Unity Is Strength

संघे शक्ति कलौ युगे | संहति कार्य साधिका | સંપ ત્યાં જંપ.
એક ગાઢ જંગલ હતું, તેમાં વિશાળ શીમળાનું ઝાડ હતું.તે ઝાડ પર એક લઘુપતનક નામે કાગડો રહેતો હતો.એક દિવસ તેને જંગલમાં એક પારધીને જોયો અને તેને થયું કે નક્કી કંઈક અનિષ્ટ થશે.
થોડીવારમાં જ પારધીએ જાળ બિછાવી તેમાં ચોખાના દાણા વેર્યા અને પોતે ઝાડની ડાળી પાછળ સંતાઈને ઉભો રહ્યો.એટલીવારમાં જ ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા પોતાના વિશાળ પરિવાર સાથે ઉડતો ઉડતો નીકળ્યો.એ લોકો ખોરાકની શોધમાં તો હતા જ.કેટલાક કબૂતરો એ ચોખાના દાણા જોયા અને લોભાયા.કબુતરોનો રાજા ચિત્રગ્રીવ બોલ્યો,”અહીં વેરાન જંગલમાં ચોખાના દાણા અહીં વેરાયેલા ક્યાંથી પડ્યા હોય એમ જલ્દી ઉતારવા જેવું નથી.આવા લોભમાં આપણું અનિષ્ટ થઈ શકે છે માટે વગર વિચાર્યું ઉતરી જવું યોગ્ય નથી કેમકે,
સારી રીતે પચેલું અનાજ,કુશળ પુત્ર,સારી રીતે બચાવેલ (કાબૂમાં રખાયેલ સંપતિ)સારી રીતે સેવાયેલ રાજા,યોગ્ય રીતે બોલાયેલ વચન અને વિચારીને કરાયેલ કાર્ય ક્યારેય બગડતું નથી.
આ સાંભળીને એક યુવાન કબૂતરે કહ્યું કે,”મુશ્કેલીના સમયે વડીલોનું સાંભળવું જોઈએ પણ નાની નાની વાતમાં વિચાર કર્યાં કરીએ તો ભોજન પણ મળે નહિ.સમગ્ર દુનિયામાં બધું શંકાથી ઘેરાયેલું જ છે તો તો ખાવા-પીવાનું દુર્લભ બની જાય.”
આમ બધા કબૂતરો જાળ પર ઉતરીને બેઠા અને તુરત જ જાળમાં બંધાઈ ગયા.
હવે જેના કહેવાથી જાળમાં ફસાયા હતા તે કબૂતરનો બધા તિરસ્કાર કરવા લાગ્યા આ સાંભળીને ચિત્રગ્રીવે કહ્યું,”અત્યારે મુશ્કેલીના સમયમાં અંદરોઅંદર ઝઘડવું ઠીક નથી આ કાયરોનું લક્ષણ છે ડાહ્યા માણસોએ ધીરજ ધરીને,ઉપાય વિચારીને એકતા રાખવી જોઈએ.નાનીનાની વસ્તુઓ ભેગી થઈ જાય તો કાર્ય સિદ્ધ થઈ જાય છે જેમકે તણખલાઓથી બનેલ દોરડું મોટા ગાંડા બનેલ હાથીને પણ બાંધે છે આપણે બધા એક બનીને બળ કરીને એક સાથે ઉડો.”
ચિત્રગ્રીવનું માનીને બધા એક સાથે ઉડ્યા અને થોડીવાર સુધી જાળ પકડવા પારધી દોડ્યો પણ પક્ષીઓ ખૂબ ઉંચે હતા તેથી તે પાછો ફર્યો.
આ બાજુ ચિત્રગ્રીવ પોતાના એક મિત્ર હિરણ્યક નામના મૂષકરાજ(ઉંદરોનો રાજા)પાસે ગયા ત્યાં ઉંદરે બધી જાળ કાપી નાખી અને હિરણ્યકનો આભાર માનીને ચિત્રગ્રીવ પરિવાર સાથે મનપસંદ નિર્ભય સ્થળે ગયો…….

હિતોપદેશ નારાયણ પંડિત.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s