Rain Forecast 2016

વરસાદ માટે સાનુકૂળ દિવસો
ગત સાલ કરતા આ સાલ હજુ સુધી ઘણી જગ્યાએ પૂરતો વરસાદ નથી.ધરતી તૃપ્ત થઈ નથી.આનું કારણ તપાસીએ તો મોટાભાગના ગ્રહો વાયુ તત્વમાં જોવા મળે છે વાયુને કારણે વરસાદ-મેઘ સ્થિર થતો નથી.
શનિ મહારાજ વૃશ્ચિક એવી જળ રાશિમાં છે તેથી કોઈ કોઈ જગ્યાએ વરસાદ છે આમ પણ શનિ મહારાજ ન્યાયના દેવ એટલે કર્મ અનુસાર વૃષ્ટિ થાય.આપણે ગ્રામ્ય સમાજમાં તેને “કરમે ધરમે વૃષ્ટિ “કે ખંડ વૃષ્ટિ કહેવાય.
હવે પ્રશ્ન એ છે કે સાર્વત્રિક વૃષ્ટિ અને ધરા તૃપ્ત ક્યારે થાય?
જ્યોતિષશાસ્ત્રના સિધ્ધાંત મુજબ મોટાભાગના ગ્રહો જળ તત્વમાં પ્રવેશે ત્યારે વરસાદ આવે સૂર્ય મિથુનમાં આવે ત્યારે વર્ષા ઋતુ બેસે ૧૪મી જુને સામાન્ય રીતે સૂર્ય વાયુ તત્વની મિથુનમાં આવે ૩૦મી જૂન સુધીમાં ભેજયુક્ત વાતાવરણ નિર્માણ થાય.૧૪મી જુલાઈથી સૂર્ય કર્ક જળ તત્વમાં પ્રવેશે ત્યારથી જ વર્ષા ઋતુ જામે છે.
હાલમાં આજે ૩૦મી જુને હજુ સૂર્ય મિથુન (વાયુ)મંગલ તુલા (વાયુ) તત્વની રાશિમાં છે.તેથી મેઘ સ્થિર નથી.
હવે ૭મી જુલાઈ શુક્ર કર્કમાં બપોરે 3.૩૬ થી
૧૧મી જુલાઇથી બુધ કર્કમાં સવારે ૯.૪૬ થી
૮મી જુલાઈથી મંગળ વૃશ્ચિકમાં બપોરે 2.૦૨ થી
૧૬મી જુલાઈથી સૂર્ય કર્કમાં સવારે ૧૦.૧૪ થી
૧૪મી જુલાઇથી ચંદ્ર વૃશ્ચિકમાં રાત્રે 2.૫૬ થી
આ ઉપરાંત શનિ તો વૃશ્ચિકમાં છે જ …આમ ૬ ગ્રહો જળ તત્વની રાશિમાં આવે છે ..તેથી ૭મી જુલાઈ થી ૧૬મી જુલાઈ સુધીમાં સાર્વત્રિક વરસાદના યોગોનું નિર્માણ થાય છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s