Shani Maharaj Abhishek

આજકાલ વર્તમાનપત્રો અને ટી.વી.ન્યુજ ચેનલો પર વિવાદ જોવા મળે છે કે મહિલાઓને શનિ મંદિરમાં અભિષેક કરવા દેવો જોઈએ.સમાન હક્ક સ્ત્રીઓને મળવો જોઈએ ..વાત એકદમ સાવ સાચી છે પરમતત્વ કે દૈવી તત્વને આવો ભેદભાવ ના હોય.એમાં ય આ તો કર્મને ચકાસીને ન્યાય આપનારા દેવ.
જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે સૂર્ય અને ગુરુ સાથે યોગકારક એવા શનિ મહારાજ કુંડળીમાં બળવાન બને ત્યારે વ્યક્તિ ન્યાયાધીશ બની શકે કાયિક,વાચિક અને માનસિક બધા પ્રકારના કર્મો તપાસીને પછી જ શનિ મહારાજ કર્મનું ફળ આપે છે. આવા શનિ દેવ ભલા સ્ત્રીઓની બાબતમાં પક્ષપાત રાખે ખરા ? કદાપિ નહિ તો પછી આવી સમસ્યા કેમ ઉભી થઈ ?
આમ થવાનું કારણ એ કે શનિ મહારાજ વૈરાગ્યના દેવ છે અને એટલા માટે તેના ભક્તો એ આ નિર્ણય કર્યો હશે કે સ્ત્રીઓને પ્રવેશ નહિ આમ થવાનું કારણ એ છે કે આવનાર ભક્તો માનવ છે તેનામાં માનવ સહજ દુર્બળતાઓ હોવાની જ.ભલે એ ભીના કપડે જ પૂજા કરે (શનિ મંદિરે ધોતિયું પહેરી સ્નાન કરી નીતરતા- નીતરતા જ ચપ્પલ વગર જ પૂજા કરવાની હોય છે.)પણ મનનો ભાવ ત્યાં પૂજા કરનાર કે ત્યાં હાજર રહેલ સ્ત્રી કે પુરુષ નો દુષિત ના થવો જોઈએ.
જો વૈરાગ્યનો માનસિક રીતે ભંગ થાય પછી તે સ્ત્રી હોય કે પુરુષ દોષિત બને અને એનું કર્મફળ પણ શનિદેવ આપે જ કેમકે શનિ મહારાજ ને ગ્રહમંડળમાં આ કાર્ય જ સોંપાયું છે કે મન,વચન અને શરીરથી થતા કર્મનું ફળ આપવું.કદાચ આ બાબતને ધ્યાનમાં રાખીને જ સ્ત્રીઓને નિષેધ હશે.
પરંતુ શનિ મહારાજ ને આવો જાતિભેદ હરગીજ ના હોય.આ માટે એવું કરવું જોઈએ કે જેમ પુરુષો વિકારી ભાવ પેદા ના થાય તેમ પ્રવેશે અને પૂજા કરે તેમ સ્ત્રીઓએ સાદગીભર્યો જેમાં ગરિમા જળવાઈ જાજરમાન પોશાક પહેરી તેમને અન્ય વ્યક્તિ જુએ તો માન આદર જન્મે માતૃત્વ કે દીકરી છે તેવો ભાવ જન્મે તેવો પોશાક પહેરી ને પૂજા કરવી જોઈએ તેમાં કોઈને વાંધો ના હોવો જોઈએ.હા,આ બાબત નું પુરુષો એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ત્યાં મંદિરમાં ઉપસ્થિત સ્ત્રીઓને પણ પુરુષ પિતા કે પુત્ર કે સંન્યાસી જેવો પોશાક ધારણ કરીને જ પૂજા કરે.

અરે ! ભાવ શુદ્ધિ જ મહત્વની છે વૈરાગ્યના ભાવ સાથે કોઈપણ પૂજા કરે તો ચાલે એવું મંદિર બહાર લખવું જોઈએ હા,ભાવ બગડે તો ગમે ત્યાંથી માફી માગી પાછા વળી જવું સારું..નહિ તો કર્મફળ ભોગવવા તૈયાર રહેવું પડે..શનિ મહારાજની પૂજા કોઈપણ કરી શકે પણ વૈરાગ્ય ભાવ સાથે આવી શરત ભક્તોના હિત માટે છે કોઈ પોશાક કે દેખાવ ભાવ બગાડે તે સ્ત્રી હોય કે પુરુષ શનિ મહારાજ તેનો ન્યાય કરે છે જે પિતા સૂર્ય અને બધા જ દેવોને પણ ન્યાય આપે તે આપણને પણ આપે જ.
આ વિવાદ નો હલ એ કે ભાવ શુદ્ધિ  સાથે અને કોઈ અને અન્ય વ્યક્તિનો ભાવ દુષિત ના થાય એનું ધ્યાન રાખી ને પૂજા કોઈપણ કરી શકે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s