Illusion of Instrument

હેત્વાભાસ
હેતુ નો આભાસ એટલે હેત્વાભાસ ….
હેતુ એટલે ગ્રીક નીરુપાધિક સંવિધાનમાં મધ્ય્પદ…ભૂમિતિમાં જેમ પ્રમેયો હોય છે તેમ તાર્કિક પ્રમેયો હોય છે જયારે કંઈ સિદ્ધ કરવું હોય સાબિત કરવું હોય ત્યારે આવું તાર્કિક પ્રમેય રચવામાં આવે છે.
ભારતીય ન્યાયશાસ્ત્રમાં કંઈ સાબિત કરવું હોય તો પંચાવયવી અનુમાન નો આશરો લેવામાં આવે છે જે જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણથી પ્રાપ્ત ના થાય તેને માટે અનુમાન પ્રમાણનો આશ્રય લેવો પડે.આ પ્ર્મેયમાં પણ પક્ષ,હેતુ એટલે સાધન અને સાધ્ય હોય છે.
પક્ષ એટલે જ્યાં વસ્તુ સાબિત કરવી હોય તે..
હેતુ એટલે જેના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાન પ્રક્રિયાનો પ્રારંભ હોય તે…
સાધ્ય એટલે જે વસ્તુ સાબિત કરવી હોય તે..
જેમકે
1
પર્વત પર અગ્નિ છે તેમ સાબિત કરવું હોય તો પર્વત પક્ષ..
ધૂમાડો જોઇને અગ્નિનું અનુમાન થાય એટલે ધૂમાડો હેતુ …
અગ્નિ સાબિત કરવો છે એટલે અગ્નિ સાધ્ય….
2
મારે અમદાવાદ જવું હોય તો અમદાવાદ સાધ્ય..
હું એટલે પક્ષ
બસ કે ટ્રેન જેના દ્વારા જાઉં તે હેતુ કહેવાય.
3
ભક્તને ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન સાધ્ય..
ભક્ત પક્ષ
જપ, તપ, પૂજા વગેરે હેતુ કહેવાય….
4
વિદ્યાર્થીને ૮૦% પ્રાપ્ત કરવા હોય તો ૮૦ % સાધ્ય
વિદ્યાર્થી પક્ષ
પાઠ્યપુસ્તક,નોટબૂક,શિક્ષક એ હેતુ કહેવાય ..
5
વ્યક્તિને માટે ઊંઘ સાધ્ય
વ્યક્તિ પક્ષ
પથારી એ હેતુ કહેવાય
સાધ્ય પ્રાપ્ત થાય પછી હેતુની જરૂર રહેતી નથી… જેમકે
પર્વત પર અગ્નિનું જ્ઞાન થઈ જાય પછી ધૂમાડો જોવાની જરૂર નથી,અમદાવાદ પહોચ્યા પછી બસ કે ટ્રેન મૂકી દેવાના,ભગવાન પ્રાપ્ત થાય પછી જપ,તપ,પૂજા કે માળાનો શો અર્થ? ૮૦% પ્રાપ્ત થાય પછી એ પાઠ્યપુસ્તક વિદ્યાર્થી વાંચે ખરો? ઊંઘ સારી થાય પછી આખો દિવસ પથારી સાથે લઈને ફર્યા કરાય ખરું?
પરંતુ હેતુ એટલે કે સાધન શુદ્ધ હોય તો જ સાધ્ય પ્રાપ્ત થાય નહિ તો સાધ્ય પ્રાપ્ત જ ના થાય.
જે હેતુ સાધ્યની પ્રાપ્તિ ના કરાવે તે હેતુ હેતુ નથી પણ હેતુનો આભાસ માત્ર છે આવો હેતુ જે સાધ્ય ની પ્રાપ્તિ ના કરાવે તે સારો સદ હેતુ સારો હેતુ નથી પણ હેતુનો આભાસ કે અસદ હેતુ કહેવાય…
જે સાબિત કરવું તે સાબિત કરવામાં આ હેતુ મદદ નથી કરતો પણ બીજા જ સાધ્ય તરફ લઇ જાય છે આ હેત્વાભાસ કહેવાય છે..

Leave a comment