Parikshit Vrutant

શ્રીમદ ભાગવત કથા નો ઉદેશ્ય મોક્ષ છે આ કથા શા માટે લખાઈ અને શુકદેવજી એ આ કથા પરીક્ષિત ને કેમ કહી હતી?તેની વાત ભાગવતના માહાત્મ્ય માં રજૂ થઈ
છે.અર્જુનનો પુત્ર અભિમન્યુ અને અભિમન્યુનો પરીક્ષિત.
જન્મતાંની સાથે જ જેણે ચારે બાજુ પરીક્ષણ કર્યું હતું કે મારું ગર્ભમાં રક્ષણ કરનાર ક્યાં?કૃષ્ણ એ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી આ પરીક્ષિતનું રક્ષણ કર્યું હતું.તેથી જ તેનું નામ પરીક્ષિત પડયું.
પાંડવોની મહાભારતના યુધ્ધમાં જીત થઈ પણ સગાવહાલાના મૃત્યુથી ગ્લાનિ થઈ અને પાંડવો હેમાળે હાડ ગાળવા ગયા.
એક દિવસ પરીક્ષિતે બાપદાદા એ જીતેલ ખજાનો જોવા કાઢ્યો એમાં સોનાનો મુકૂટ જોયો તુર્ત તેને પહેરવાની ઈચ્છા થઈ અને પહેર્યો પણ ખરો દર્પણમાં જોયું.સુવર્ણમાં કળીયુગનો વાસ હોવાથી તુરત જ તેને થયું કે આ મુકૂટ બધા જુએ તો જ “એન્ટ્રી” પડે ને ?સોનાના ઘરેણા પહેર્યા પછી દેખાડવાનું મન તો થાય જ.પ્રદર્શન વૃત્તિ આવે જ.
મુકૂટ પહેરીને મુખ્ય માર્ગે થઈને વનમાં શિકાર કરવા નીકળ્યો.
સોનું ધારણ કરવાથી અભિમાન પણ આવે જ. દરેક ધાતુઓનો પ્રભાવ પડે છે જ.
પરીક્ષિત વનમાં શમીક ઋષિના આશ્રમ પાસેથી પસાર થયા ઋષિ સમાધિમાં હતા.
રાજાને અભિમાન અને ક્રોધ જન્મ્યો તેણે નજીકમાં પડેલ  મૃત સર્પ ઋષિના ગળામાં નાખ્યો.છતાં ઋષિ સમાધિમાં લીન હતા પણ ઋષિનો પુત્ર શૃંગીએ આ જોયું.તેણે રાજાને શ્રાપ આપ્યો કે “આજથી સાતમે દિવસે તને આ જાતિનો તક્ષક નાગ કરડશે અને તારું મૃત્યુ થશે,”
રાજા મુંજાયા સુવર્ણ મુકૂટ કાઢ્યો અને અને પ્રજ્ઞા-બુદ્ધિ પ્રગટ થઈ.પસ્તાવો થયો.
સાત દિવસમાં મુર્ત્યુ આવે તો તે સુધરે અને મોક્ષ મળે તેવો પ્રયત્ન શરુ કર્યો.આ માટે વ્યાસના પુત્ર અને શિષ્ય શુકદેવ પાસે ભાગવત કથા સાંભળવાનું નક્કી થયું.બીજી બાજુ તક્ષક ના આવે તે માટે સાત માળ ઉંચે મહેલમાં રહેવા જવાનું વિચાર્યું કથા સાંભળીને મન વિરક્ત થઈ ગયું હવે તક્ષક કરડે તો વાંધો નથી તેમ વિચાર્યું.મહેલમાં જંતુ પણ ના પ્રવેશે તેની તકેદારી હોવાથી તક્ષકે સાધુનો વેશ ધારણ કર્યો અને દરવાનને ફળ આપ્યું.ફળમાં ઇઅળ રૂપે તક્ષકે પ્રવેશ કર્યો.રાજાએ પ્રસાદી રૂપે ફળ ખાવાનો વિચાર કર્યો અને ફળ સુધારતા જ તક્ષકે દંશ દીધો.રાજાએ પૂર્વ તૈયારી રૂપે પોતાના પુત્ર જનમેજયને રાજ્યાભિષેક કર્યો હતો.આ વખતે રાજાની ઉંમર ૯૬ વર્ષ હતી.
જનમેજયે પિતાનો બદલો લેવા સર્પસત્ર સર્પ યજ્ઞ કર્યો હતો.
અહીં સર્પ એટલે માનવજાતિ જ સમજવાનું કેમકે ત્યારે જે સંસ્કૃતિ કે ધર્મને ના અનુસરે તે નાગ અસુર કે રાક્ષસ કહેવાતા.
-ડોંગરેજી ભાગવત કથાનું શ્રવણ-સ્મરણ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s