Gandhi Jaynti

આજે બીજી ઓક્ટોબર, ગાંધીજયંતી એ “મહાત્મા”અને “રાષ્ટ્રપિતા”નું બિરુદ જેમને પ્રાપ્ત થયું તેમને યાદ કરીએ ત્યારે એમ થાય કે આવું બિરુદ તેમને કેમ મળ્યું હશે?શું આત્મા ને મહાન કે અન્ય વિશેષણો લગાવવા જરૂરી છે.ના,એવું નથી પણ લોકો આત્માને મહાન અને શુદ્ધ એવા વિશેષણો પ્રયોજે છે.ખરેખર તો દેહ પ્રમાણે આત્મા હોય છે હાથી અને કીડીમાં તે વ્યાપકતા ધારણ કરે છે.આ બિરુદ તેમની આધ્યાત્મિકતાનું સૂચક છે.
જયારે ગાંધીજી સત્યાગ્રહની લડતમાં કે અન્ય સંઘર્ષોમાં મુંઝવણ અનુભવતા ત્યારે શ્રીમદ ભગવદગીતા નું માર્ગદર્શન લેતા પોતે કોઈ વ્યક્તિ નહિ પણ કર્તવ્ય કર્મ કરનાર વ્યક્તિ એટલેકે આત્મા છે તેમ સમજતા.
ગાંધીજીના અધ્યાત્મ ગુરુ એટલે શ્રીમદ રાજચંદ્ર એ ઝવેરીનો વ્યવસાય કરતા કરતા યોગી બની રહ્યા હતા.એકવાર હીરાની પોટલી રાજચંદ્રે તેમના વ્યપારી મિત્ર કસ્તુરચંદને વહેચી પૈશાનો વહેવાર પણ પત્યો.થોડા સમયમાં રાત્રે જ હીરાનો ભાવ ઘટ્યો સ્વભાવિક છે કે કસ્તુરચંદ દુઃખી થયા જ હોય કે હીરામાં ખોટ ગઈ.આ બાજુ રાજચંદ્રને પણ ઊંઘ ના આવી કે કસ્તુરચંદ દુઃખી હશે રાત્રે જ તે તેમના ઘરે ગયા બારણું ખખડાવ્યું પૈશા પરત કરીને કહ્યું “હીરા ખરીદ્યાનો પસ્તાવો થાય છે ને લો આ પૈશા.”
કસ્તુરચંદ સ્તબ્ધ થઈ ગયા આ મહામાનવ ને જોઇને,રાજચંદ્રે કહ્યું કે,”પૈશા ને કારણે મનમાં પડતી ગાંઠ રહે કરતા સોદો ફોક કરવો સારો.આવા સમર્થ ગુરુના સમર્થ શિષ્ય એટલે ગાંધીજી.
જેમ પિતા સંતાનો માટે ઘરની જવાબદારી અદા કરે,તનતોડ મહેનત કરે તેમ રાત દિવસ, સગાવહાલા વગેરે નો વિચાર કર્યાં વગર ગાંધીજીએ સ્વરાજ અપાવવા મહેનત કરી તેથી જ તેમને રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યું.ગાંધીજીનું આધ્યાત્મિક ચિંતન અને સર્વધર્મ સમભાવની નીતિ જ મહાત્માનું બિરુદ આપાવે તેમ છે.બાકી આપણે તો સામાન્ય જીવાત્મા છીએ આપણે તો મિનિટે મિનિટ ગણીએ છીએ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s