Gunotsav

હમણાં ગુણવત્તા સુધારણા અને ગુણોત્સવ કાર્યક્રમ પૂરો થયો.અમારી શાળામાં ધોરણ ૯ માં ૧૮૦ વિદ્યાર્થીઓમાંથી ૧૭ વિદ્યાર્થીઓ વાંચન અને લેખનમાં અત્યંત નબળા.બધા  સહકાર્યકરો શિક્ષક મિત્રો વિચારે કે આનું શું કરવું ?
કોઈ રસ્તો દેખાય નહિ વાંચતા ના આવડે તો ગણિત અંગ્રેજી વિજ્ઞાન ની તો વાત જ શું કરવી?
રોજ ફરિયાદ વાલીને બોલાવવાના પણ શું ઉકેલ ?
B.Ed.નું ક્રિયાત્મક સંશોધન અને અપવાદ રૂપ બાળકોનું શિક્ષણ યાદ આવ્યું વિચાર થયો કે આ બાળકોને આપણે લઘુતાગ્રંથી થઈ વધારે કંઈ આપી શકાશે નહિ.આટલી સંખ્યામાં આટલા તો નીકળે જ ને?એને ખીજાવતા કંઈ વળવાનું નથી એ વાસ્તવિકતા ? વિચાર્યું કે આને  ભણાવીએ જ નહિ તો ? એને ખાલી બેસવાનું અને બાકીના તો શાંતિથી ભણે અને હા,વર્ગમાં બાકીના ભણવા લાગ્યા.

આ બાળકોને બાલજગત બાલભાસ્કાર જેવી પૂર્તિઓ આપી  ને કહ્યું તમારે જે કરવું હોય તે કરો રમવું હોય ત્યારે છેલ્લા તાસ માં રમજો.પહેલા તો બધા પૂર્તિમાં ફોટા જોવા લાગ્યા પછી આશ્ચર્ય વચ્ચે વાંચવા લાગ્યા વાંચવાની ગતિ પણ વધી મને લાગે છે કે છાપાની વર્તમાન ઘટના પણ તેઓ વાંચે છે જો છ માસમાં જાતે ભણતા થઈ જાય એવું મને મનમાં થાય છે.
આ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શક્તિ નમ્રતા જોવા મળે છે હા,તેઓ ભણવાથી વિમુખ છે પણ ભવિષ્યમાં આવી શાળાઓની જરૂર પડશે એમ લાગે છે કુદરત દ્વારા શિક્ષણ એ રૂસો, રવીન્દ્રનાથ, જ્હોન ડ્યુઈ અને ગાંધીજીના વિચારો ફક્ત “પોથીમાંના રીંગણા”બની ગયા છે.

પ્રતિભાશાળી બાળકોની શાળાઓનો તો રાફડો ફાટ્યો છે આ બાળકોનું શું ?કોઈક આવી શાળા તો ખોલો જ્યાં ચિત્રકાર રમતવીર, સંગીતકારો મળે.શું એકલા ડોક્ટર એન્જીનીયરના કારખાના જ બનાવવાના છે ?જાણે બીજા વ્યવસાયીઓ ની સમાજને જરૂર જ નથી.
ચાલો,આ બાળકોની સમસ્યા વિચારીએ અને સમજીએ..

Advertisements

2 thoughts on “Gunotsav

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s