Shreshth shikshak

શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
હમણાં વર્તમાનપત્રમાં વાંચ્યું કે શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે ફાઈલ તૈયાર કરીને મોકલવી.હવે તો “ટોપ ટેન” ની જાહેરાત પણ કરાતી નથી તો શ્રેષ્ઠ શિક્ષકની શા માટે?મને પ્રશ્ન થયો અને વાર્તા પણ યાદ આવી.
એકવાર એક રાજાએ જાહેરાત કરી કે આળસુ લોકો ભેગા થાય તેમાં સારા આળસુને ઈનામ આપવામાં આવશે.આળસુઓથી હોલ ભરાઈ ગયો.રાજાએ કહ્યું શ્રેષ્ઠ આળસુ પોતાને માનતો હોય તે આંગળી ઉંચી કરે.ઇનામની ઈચ્છા તો કોને ના હોય?બધાએ આંગળી ઉંચી કરી પણ રાજાએ ઝીણવટતેં થી જોયું તો એક વ્યક્તિએ આંગળી ઉંચી નહોતી કરી.તેને પૂછવામાં આવ્યું કે “કેમ તેં આંગળી ઉંચી ના કરી?”આળસુ એ જવાબ આપ્યો કે “એવી આંગળી ઉંચી કોણ કરે?”
રાજાએ નિર્ણય લઇ લીધો કે આ જ શ્રેષ્ઠ આળસુ છે.
આમ શ્રેષ્ઠ શિક્ષક પણ ક્યારેય પોતાની ફાઈલ બનાવતો નથી.પોતાના કાર્ય પોતે જ જણાવે તે શ્રેષ્ઠ કઈ રીતે?ખરેખર પોતે બોલે તે કરતા કામને બોલવા દેવું તે જ શ્રેષ્ઠતાની નિશાની નથી શું?
શ્રેષ્ઠ શિક્ષક હું જેને માનું છું તેવા ગુરુવર્યો કે મારા આદર્શ શિક્ષકોને ક્યારેય એવોર્ડ મળ્યો નથી તો શું તેઓ શ્રેષ્ઠ નથી?શ્રેષ્ઠ શિક્ષક ને ઓળખવા માટે તેમના વિદ્યાર્થીઓ અને સમાજ જ સાચું મૂલ્યાંકન કરી શકે.શાળા બહાર અજાણ્યા વિદ્યાર્થીઓને પૂછવામાં આવે વાલીઓને પૂછવામાં આવે તો શ્રેષ્ઠ શિક્ષકને શોધી શકાય.ફાઈલ દ્વારા શોધી શકાય ખરો ? અને શ્રેષ્ઠ શિક્ષક આવી ફાઈલ રજૂ કરે ખરો ? મારી દ્રષ્ટિએ મેં જેમને શ્રેષ્ઠ માન્યા છે તેવા કોઈએ આવી ફાઈલ રજૂ કરી નથી કે શ્રેષ્ઠ હોવાનો દાવો કર્યો નથી કે શું મારે દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે?પણ શું વિચારવા જેવું નથી?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s