Gifted Teacher-No Chance

હાલમાં શિક્ષકે ખાતાકીય પરીક્ષા આપીને વર્ગ-1-2 માં પ્રમોશન મેળવી શકે છે પણ તે સરકારી શાળાના શિક્ષકો જ. ગુજરાતમાં સરકારી શાળા કરતા અનુદાનિત શાળાઓની સંખ્યા ઘણી વધારે હોવા છતાં તે શાળાનો શિક્ષકને કોઈ બઢતીની જોગવાઈ નથી કદાચ તે આચાર્ય બને તો પણ વર્ગ- 3 જ.શું આ શિક્ષકો પ્રતિભાશાળી નથી.
ના, એવું તો નથી કેમકે ઘણા શિક્ષકો અનુસ્નાતક અને સંશોધક પણ છે બેવડી કે ત્રણ અનુસ્નાતક પદવી ધરાવનારા છે. લેખક,કવિ કે વૈજ્ઞાનિક જેમ સંશોધન કરનારા છે પણ તેમને બિનસરકારી હોવાને કારણે આવો બઢતીનો લાભ નથી.
ખરેખર તો “ઉકરડામાંથી પણ રત્ન ઉઠાવી લેવું જોઈએ”એ ન્યાયે ગમે તે ક્ષેત્રમાંથી પ્રતિભાશાળી વ્યક્તિને તક આપવી જોઈએ તો શિક્ષણ કે કોઈ પણ ક્ષેત્ર પ્રગતિ કરી શકે.
જો કે બિનસરકારી શિક્ષકોને એક લાભ એ છે કે ધારાસભા કે સંસદ કે અન્ય ચુંટણીમાં તે ઉમેદવારી કરીને મંત્રી મુખ્યમંત્રી કે વડાપ્રધાન પણ બની શકે પણ એ શિક્ષણાધિકારી, મદદનીશ શિક્ષણાધિકારી કે શિક્ષણ સચિવ ના બની શકે પણ શિક્ષણમંત્રી બની શકે.
સરકારી શાળાના શિક્ષકો અને અનુદાનિત શાળાના શિક્ષકોની લાયકાતમાં કોઈ ભેદ નથી છતાં બઢતીનો અભાવ શા માટે?જયારે સરકારી શાળાનું પરિણામ નીચું આવે ત્યાં શિક્ષકોનો અભાવ પ્રવર્તતો હોય બિનસરકારી શાળામાં સંખ્યાધિક હોય તો શા માટે એકબીજામાં બદલી ના થઈ શકે?જો કે અણગમતા સ્થાને બદલી કોઈને ના ગમે પણ સરકારી ક્ષેત્રે સ્થિરતા અને બઢતી અનુદાનિત શાળાના શિક્ષકોને મળે તો સરકારને પ્રતિભાશાળી વ્યક્તિ પણ મળે અને પ્રતિભાશાળી શિક્ષકો બઢતીથી વંચિત ના રહે.માધ્યમિક શિક્ષણ બોર્ડ અન્ય બોર્ડ જેવું જ એસ.ટી.કે વિદ્યુત બોર્ડ જેવું જ બોર્ડ છે તેમાં બઢતી અને બદલી છે.ઘણાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો ઉચ્ચ પદવી  ધરાવે છે તેમનો અનુભવનો લાભ મહાવિદ્યાલયો લઇ શકે અને તેમનો અનુભવ યુનિવર્સિટી કક્ષાએ માન્ય ગણવો જોઈએ.ઘણા આચાર્યો સચિવ કક્ષાએ પહોચી શકે તેવા હોય છે.પરંતુ વય મર્યાદાનું બંધન બિનસરકારી શિક્ષકોને છે સરકારી શિક્ષકોને નથી આ ભેદભાવ શા માટે? એ જ સમજાતું નથી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s