Etymology

વ્યુત્પત્તિ શાસ્ત્ર

ગયા મંગળવારે સહકાર્યકરો સાથે ચા પીતાં પીતાં ચર્ચા ચાલી -चाय पे चर्चा વાત એમ કે આ “આતવાર અને મંગળવારે અમુક કામ ના થાય”વાળ કપાવવા નખ કાપવા વગેરે…”
આ મંગળવાર તો સમજ્યા પણ આતવાર શબ્દ કેમ બન્યો?કુકડિયા સાહેબ બોલ્યા એટલામાં શ્રી પટેલ ઉવાચ “તમારી બાજુ આતવાર કહેતા હશે  અમારે તો અહી “દીતવાર મંગળવાર” કહે છે” મારું મગજ કામે લાગ્યું કહોને કે યાસ્કાચાર્ય મનમાં પ્રવેશ્યા -આ+દિત આદિત્ય સૂર્યનું નામ યાદ આવ્યું.હા,આદિત્ય વાર એટલે રવિવાર…
અપભ્રંશ થતાં થતાં શબ્દો કેવું રૂપ ધારણ કરે છે M.A.ના બીજા વર્ષમાં મારે નિરુકત ભણવાનું આવતું તેમાં શબ્દ કેમ બન્યો અર્થાત્ તેની વ્યુત્પત્તિ ભણવાની આવતી આજે પણ નવો શબ્દ સાંભળું અને કેમ બન્યો તે વિચારવાનું શરુ થાય વાહ ! યાસ્કાચાર્ય …આભાર યાસ્કાચાર્ય…કેવા હશે યાસ્કાચાર્ય …ધન્ય ધન્ય તેના છાત્રો ને પણ…

વળી થયું કે આ આદિત્ય એ સૂર્યનું નામ કેમ પડ્યું ?કશ્યપ મુનિને બે પત્નીઓ દિતિ અને અદિતિ..સંધ્યા સમયે દિતિ એ કશ્યપ પાસે સંતાનની ઈચ્છા પ્રગટ કરી કશ્યપે આ સમય યોગ્ય ના હોવાનું કહ્યું પરંતુ દિતિ ના માન્યા અને પછી સંતાન થયા તે દૈત્યો અને અદિતિ ધર્મ ને અનુસરતા તેમને જે સંતાનો થયા તે આદિત્યો કહેવાયા..કશ્યપ ને અન્ય બે પત્નીઓ પણ હતી વિનીતા અને કદ્રુ…વિનીતાના વૈનતેય એટલેકે ગરુડ અને કદ્રુને થયા તે સર્પો.આ બંને પછી દુશ્મન બન્યા ગરુડ સર્પને ખાય જાય છે .

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s