Jamamejay

પરીક્ષિત રાજાનો પુત્ર,પિતાનું મૃત્યુ તક્ષક નાગ દ્વારા થયું. તેથી ક્રોધે ભરાઇને સર્પસત્ર યજ્ઞ કર્યો.ઋષિ મુનિ ઓ ના સમજાવવાથી આ યજ્ઞ અટક્યો.
એક ઋષિએ રાજાની હિત કરવાની ભાવનાથી કહ્યું કે “હે રાજા જો તારું હિત ઇચ્છતો હો તો દક્ષિણ દિશામાં શિકાર કરવા જતો નહિ..અને જો જવાનું થાય તો રસ્તામાં જે કોઈ સ્ત્રી મળે તેની સામું જોતો નહિ કદાચ જોવાઇ જાય તો એ સુંદર સ્ત્રીને પરણતો નહિ..અને પરણવું પડે તો તેને પટરાણી બનાવતો નહિ.
જો પટરાણી બનાવ તો અશ્વમેઘ યજ્ઞ કરતો નહિ કદાચ યજ્ઞ કરવો પડે તો યજ્ઞમાં યુવાન બ્રાહ્મણોની નિયુક્તિ કરતો નહિ..”
આટલી સૂચના હોવા છતાં પણપ્રજાજનો આ બાબત થી અજ્ઞાત હોવાથી કહેવા લાગ્યા રાજા વનમાં જતાં ડરે છે.રાજા આ સાંભળીને રાજા વનમાં શિકારે જાવા નીકળ્યો. યોગનુયોગે વન દક્ષિણ દિશામાં હતું.
થોડે દૂર જતાં સુંદર કન્યા આવતી જોઈ.તેની આંખોમાં રાજા માટે ઇજન હતું.
રાજાને થયું કે લગ્ન કરીશ પણ પટરાણી નહિ બનાવું.
સમય જતા સમાજના લોકો કહેવા લાગ્યા કે આવી ગુણવાન સુંદર પત્નીને રાજા પટરાણી પદ કેમ નહિ આપતા હોય?
ત્યારબાદ રાજાએ તે રાણીને પટરાણી પદ આપ્યું.હવે રાજા પાસે લોકોની અપેક્ષા વધી કે તે અશ્વમેઘ યજ્ઞ કરે..તેથી યજ્ઞ ની તૈયારી શરુ કરી પણ વૃદ્ધ બ્રાહ્મણો યજ્ઞકાર્ય માટે ના મળ્યાં.
યજ્ઞકાર્ય શરુ થયું અશ્વને બળી તરીકે અપાતો હતો.તેના ગુહ્યાંન્ગો હોમતી વખતે યુવાન બ્રાહ્મણો હસ્યા..મશ્કરી કરી.રાજા ક્રોધે ભરાયા..18 બ્રાહ્મણો નો તલવાર વડે રાજા એ શિરચ્છેદ કર્યો.બ્રહ્મ હત્યાનું પાપ લાગવાથી રાજાને 18 પ્રકારનો કુષ્ઠ રોગ થયો.રાજા પીડાવા લાગ્યો.વ્યાસ મુનિ પાસે વાત પહોંચી.રાજાને પૂર્વજો ની કથા મહાભારત સાંભળવા કહ્યું.18 પર્વ સાંભળી લેશો ત્યાં 18 પ્રકાર નો કોઢ મટશે.
વ્યાસના શિષ્ય વૈશમ્પાયન દ્વારા કથા સાંભળવાનું નક્કી થયું.વૈશમ્પાયન દ્વારા શરત મૂકવામાં આવી કે કથા સાંભળતા સાંભળતા શંકા નહિ કરવાની..
રાજા સંમત થયા પણ કથામાં આવ્યું કે ભીમે એકવાર હાથીને પૂંછડી પકડીને આકાશમાં ઉડાડ્યા જે હજુ સુધી નીચી આવ્યા નથી.આવું સાંભળીને રાજા એ શંકા કરી કે આવું શક્ય જ નથી.
વૈશામ્પાયન એ શંકા ના કરવા કહ્યું પણ રાજાએ પુરાવો માંગ્યો.વૈશામ્પાયન યોગ સમાધિમાં બેસી ગયા.વાતાવરણ સ્થિર અને શૂન્યાવકાશ સર્જ્યો.અંતરિક્ષમાં રહેલ ગુરૂત્વાકર્ષણ શક્તિ બહાર રહેલ હાથીને નીચે પાડયા રાજા સ્તબ્ધ થઇ ગયો.
વૈશામ્પાયન એ કહ્યું “આ એક શંકા ને કારણે એક કોઢ રહી જશે.”
આ રીતે પહેલી વાર મહાભારત કથા વંચાય..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s