Philosophy Of Festival

આજે કાળીચૌદસનો તહેવાર..નાનો હતો ત્યારે આ દિવસે બહાર જવામાં બીક લાગે…આજે પણ થોડી થોડી તો લાગે જ…વિજ્ઞાન આટલું આગળ વધી ગયું તો હવે શાનો ભય ???ને આવો ભય વાળો કંઈ તહેવાર હોય???
આજે બધા વડા અને લાડવા બનાવે…ત્યારે મોટાભાગના લોકો ચોકમાં પાણીથી ચક્કર બનાવીને તેમાં વડું કે વડા મૂકે અને તેને કકળાટ કાઢ્યો તેમ કહે આવા વડા ભૂખી કોઈપણ વ્યક્તિ ખાય કે પ્રાણીઓ પણ ખાય એનાથી કાંઈ થાય તે તો વહેમ જ…પણ ચક્કરમાં પગ પડે -કુંડાળામાં પગ પડી જાય તો કકળાટ આપણા ઘરમાં આવે તેવી બીક…
હવે લાગે છે કે આ બધું તો નબળા મનની નિશાની તર્કશાસ્ત્રી જહોન સ્ટુઅર્ટ મિલ ના મતે “મનની ઢીલી આદત”કહેવાય …છતાં આવો તહેવાર કેમ???વિચારતા લાગે છે કે એ જમાનામાં મનોચિકિત્સક ના હતા તેથી વ્યક્તિ દ્વારા આ બધી મલિનતા,રાગદ્વેષ ફૂડકપટ બહાર ચોક માં મૂકી આવવાનો પછી મૂંગામૂંગા પાછળ જોયા વિના ઘરે આવી જવાનું..આની પાછળનો હેતુ એક મનોવૈજ્ઞાનિક નુસખો જ હતો કે મલીન તત્વો મારામાંથી કે ઘરમાંથી ચાલ્યા ગયા આવા નૂસખા થી મન કલુષિતતા દૂર થઈ જતી હોય તો તેને માનસિક તંદુરસ્તી માટેની થેરપી જ માનવી જોઈએ.
દરેક કલહ કલુષિતતા નું મૂળ ભૌતિકતા જ હોય છે સંપત્તિ, હોદ્દો, જરજવેરાત,મમત્વ વગેરે જો આ બધું ચોકમાં મૂકી આવીએ તો….તો કયાંય કલહ નથી.ગઈકાલે ધનતેરસ સુધી ધન મેળવવા ખૂબ પ્રયત્ન કર્યો પણ એક દિવસ તે આપણું નથી તે ખ્યાલ કાળીચૌદસના દિવસે રાખવાનો છે.જો આ ખ્યાલ નહિ રાખીએ તો કકળાટ નહિ જાય એ નક્કી.
ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ દિવાળીના દિવસે સૂર્ય-આત્મા અને ચંદ્ર-મન કે જ રાશિમાં ભેગા થાય છે ચંદ્ર-મન એ સૂર્ય-આત્મામાં વિલીન થવો જોઈએ,,,આત્મા સૂર્ય એ મન-ચંદ્રમાં વિલીન થવાનું નથી નહિ તો અંધકાર અને કકળાટ અને દુઃખ જ રહેશે,વળી દિવાળીના દિવસે ચંદ્ર સૂર્ય બંને તુલામાં હોય છે તુલા એટલે ત્રાજવું.દરેક જીવ પ્રત્યે ત્રાજવાની જેમ પ્રેમ કે દ્વેષ વગર ન્યાયપૂર્વક વર્તવામાં આવે તો દિવાળી દૂર નથી આત્માનું અજવાળું પણ દૂર નથી ચાલો, મનની કલુષિતતા દૂર કરીને બધા વાદથી દૂર જઈને જીવનમાં આત્માનું અજવાળુ પાથરવા દીપ પ્રગટાવીએ…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s