Aatmdev Vrutant

निगम कल्प तरोः गलितं फ़लम् |
વેદ રૂપી કલ્પવૃક્ષનું પાકું ફળ એટલે ભાગવત પુરાણ.
ભાગવત કથા સાંભળવાથી મોક્ષની પ્રાપ્તિ થાય મોક્ષ પ્રાપ્ત કરવા માટે તો મરવું પડે એવો આપણો ખ્યાલ પણ આ માન્યતા પુરાણ સાંભળીએ તો ખોટી ઠરે ભાગવત સાંભળ્યા પછી જ તે સમજાય..ભાગવત બનવા માટે સમજવા માટેના અધિકારી બનવું પડે.આધ્યાત્મિક રૂપકો સમજ્યા વગર ભાગવત ના સમજાય “ભેસ આગળ ભાગવત થાય”કહેવાનો મતલબ એ કે અધ્યાત્મ બુદ્ધિ ભાગવત સમજવા પૂર્વ શરત છે.
ભાગવત મહાત્મ્યમાં એક આત્મ દેવની રસપ્રદ કથા આવે છે.
આત્મદેવ શિવભક્ત છે દરરોજ શિવપૂજા કરે છે તેને સંતાન નથી.એક દિવસ એક અભણ ગામડાનો માણસ આવીને શિવ પાસે હઠ કરે છે “ભગવાન,મને સંતાન આપો નહિ તો હું કમળપૂજા કરીશ એટલેકે માથું આપી દઈશ શિવે તરત રાજી થઈ સાત સંતાન થવાનું વરદાન આપ્યું.
આત્મદેવ તો જોતા જ રહી ગયા હું કેટલા વખત થી સેવા કરું અને મને કંઈ ભગવાને સંતાન નું વરદાન ના આપ્યું..તે ભગવાનથી રીસાયા..આવું તે હોય ભગવાન…
ભગવાને કહ્યું “આત્મદેવ આ તારો છેલ્લો જન્મ છે તેથી તને માયામાં નથી નાખ્યો ને તારી પત્ની પણ સંતાન નથી ઈચ્છતી..માટે માગવું રહેવા દે ઈચ્છા પણ ના કર..”
પણ આત્મદેવ માને ???
તેને હઠ કરી શિવે તેને આમ્રફળ આપી કહ્યું આ તારી પત્નીને ખવડાવજે આત્મ દેવે ઘરે આવીને તેની પત્ની ધુન્ધલી ને ફળ આપ્યું ધુન્ધલી સંતાન નહોતી ઈચ્છતી કેમકે એમાં તો ઘણી પીડા સહન કરવી પડે ખાવામાં ધ્યાન રાખવું પડે પછી ઉછેર તો અઘરો…
તેની બહેનને ગર્ભ રહ્યો હતો તેણે બહેનને કહ્યું તારું બાળક મને આપી દેજે આમ કહી ધુન્ધલી એ ગર્ભ રહ્યાનું નાટક કર્યું નવ માસે બહેનનું બાળક લઇ આવી બાળકનું નામ ધુન્ધુકારી પાડયું.લાડકોડ માં ધુન્ધુકારી બગડ્યો…મદિરા અને પાંચ ગણિકાઓમાં તે વ્યસ્ત રહેવા લાગ્યો પાંચ ગણિકાએ તેને મારી નાખ્યો અધુરી વાસનાને કારણે તે પ્રેતયોનિ પામ્યો.
પેલું આમ્રફળ ધુન્ધલી એ ગાયને ખવડાવ્યું હતું ગાયને માનવ આકારનો પુત્ર થયો ગાયના જેવા તેના કાન હોવાથી તેનું નામ ગોકર્ણ પાડ્યું..આત્મદેવ પસ્તાયા પુત્રની મુક્તિ માટે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું.ગોકર્ણ એ વાંસમાં ધુન્ધુકારી ને આહ્વાન કર્યું તે તેમાં રહ્યો વાંસમાં સાત ગાંઠ હતી તે દરરોજ એક એક ગાંઠ છૂટી અને ધુંધુકારીનો મોક્ષ થયો..
આ રૂપક કથામાં આત્મદેવ આપણે પોતે…ધુંધલી આપણી બુદ્ધિ…અને ધુન્ધુકારી આપણું મન સમજવું..પાંચ ગણિકા એટલે જ્ઞાનેન્દ્રિય અને તેના વિષયો શબ્દ,સ્પર્શ,રૂપ,રસઅને ગંધ જે જીવને બંધન તરફ લઇ જાય છે.બુદ્ધિ ને શ્રમ કે પીડા ગમતી નથી તેને ઓછા શ્રમે સુખ જોઈએ છે જયારે પ્રજ્ઞા તેની બહેન શુદ્ધ બુદ્ધિ છે તે શ્રમ કરીને બીજાનું હિત કરે છે…આમ ભાગવત રૂપક કથા છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s