Shishumar

જ્યોતિષચક્ર
શ્રી વિષ્ણુપુરાણમાં બીજા અંશમાં નવમો અધ્યાય એટલે જ્યોતિષ ચક્ર અને શિશુમાર.
આ અધ્યાય રસપ્રદ એટલા માટે છે કે તેમાં તાત્વિક સમસ્યાઓનો ઉકેલ જોવા મળે છે જેમકે આપણી પૃથ્વી સૂર્ય ને આધારે તાકી રહી છે તો સૂર્યનો આધાર વળી કોણ?
આ વિશે પુરાણમાં કહ્યું છે કે ભગવાન વિષ્ણુનું તારામંડળ જે ૧૪ નક્ષત્રનું બનેલું છે તેને શિશુમાર પણ કહે છે એ કાચીડા જેવું છે જે જળચર પ્રાણી જેવું છે તેની પુચ્છમાં ધ્રુવનો તારો જોવા મળે છે.આ ધ્રુવ સ્વયં ઘૂમે છે અને સૂર્ય,ચંદ્ર અને નક્ષત્ર નો સમૂહ પણ તેની ફરતા ઘૂમે છે.સૂર્ય,ચંદ્ર,તારા,નક્ષત્ર,અને બીજા બધા ગ્રહો વાયુ મંડળની દોરીથી ધ્રુવ સાથે બંધાયેલા છે.આ શિશુમારના હૃદયમાં અનંત તેજનો આધાર વિષ્ણુ રહેલા છે.ઉત્તાનપાદના પુત્ર ધ્રુવે  વિષ્ણુનું આરાધન કર્યું અને તેને શિશુમાંરના પુચ્છમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આ ધ્રૂવ ને કારણેજ પૃથ્વી પર ષડ ઋતુઓ જોવા મળે છે.આ સંપૂર્ણ જગત સૂર્યને આશ્રિત છે સૂર્ય આઠ મહિના સુધી પોતાના કિરણો દ્વારા છ રસોથી યુક્ત જળને ગ્રહણ કરીને ચાર મહિનામાં વરસાદ વરસાવે છે આ વરસાદ વડે અન્ન ઉત્પન્ન થાય છે અને જગતનું પોષણ થાય છે સૂર્ય પોતાના તિક્ષ્ણ કિરણો વડે સંસારના જળનું શોષણ કરે છે અને ચંદ્રમાનું પોષણ કરે છે.ચંદ્રમા આકાશમાં વાયુરુપી નાડીઓ દ્વારા તેને ધૂમાડો,અગ્નિ અને વાયુમય મેઘોમાં પહોચાડી દે છે આ ચંદ્રમા દ્વારા પ્રાપ્ત જળ મેઘ દ્વારા તુરત ભ્રષ્ટ થતું નથી તેથી જ તેને “અભ્ર” કહેવાય છે.કાળ જનીત સંસ્કારની પ્રાપ્ત થતા અભ્રસ્થ જળ નિર્મળ થઈને પૃથ્વી પર વરસવા માંડે છે.
સૂર્ય દેવ ચાર પ્રકારનું જળ નદી, સમુદ્ર,પૃથ્વી અને પ્રાણીઓ દ્વારા નિર્મિત જળનું આકર્ષણ કરે છે ક્યારેક આકાશગંગાના જળને મેઘો વિના પણ પોતાના કિરણો દ્વારા આ જળ વરસાવે છે તેના સ્પર્શ માત્રથી જ પ્રાણી પવિત્ર શુદ્ધ બને છે સૂર્યની ઉપસ્થિતિમાં જે જળ વર્ષે છે તેને દીવ્યજલ કહેવાય છે આ દિવ્ય જળથી સ્નાન કરનાર વ્યક્તિ પવિત્ર અને નીરોગી બને છે.આ આકાશગંગાનું જળ કહેવાય છે કૃતિકા વગેરે એકી અયુગ્મ નક્ષત્રોમાં વરસતું જળ સૂર્યનો તાપ હોવા છતાં વર્ષે છે તે દિગ્ગજો દ્વારા વરસાવેલું આકાશગંગાનું જળથઈ થતું સ્નાન પવિત્ર અને પાપ તેમજ ભયને દૂર કરનારું છે.
યુગ્મ નક્ષત્રમાં વર્ષાવેલ જળ દ્વારા અન્ન અને ઔષધીઓ નું નિર્માણ થાય છે પાક્યા પછી સુકાઈ જનાર ઘઉં,જવ અને કઠોળ લોકોના શરીર ને સાધક બને છે.
આમ સૂર્યનો આધાર  ધ્રૂવ,ધ્રૂવ નો આધાર શિશુમાર અને શિશુમાર ચક્રનો આધાર શ્રી નારાયણ છે.
આ વિષ્ણુ પુરાણના રૂપકો સમજવામાં આવે તો ઋષિમુનીઓ દ્વારા મેળવેલ જ્ઞાન આપણને સહજ પ્રાપ્ત થઈ શકે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s