Happy Deepavali

thCRQZ2QTO

આજે દિવાળી છે દિપ એટલે દીવો અને આવલિ એટલે હારમાળા દીવાઓ ની હારમાળા એટલે દિપોત્સવી..

યુગ પ્રમાણે આ ઉત્સવ પણ ઇલેક્ટ્રોનીક થઈ ગયો છે હવે લાઈટ દ્વારા ઉજવાઈ રહ્યો છે.ઉત્સાહ આવકાર્ય છે પણ જે પર્યાવરણીય હેતુ છે તે જળવાઈ છે ખરો??
શુદ્ધ તેલ કે ઘી ના દીવા દ્વારા વાતાવરણ શુદ્ધ થાય છે ખરું?આપણને એમ થાય કે ઉત્સાહમાં આવું બધું વિચારવાનું ના હોય ? સાચી વાત આ વેદિયાપણું પણ  લાગે.પણ જયારે પર્યાવરણ જોખમાતું હોય ત્યારે આપણે વિવશ થઈને આ વિચારવું જોઈએ અનેક ફટાકડા ના અવાજોથી વિહવળ થતા પશુપક્ષી ને તમે જુઓ તો કદાચ બધા આવું વિચારવા માંડે…
માણસ તરીકે વૃધ્ધો,નાના બાળકો,જીવજંતુ,અને પશુપક્ષીઓ નો વિચાર કરવો એ દરેક જાગૃત વ્યક્તિની ફરજ છે.હમણાં કેટલાક વરસોથી અવાજ વાળા ફટાકડા અને તેના ધુમાડાથી દમ શ્વાસ ના દર્દીઓ આ દિવસોમાં ખૂબ પરેશાન થતા હોય છે.મોટા શહેરોમાં રસ્તા પર નીકળવાથી ગળું બળવું જેવી સમસ્યા ઉદ્ભવે છે,
બીજી બાજુ તહેવારો બાદ ખોરાકમાં ગળપણ અને તળેલું ખાઈને શરદી ઉધરસ અને તાવ જેવા રોગોને કારણે દવાખાના ઉભરાતા જોવા મળે છે અને તહેવારો બાદ “હેપી દિવાળી”ને બદલે દુઃખી દિવાળી બની જાય છે.
આપણા સ્વાર્થ અને આરોગ્ય માટે પણ  ઉત્સવોમાં પ્રવેશેલા કુરિવાજો બદલવાની જરૂર નથી લાગતી ???

માટીના કોડિયાંમાં જ ઘી કે તેલનો દીવો પ્રગટાવીને,આરોગ્યને ધ્યાનમાં રાખીને ખાદ્ય પદાર્થો અને પ્રકૃતિના ખોળે ફરવા જઈનેઅને ગ્રામ્ય જીવન માણવા જઈને દિવાળી ઉજવવામાં આવે તે હવે આવતા સમયની જરૂરિયાત છે તેમાં બેમત ના હોઈ શકે…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s