમ તેઓ માને.
કેટલાક દાતાઓ તો તકતીઓ મૂકાય તેનો આગ્રહ રાખે અરે! તેને ભોજન અને સન્માનની પણ ઈચ્છા હોય,પોતાની તકતી ન દેખાય તો વૃક્ષ છેદન પણ કરાવે આવું દાન રાજસી કહેવાય.
તામસી દાન પણ હોય થોડું આપીને જાજુ લઇ લેવાની વૃત્તિ,દાન કરતા માન-અકરામની અપેક્ષા વધુ હોય.એક અર્થવિસ્તાર યાદ આવી જાય.
કાતરની ચોરી કરે, કરે સોયનું દાન,
ઊંટે ચડી જોયા કરે, કેમ ન આવ્યું વિમાન.
સ્વર્ગથી વિમાનની અપેક્ષા આવી રાખવી તે તામસી દાન કે આસુરી દાન.
દાનથી સમાજમાં સમત્વ આવે છે તેથી દાન કરવું રહ્યું જો દાન ન કરવામાં આવે તો પણ નાશ તો પામે જ.ધનની ત્રણ જ ગતિ છે દાન,ભોગ અને નાશ.જે દાન દેતો નથી કે ભોગવતો નથી તેનું ધન નાશ પામે છે.ધન જાજુ હોય તો સગાવહાલા પણ આપણું મૃત્યુ ઈચ્છવા લાગે એ કરતા કોઈ ખરાબ અને અહિત ન ઈચ્છે તે માટે પણ દાન કરવું જોઈએ.
બિલ ગેટ્સે ૫૦ વર્ષની ઉંમરે મોટાભાગની સંપત્તિનું દાન કર્યું આવું જ ત્યાગનું પણ છે પચાસ વર્ષની ઉંમરે વાનપ્રસ્થ શરુ થાય છે રાજકારણ કે સંસ્થામાં આ ઉંમરના લોકો જાય તો પોતાને માન અને હોદ્દો મળે તેવું અનુયાયી અને કર્મચારીઓ ઈચ્છે છે અને વાનપ્રસ્થ વ્યક્તિએ વનમાં જવું જોઈએ આજકાલ વનમાં રહેવાનું શક્ય નથી પણ જાતને પાછી વાળવી-વિડ્રો કરવી રહી.ગીતામાં ત્યાગનું મહત્વ એટલે જ છે કે વડીલે ઘરમાં એકબાજુ રહીને જરૂર હોય ત્યાં જ મદદ કરવી.૭૫ વર્ષે સન્યસ્ત આશ્રમમાં તો ઘરનો પણ ત્યાગ કરવો એમ શાસ્ત્ર કહે છે. અરે! એક વૃક્ષ નીચે એક રાત્રીથી વધુ ના રોકાવું કેમકે ત્યાં આશ્રમ બનાવવાનું મન થઈ જાય.
જો વ્યક્તિ સાત્વિક રીતે ત્યાગ ન કરે તો અનુયાયી આવા વડીલોની શ્રદ્ધાંજલિની કલ્પના કરી દીવાસ્વપન જોવા લાગે કે ક્યારે આ જાય અને મને હોદ્દો મળે આ માટે જ હમણાં ૭૫ વર્ષે હોદ્દા ત્યાગની આચાર સંહિતા આવી તે આવકારદાયક છે જો કે આવો નિયમ નથી,એમ તો દાન અને ત્યાગના નિયમો ન જ હોય આ તો અંત:સ્ફૂરણની વાત છે પણ ૫૦ વર્ષે નિવૃત્તિ પણ આવકારદાયક છે હા,જરૂરિયાત હોય તેવા વિશિષ્ટ કિસ્સાની વાત નથી.તેમણે આર્થિક પ્રવૃતિ કરવી પણ પડે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s