Teacher’s Religion

શિક્ષક ધર્મ
મોરારિબાપુએ એક વખત કથામાં કહ્યું કે “હવે અધ્યાત્મમાં એવો રસ પડ્યો કે એમ થયુ કે શિક્ષકની નોકરીને -ધર્મને ન્યાય નથી આપી શકતો અને આ નોકરી છોડી દીધી.”નોકરી વહેલી છોડવી અઘરી બાબત છે.આમ તો કોઈપણ બાબત છોડવી અઘરી બાબત છે.
શિક્ષકને તેનો ધર્મ બજાવવા દેવો એ પણ સમાજની ફરજ છે.ટ્રસ્ટીઓ,અધિકારીઓ સમાજની અને દરેક વ્યક્તિઓ એ શિક્ષક તેની ફરજ કે ધર્મ બજાવે તેમાં મશગૂલ રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ તેની જરૂરિયાત સંતોષાઈ તે જોવાની પણ બધાની ફરજ છે અને શિક્ષકે જરૂરિયાત અમર્યાદિત છે જરૂરિયાત કરતા વધારે અપેક્ષા ના રાખવી જોઈએ.વધારે જરૂરિયાત મુશ્કેલીઓ અને દુઃખ આપત્તિઓ સરજે એ તત્વજ્ઞાન શિક્ષક સમજતો હોવો જોઈએ નહિ તો તે શિક્ષક કહેવડાવવાને લાયક નથી.
શિક્ષક બુદ્ધિમત્તાને કારણે અને સરળ અને સહજ સ્વભાવને કારણે મોટેભાગે કોઈ કામની ના નથી પાડતો.
કેટલીક વાર તે કારકુની કામ,  ઈલેક્ટ્રીશિયન કે બાંધકામ વિભાગ તો કોઈ વાર શેર બજારિયો બની જાય છે.ક્યારેક તે કોચિંગ ક્લાસનો માલિક બનતો આજકાલ જોવા મળે છે.કેટલીક વાર વાલીઓ તેને પ્રલોભન આપી ટ્યુશન તરફ દોરે છે માતા-પિતાની ફરજમાંથી ચ્યુત થયેલા વાલીઓ પોતાનું કામ પૈસાથી શિક્ષક પાસે કરાવી લે છે.કેટલીક વાર તે સમાજ સુધારક,પર્યાવરણ સુધારક, યુનિયન નેતા કે રાજકીય નેતા બની જાય છે અને શિક્ષણ ધર્મ ભૂલી જાય છે.શિક્ષણ એ જ ધર્મ ભુલાઈ જાય છે.
પુરાતન કાળમાં એટલે જ કદાચ આશ્રમો સમાજથી દૂર હતા.જેથી શિક્ષણ સંક્રમણનું કાર્ય બાધા વગર થઈ શકે.આજે તો શિક્ષકને અન્ય કામગીરી એટલી વધી ગઈ છે કે શિક્ષણ કાર્ય નામમાત્રનું રહ્યું છે અન્ય કાર્ય મુખ્ય બની ગયા છે.
જો કે ફક્ત શિક્ષણ કાર્ય આવડે તેને સમાજ “બોચિયો”કે અવ્યવહારુ ગણે તેવી બીક પણ ખરી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s