Language Teaching

કોઈપણ વ્યવસાય કે ધંધો કરવા માટે ધનની જરૂર પડે અને જ્ઞાન મેળવવું હોય તો ભાષાની જરૂર પડે.જેની ભાષા સમૃદ્ધ તેવું બાળક બધા વિષયોમાં હોશિયાર જોવા મળે છે.પરંતુ ભાષા શીખવા માટે અને ખાસ કરીને સંસ્કૃત ભાષા શીખવા માટે ધોરણ ૯ માં સપ્તાહ ના ફક્ત ત્રણ જ તાસ ફળવાયા છે.
આ માટે દલીલ એમ કરવામાં આવે કે સંસ્કૃત નું પાઠ્યપુસ્તક સાવ નાનું છે અને સહેલું છે પરંતુ આવું કહેનાર ને સંસ્કૃતનું વ્યાકરણ આવડે છે ?તેમ પૂછવું જોઈએ વ્યાકરણ ભણવા માટે બાર વર્ષ લાગે તેમ આ લોકો ને કઈરીતે સમજાવવું.
ગણિત વિજ્ઞાન શીખવવા માટે જો સંસ્કૃત આવડતું હશે તો તેવા બાળકને ગણિત વિજ્ઞાન જલ્દી શીખવી શકાય છે જો સંસ્કૃત નું વ્યાકરણ આવડે તો અંગ્રેજી કે ગુજરાતીનું વ્યાકરણ તુરતજ આવડે તે ભાષા શિક્ષક સમજી શકે.જો ચલ, અચલ, પ્રમેય,પરાવર્તન જેવા અનેક શબ્દોની સંકલ્પના બાળકના મનમાં સ્પષ્ટ હોય તો તે વિષયના શબ્દો પરિભાષા વિદ્યાર્થીને શીરાની જેમ ગળે ઉતારી જશે.સમૃદ્ધ ભાષા ધરાવનાર બાળકને વ્યાખ્યા અને રકમ જલ્દી સમજાશે ભાષાનું જ્ઞાન ધરાવનાર શિક્ષક પણ બાળકને આવી બાબતો તુરત સમજાવી શકે છે.
ખરેખર તો સંસ્કૃત ભાષા માટે ૬ તાસ હોય તો સંસ્કૃત સમૃદ્ધ થતા આપમેળે જ બીજા વિષયો સમજાશે આ સહેલી વાત કેળવણીકારોને ક્યારે સમજાશે?જયારે સમજાશે ત્યારે કદાચ મોડું થઈ જશે.જે બાળકો ભાષા ભણવામાં હોશિયાર હોય છે તેઓને શાસ્ત્રીય પરિભાષા તુરત સમજાય છે મોટાભાગના શાસ્ત્રોમાં સંસ્કૃત શબ્દો પ્રયોજતા જોવા મળે છે ગણિત શબ્દ गण ધાતુ ૧૦ મો ગણ નું કર્મણી ભૂત કૃદંત નું રૂપ છે ગણિત જેનો અર્થ થાય છે ગણાઇ ચૂકેલું   प्र् +मा ધાતુ પરથી પ્રમેય શબ્દ બન્યો છે જેનો અર્થ થાય છે સારી રીતે માપેલું  मा -मिमीते પાંચમાં ગણનો ધાતુ છે.કહેવાનો મતલબ એટલો જ કે વાર્તાઓ દ્વારા વાતચીત દ્વારા બાળક ની ભાષા સમૃદ્ધ થાય છે જે માતાપિતા બાળકની સાથે તે સમજે કે ના સમજે તેની સાથે વાતો કરે તે બાળક હોશિયાર બને જ તે નિશંક છે.તમે પ્રાણીઓ સાથે વાત કરી જોજો તે પણ તમને સાંભળતા હોય છે તો બાળક તો તમને સાંભળશે જ.તમે તેડેલા બાળક સાથે વાત કરતી માતાને જોઈ છે તેનું બાળક માતાના  હોઠ ના હલનચલનથી -લીપ મુવમેન્ટ- ભાષા શીખે છે.ચાલો ભાષા માટે સમય વધુ ફાળવીએ નહિ તો અન્ય વિષયના શિક્ષકોએ આ સમય ફાળવવો પડશે તે તો નક્કી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s