Raxabandhan

अश्वत्थामाबलिव्यासो हनुमान्श्च विभिषण |
कृप:परशुरामश्च सप्तेतै  चिरजीविन: ||
અશ્વત્થામા,બલિરાજા,વ્યાસ,હનુમાન,વિભીષણ,કૃપ અને પરશુરામ આ સાત ચિરંજીવીઓ છે.ઘણા અસુરોએ તપ કર્યું અમર બનવા માટે  પણ અમર બે અસુરો થયા.બલિરાજા અને વિભીષણ.દાનવીર બલિરાજા અને પરમ ભક્ત વિભીષણ.
બલિરાજાને સાક્ષાત લક્ષ્મીએ આશીર્વાદ આપ્યા હતા ભગવાન વિષ્ણુએ પાંચમાં અવતારમાં જયારે બલિરાજાએ યજ્ઞ કર્યો કે  તેમને ત્રણે લોકનું રાજ્ય મળે.આથી દેવરાજ ઇન્દ્ર અને અન્ય દેવો ચિંતિત થયા તેમણે વિષ્ણુને આ વાત કરી.ત્યારબાદ  વિષ્ણુએ વામન રૂપ ધારણ કર્યું અને બલિના યજ્ઞમાં યજમાન તરીકે ગયા યજ્ઞ પૂરો થવા આવ્યો.વામન રૂપમાં વિષ્ણુએ દક્ષિણા માંગી સંકલ્પ માટે જળ મંગાવાયું.શુક્રાચાર્યને શંકા પાડી કે આ વામન કોઈ દેવ સ્વરૂપ છે તેણે સંકલ્પની જલજારીમાં તેઓ સંતાઈ ગયા.વિષ્ણુને પણ ખ્યાલ આવ્યો તેથી તેણે જલજારીના નાળચામાં સળી નાખી.
શુક્રાચાર્યની આંખ ગઈ.(શુક્ર પ્રધાન લોકોની આંખ નબળી હોય છે !) બલિરાજા એ સંકલ્પ જળ લઈને દાન માગવા કહ્યું.વામને બલિરાજા પાસે સાડા ત્રણ પગલા જમીન માગી.બલિરાજા એ સંમતિ દર્શાવી.
વામને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું એક પગમાં સ્વર્ગ લઇ લીધું બીજા પગલામાં પૃથ્વી (મૃત્યુલોક) અને ત્રીજામાં પાતાળલોક.વામને પૂછ્યું “હવે ક્યાં પગ મૂકું”બલિરાજાએ કહ્યું કે “મારા મસ્તક પર”  તેમણે બુદ્ધિ અને દેહ વિષ્ણુને સોંપ્યો.
આખરે તેનામાં દાદા પ્રહલાદના લક્ષણો (વારસો) આવ્યો હતો.તેમના પિતા વિરોચન અને દાદા પ્રહલાદ હતા.પરદાદા હિરણ્યકશિપુ હતા.
દાન લીધું અને વિષ્ણુને ઋણ રહ્યું તેમણે બલિને ત્યાં રહેવું પડયું.
હવે લક્ષ્મીજી અને બધા દેવો મુંજાયા વિષ્ણુને કેમ મુક્ત કરાવવા?લક્ષ્મીજી એ વૃદ્ધાનું રૂપ લીધું અને બલિરાજાને ત્યાં જઈને,રક્ષાસૂત્ર બાંધીને મંગલ અને અમરત્વની કામના કરી આશીર્વાદ આપ્યા.બહેનને બલિરાજાએ દક્ષિણા માગવા કહ્યું.લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને માગી લીધા.આ દિવસ હતો રક્ષાબંધનનો….

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s