Akshay-Trutiya

આજનો દિવસ ખગોળીય રીતે મહત્વનો દિવસ છે.આજે અક્ષયતૃતીયા -અખાત્રીજ છે.મૃગશીર્ષ નક્ષત્ર માં ચંદ્ર છે તેથી વણકથ્યું કે વણજોયું સારું મુહૂર્ત છે આજે શુભ કાર્યો કરવામાં આવે તો તેના પુણ્યનો ક્ષય થતો નથી જે સંપત્તિ ખરીદવામાં આવે તે વેચવી પડે તેવી ખરાબ સ્થિતિ આવતી નથી.આમ છતાં શુક્ર ગ્રહ સૂર્યની એકદમ નજીક છે તેથી તે અસ્તનો છે તેમ કહેવાય શુક્ર લાગણી પ્રેમનો ગ્રહ છે તેથી અખાત્રીજ હોવા છતાંઆજે અને મે-જુનમાં પણ લગ્ન ના મુહૂર્ત માટે આજે સારો દિવસ નથી.
બીજી બાબત એ છે કે આજે બુધનું સૂર્ય પરથી પરાગમન છે એટલે કે સૂર્ય ઉપર થઈ બુધ પસાર થતો લાગશે.સૂર્ય ચંદ્ર પૃથ્વી એક રેખામાં આવે ત્યારે ગ્રહણ ની ઘટના બને પણ બુધ દૂર છે તેથી આને પરાગમન કહે છે.૨૦૦૬માં પણ આવી ઘટના બની હતી.૧૦૦ વરસમાં પાંચથી છ વખત બને છે.બુધ વેપાર વાણિજ્ય નો કારક છે.આના પર શું અસર થાય? તે તપાસવું જોઈએ.
ત્રીજી બાબત એ છે કે ગુરુ ગ્રહ આજથી 5.41 થી માર્ગી થશે.ગ્રહ વક્રી થવો એટલે ખરેખર તેની ગતિ ઉલટી થતી નથી પણ આપણી પૃથ્વી તેનાથી ગતિમાં આગળ વધે છે તેથી આપણને તે ગ્રહ પાછળ જતો કે ઉલટી દિશામાં જતો લાગે છે.જેમ ટ્રેઈનમાં બેઠા હોઈએ અને વૃક્ષો પાછળ જતા લાગે લાગે છે તેમ વક્રી ગ્રહ પાછળ જતો હોય તેવું લાગે છે.હાલ ગુરુ સાથે રાહુ ગ્રહ પણ છે રાહુ ખરેખર ગ્રહ નથી પણ છાયા છે તેથી જ તેને છાયાગ્રહ કહેવાય છે છાયા તો હમેશા ઉલટી જતી હોય તેમ જ લાગે તેથી જ ખગોળશાસ્ત્રમાં તેને રાહુ-કેતુ ને હમેશા વક્રી કહ્યા છે.હાલ ગુરુ-રાહુ સાથે છે સિંહસ્થ છે એટલેકે સિંહ રાશિમાં છે   હાલ મંગલ-બુધ-શુક્ર -શનિ વક્રી છે ગુરુ અત્યારે આજે માર્ગી થશે.હમણાં હમણાં પૃથ્વી પર ખાસ કરીને આગ- ધરતીકંપ અને વાવાજોડા જેવી અસરો આ ગ્રહો શું અસર કરે છે તે તપાસવા જેવું છે.ઉજ્જેયનમાં શું અસર થાય તે પણ નોધવું જોઈએ.આજથી ગુરુનું માર્ગી થવું તે અને તેની શિક્ષણ ન્યાયતંત્ર પર શી અસરો થાય છે તેનો અભ્યાસ થઈ શકે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s