Katha

ધર્મનો મર્મ
આ ચૈત્ર માસ પિતૃમાસ કહેવાય છે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગામેગામ સપ્તાહ અને નવાહ્ન રામપારાયણનું આયોજન થતું હોય છે,ક્યાંક શિવ પુરાણ કે દેવીભાગવતનું આયોજન થતું હોય છે.નવી પેઢીમાં આ કથાઓ દ્વારા પુરાણોમાં રહેલું જ્ઞાન જીવંત બની જાય છે સમાજને લાગેલું ભૌતિકવાદનું ગ્રહણ આ પુરાણ જ્ઞાનદ્વારા અટકે છે.
પરંતુ આ કથાઓ ફક્ત વૃદ્ધ લોકો જ સાંભળે તે બરાબર નહિ યુવાનોને આ બાબત સાંભળવી જરૂરી છે કેમકે તે આવતી પેઢીને આ જ્ઞાન આપી શકે પણ આ સપ્તાહદરમિયાન વ્યસનો અટકતા નથી અહં ઓગળતો ના હોય અને પૈસા ને મહત્વ આપીને લગ્નપ્રસંગ જેવી ધામધૂમ અને જમણવાર મુખ્ય બની જાય છે.
સામાન્ય રીતે આ કથાનો હેતુ પિતૃ મોક્ષાર્થે જાય તે છે કુટુંબના કોઈ વ્યક્તિ નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા હોય તે આપણી આજુબાજુ રહેતા હોય એટલે કે તેમનો જન્મથયો હોય કે મૂંગા પ્રાણી તરીકે જન્મ્યા હોય તે આપણી પાસે સુખ ની અપેક્ષા રાખતા હોય તેવું પુરાણોનું કહેવું છે.આવા પ્રાણી માનવ કે પશુ તેમને ખુશ કરવાનો પ્રયત્નકરવો એ સારી વાત છે.

પરંતુ કથાના ભોગે અન્ય પ્રવૃત્તિ કથા દરમિયાન ના કરવી જોઈએ.કથા એ શિક્ષણનું માધ્યમ પણ છે.અભણ વ્યક્તિ,વેપારીઓ,ખેડૂતો અને શ્રમિક વર્ગ આ કથા દ્વારા ભૌતિકવાદ તરફથી પાછા ફરી શકે.આજે વ્યક્તિ આત્મહત્યા તરફવળવાનું કારણ લાગણીઓની અપરિપક્વતા છે કથા કે અધ્યાત્મ દ્વારા વ્યક્તિ સમજુ અને પરિપક્વતા આવે છે અને જીવનનું મૂલ્ય વ્યક્તિ સમજતા શીખે છે.

પહેલાનાસમયમાં વ્યક્તિ નાનકડું આયોજન કથાનું કરતા જેને “પાટલા પારાયણ”કહેવાય નાનકડો પાટલો લઇ અને ભાગવત,શિવપુરાણ,રામાયણ,ઓખાહરણ,સુદામાચરિત,નળાખ્યાન જેવા કથાનકો અને આખ્યાનો વંચાતા જેમાં કોઈ મોટો ખર્ચ પણ ના થાય અને જ્ઞાનવૃદ્ધિ થાય.આમાં શ્રોતાવર્ગ પણ મર્યાદિત હતો.સાદગીપૂર્ણ અનેસાચા અર્થમાં આવી કથા થતી.આમાં આડંબર નહિ પ્રશ્નોત્તરી પણ થતી.  આમ જુઓ તો મૂળ કથાઓમાં શુકદેવ અને પરીક્ષિત, વૈશમ્પાયન અને જનમેજય,સુત અને શૌનકવચ્ચે થયેલી કથા આવી જ હતી.
એમાં અહંકાર પોષવાની વાત નહોતી જમાડવા- જૂઠાડવાની ધમાલ નહોતી ફક્ત જ્ઞાનવૃદ્ધિ જ ઉદેશ્ય હતો.જ્ઞાન વિના મુક્તિ નથી એ ઉદેશ્ય સાથે કથા થતી.
શ્રેષ્ઠ બાબત તો પુરાણ જાતે વાંચવું તે. પરંતુ અભણ કે અલ્પજ્ઞાની સાક્ષર વ્યક્તિનો સહારો લે તે ઇચ્છનીય છે પરંતુ રાગદ્વેષથી અહંકાર પૂર્વક થતી કથાવાર્તા મનને
બંધન તરફ લઇ જાય છે આમ છતાં સાવ અશ્રદ્ધાળુ વ્યક્તિ કરતા આ સારું જ કહેવાય થોડું પણ ધર્મનું આચરણ મહા ભયથી બચાવે તેમ ભગવતગીતા  કહે છે.
स्वल्पं अपि धर्मस्य त्रायते महतो भयात् |

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s