Admirable Step

આવકારદાયક પગલું
માધ્યમિક શાળાઓમાં વર્ગ દીઠ બે શિક્ષકોનો રેશિયો કરવામાં આવ્યો તે એક આવકારદાયક કદમ સરકારે લીધું છે.આને કારણે શિક્ષકને વિદ્યાર્થી માટે ઘણું વિચારવાનો સમય મળશે.જયારે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવાનું હોય ત્યારે બે શિક્ષક વર્ગદીઠ જોઈએ જ.ઘરે સંતાનને ઉછેરવા માતા-પિતાની જરૂર પડે તેમ આ મૂલ્યાંકનમાં પણ વહીવટી કામ ઘણું રહેતું હોય છે.ધોરણ ૬ થી ૮ માં પણ કેન્દ્ર સરકારે વર્ગદીઠ 2 નો રેશિયો સ્વીકાર્યો છે તો માધ્યમિક શાળાઓ માં બે કે 2.5 નો રેશિયો જોઈએ જ.
એક વર્ગમાં અઠવાડિયાના ૪૫ તાસ હોય છે હવે એક વર્ગદીઠ બે નો રેશિયો થતા એક શિક્ષકને 22.5 તાસ આવે.આમ અઠવાડિયે ૫૦ ટકા સમય તો શિક્ષકે વર્ગમાં જ રહેવાનું હોય છે એની સામે ૫૦ ટકા સમયની પૂર્વ તૈયારી જોઈએ જ. તૈયારી વગર વર્ગમાં સારું કામ ના થઈ શકે.બાકી રજીસ્ટરો બનાવવા,સ્વાધ્યાય તપાસવો વિદ્યાર્થીઓના વર્તનલક્ષી નિર્દેશકો મૂકવા એ બધા માટે તો ક્યારે કામ થઈ શકે?ખરેખર એ રીતે જોઈએ તો 2.5 રેશિયો જોઈએ.અત્યારે 2 નો રેશીઓ થયો એ આવકાર દાયક છે.
પરંતુ ધોરણ ૧૧ અને ૧૨ માં બે ના રેશિયાથી નુકશાન જ થવાનું કેમકે આ વિદ્યાર્થીઓ પાસે સતત સક્રિય અને પૂર્વ તૈયારી સાથે જ જવું પડે નહિ તો તે પારખી જાય છે કે શિક્ષકે પૂર્વતૈયારી કરી નથી અને આવડતું નથી.
ખરેખર તો ૬ થી  ૮ માં 2 નો ,૯ અને ૧૨  માં 2.5 નો શિક્ષકનો રેશિયો જરૂરી છે પરંતુ કેટલાક લોકો એમ વિચારે છે કે ૨૧ કલાકમાં તાસ  વધારે જોઈએ ૩૩ તાસ થાય .. નવા રેશિયા મુજબ ૧૪ કલાક જ વર્ગમાં જવાનું હોય પણ બાકીના સાત કલાક અઠવાડિયામાં વિદ્યાર્થીના સર્વગ્રાહી મૂલ્યાંકનના ગણવાના છે તેમનું ફોર્મેટીવ એસેસમેન્ટ  કરવાનું છે વર્ગમાં હોઈએ તેને જ કાર્યભાર ગણવો તેના આયોજન અને પૂર્વતૈયારી ને પણ કાર્યભાર ગણવો જોઈએ એ સીધીસાદી બાબત સમજવાની જરૂર છે એમ નથી લાગતું ???
સરકારે જયારે બે નો રેશિયો સ્વીકાર્યો છે તે આનંદની વાત છે તેને આવકારીને અને વધુ સમય આપણે વિદ્યાર્થીને આપી શકીશું  હવે ૨૧ કલાક ની વાત પકડી રાખવી યોગ્ય નથી શિક્ષણનું કાર્ય વર્ગમાં રહીએ ત્યારે જ નથી થતું તેનું આયોજન, મૂલ્યાંકન અને સહભ્યાસક પ્રવૃત્તિ પણ શિક્ષણનો એક ભાગ છે આમ ૧૪ કલાક વર્ગશિક્ષણ અને બાકીના ૭ કલાક આયોજન, મૂલ્યાંકન,સહભ્યાસક પ્રવૃત્તિ અને પૂરક વાંચન માટે જરૂરી છે અલબત્ત આ પ્રવૃત્તિ શાળા કે વર્ગમાં થાય એવું ના પણ બને શિક્ષક ઘરે કે સામાજિક પ્રવૃત્તિ કરે તેને પણ શિક્ષણ કાર્ય કહેવાય.શિક્ષક યંત્ર નથી કે વર્ગમાં પ્રવેશે ત્યારે જ શરુ થાય તેનું મગજ ભણાવવા માટે સતત કાર્ય કરતુ હોય છે તે સમજવું જરૂરી છે. સારું, એક વર્ગ બે શિક્ષક “એક ફૂલ દો  માલી”ની જેમ વિદ્યાર્થી રૂપી છોડ ને ઉછેરે.. હા,આ બાબતે તુરત ભરતી થવી ઘટે…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s