Vikram Samvant 2072

વિક્રમ સંવત ૨૦૭૨ શરૂ થઈ રહ્યું છે ચક્રવર્તી રાજા વિક્રમ ને થઈ ગયા તેને ૨૦૭૧ વરસ પૂરાં થયા.વિક્રમને પરદુઃખભંજક વિશેષણ લગાડતું કેમકે તેણે ઘણાના દુઃખો દૂર કર્યાં હતા. લોકોના દુઃખો જાણવા પોતાના વિશેના અભિપ્રાયો જાણવા તે અંચળો ઓઢીને રાત્રે નીકળી પડતો..તે પોતાને લોકો ચુંટશે અને તો જ રાજ્ય રહેશે તેવી ચિંતા નહોતી પણ આમ છતાં લોકો પોતાના વિશે શું માને છે ??તેની ચિંતા કરવા નગરચર્યા કરવા અંધારી રાત્રે નીકળી પડતો..પ્રજાને નાની મુશ્કેલી અને દુઃખો વિશે જાગૃત રહેતો રાજાના માનમાં લોકો ફટાકડા ફોડે અને નૂતનવર્ષને આવકારે તે યોગ્ય જ છે.
વિક્રમ પછી બરાબર ૫૬ વરસ પછી ઇસુ થયા તેમની યાદમાં ઈસ્વીસન શરુ થયું ઈશુ જન્મ્યા ત્યારે રાજા વિક્રમ ત્યારે ૫૬ વર્ષના થયા હશે.રાજા વિક્રમને હરસિદ્ધિ માતા અને વેતાળ સતત મદદ કરતા લોકોના દુઃખ દૂર કરવામાં અલોકિક શક્તિ તેમને હાજરાહજૂર હતી.શુભ કાર્ય કરનારને તણખલું પણ મદદ કરે છે.
વિક્રમ પછી ૧૧મી સદીમાં ભોજ થયા તેમ મનાય છે તેમને એકવાર તેઓ ફરવા નીકળ્યા એક ઢોર ચારનાર છોકરો એક ટીંબા પર બેસીને “રાજા રાજા” રમતો હતો.મિત્રો તેની પ્રજા નો “રોલ”ભજવતા હતા તે બધાને ન્યાય કરતો હતો.  તે છોકરાના ગયા પછી રાજાભોજે એ જમીન ખોદાવી ત્યાંથી એક સિંહાસન નીકળ્યું તે સિંહાસન પર ૩૨ મૂર્તિ -પુતળી હતી.                                                                                                                                                                                                       ભોજે આ સિંહાસન પોતાના મહેલમાં મુકાવી મુહૂર્ત સારું જોઇને બેસવાનું વિચાર્યું.જ્યાં રાજા સોનાના સિંહાસન પર બેસવા પગ ઉપાડ્યો ત્યાં એક  પુતળી બોલી,”રાજા,રખે પગ મૂકતો આ આસન ખૂબ પવિત્ર અને પરદુઃખભંજક રાજા વિક્રમ જેવા કર્યાં હોય તે જ બેસી શકે તેં આવા કામ કર્યાં છે”
રાજા ભોજે પૂછ્યું કેવા??તેના જવાબમાં પુતળી વાર્તા કહે આવું બત્રીસ વાર બન્યું ભોજ પછી સમજી ગયા કે પોતે આવા પરદુઃખભંજક નથી અને તે આસન પર બેસવાનું માંડી વાળ્યું..આ બત્રીસ પુતળીની વાર્તાઓ વાંચવા જેવી છે એકી બેઠકે વાંચી જવાય તેવો રસ પડે તેવી છે મૂલ્ય અને શિક્ષણનું ઘડતર કરે તેવી છે બાલ્યાવસ્થામાં અને જિંદગી દરમિયાન પણ વાંચવા જેવી છે.
વિક્રમ અને વેતાળ  ઉપર આધારિત “વેતાળ પચીસી”પણ રસપ્રદ છે આવા વિક્રમને થઈ ગયાને ૩૦ મિનિટ પછી ૨૦૭૧ વરસ પૂરા થશે…
નમસ્તે રાજા વિક્રમ
ભલે પધારે ૨૦૭૨…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s