N.S.S. And Shivpuja

N.S.S.અને શિવ તત્વની આરાધના
હમણાં ૧૨ માં ધોરણમાં તત્વજ્ઞાન વિષયમાં છઠ્ઠું પ્રકરણ ભણાવવાનું હતું મૂલ્ય મીમાંસા..તેમાં ત્રણ મૂલ્યો સત્ય, શિવ અને સુંદર…એ શાશ્વત મૂલ્યો વિદ્યાર્થીઓને શિવ એટલે શું ?એમ પૂછ્યું એટલે કહે શિવ એટલે શંકર ભગવાન…મારે તો એ કહેવાનું હતું કે શિવ એટલે કલ્યાણ…શિવ તત્વનો આરાધક બધાનું કલ્યાણ ઈચ્છે…બધા મારા છે તેવું સમજે.જો કે વિદ્યાર્થીઓએ કહ્યું તે શિવે  પણ સમુદ્રમંથન સમયે જગતને બચાવવા કાલકૂટ વિષ પીધું હતુંને ?
શિવે જ્ઞાતિ જાતિ કે ગામ સમાજના ભેદભાવ વગર સમગ્ર જીવોના કલ્યાણ માટે કાલકૂટ પીધું હતું આ શિવ તત્વ…માનવતાવાદ કરતા  પણ સમગ્ર જીવ સૃષ્ટિ પ્રત્યે મારાપણાનો ભાવ જન્મે એ શિવ તત્વની આરાધના પ્રત્યેક જીવ તે શિવ…
બહેનો મોળા વ્રત કરે,જયા પાર્વતી વ્રત કરે ત્યારે જુવારા વાવે વનસ્પતિ નાનકડા કુંડા કે છાલિયા માં ઉગાડી અંકુર ને પૂજવાની આરાધના એ શિવ તત્વની આરાધના..માતૃત્વ ધારણ કરતા પહેલા આ વ્રત જુવારાને જીવ ની જેમ સાચવવાના…ભવિષ્યમાં બાળકને ગર્ભને જીવને સાચવાવની તાલીમ કદાચ આ વ્રત સૂચવે છે અભ્યાસક્રમ માં તો છે કે સમાજસેવકો અને ધર્મ શિવ ની આરાધના કરે છે..
N.S.S.સમાજ સેવા નો એક ભાગ શિવ મૂલ્યની આરાધના…સમાજ સેવાની મશાલ લેનાર વ્યક્તિ પોતાનામાં મસ્ત જ હોય એને કારણે એ ધૂની પણ હોય…એણે ગ્રામવાદ માંથી બીજે ગામ જ્યાં પોતાનું કંઈ નથી ત્યાં સ્વચ્છતા માટે જવાનું પોતાનું ઘર, સંસ્થા,ગામ તો સૌ સાફ કરે પણ અજાણ્યા ગામમાં આ સેવા આપવાની અજાણ્યા જીવો પ્રત્યે સહાનુભુતિ એ જ શિવ તત્વની આરાધના…

અમારા એક મિત્ર પોતાના કુટુંબમાં જ ઓતપ્રોત રહે…પણ આવી સંકુચિતતામાંથી બહાર આવી વિશાળતા તરફ પગ માંડવા તે N.S.S.માટે રવિવાર જેવી રજા નો દિવસ સેવા માટે ફાળવવો અને  એ પણ અજાણ્યા લોકો માટે એ શિવ પૂજા નથી શું?કે પછી શિવ મંદિરે લોટો પાણી ચઢાવવું એને જ  શિવ પૂજા કહેવાય?
હા,આમાં સમાજસેવા કરનાર વ્યક્તિ વિશે ઘણાબધા સંકુચિત વ્યક્તિઓ  ધોખો કરે મને કેમ ના કીધું ? સેવા કરવામાં પણ આગ્રહ કરવો પડે શું ?આ કાલકૂટ વિષ પણ સમાજ સેવા કરનાર વ્યક્તિએ  પીવું પડે પણ હા,તે વિષ  ગળે જ ધારણ કરવાનું પણ શરીરમાં ઉતારવાનું નહિ..આવા શિવ ને જ ગળે ડાઘ પણ “નીલકંઠ” નામ અપાવે.

નાના વિદ્યાર્થીઓ ગામના હોય તેનું જૂથ બનાવે જ્ઞાતિનું જૂથ બનાવે બહેનો ભાઈઓ એમ જાતિનું જૂથ બનાવે પણ આ બધી સંકુચિતતાથી ઉપર સમગ્ર જીવ પ્રત્યે પ્રેમ તે  શિવ..બાલ્યાવસ્થામાં વ્યક્તિ આત્મકેન્દ્રી હોય બોલ અને બેટ કોઈને ના આપે પણ ૬ વર્ષના થાય એટલે ટીમ બનાવે જેમ મોટા થાય તેમ જૂથ વધે, પરિપક્વતા આવે, શિક્ષણ આવે પછી વિશાળતા આવે કુવામાંનો દેડકો વિશાળ દુનિયા જુએ.

ભાવનગરના હાડવૈદ કલ્યાણભાઈ બધાની સેવા કરે સ્મશાનમાં રહેતા કાળીબેન બધાને મદદ કરે માનભાઈ ભટ્ટ જેમણે જીવન દરમિયાન ૧૦૦૦૦ બાળકોના નખ કાપ્યા આ જ્ઞાતિ જાતિના બંધન વગરની દુન્યવી સેવા  આ શિવ ની આરાધના…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s