Independent Day

સ્વાતંત્ર્ય દિવસ
ગઈકાલે ૬૯મો સ્વાતંત્ર્ય દિવસ ગયો… બે દિવસ પહેલા ધોરણ ૧૧ માં मैथिलीशरण गुप्ता નું કાવ્ય उद्बोधन ભણાવ્યું કવિની વેદના છે કે આઝાદી ના કેટલા વરસ ગયા ?હવે તો બધા જાગો… ખોટી રીત રસમો… અંધશ્રધ્ધા ત્યાગો…હજુ આપણે વિકસિત થવું હોય તો મારા તારા પણું છોડવું પડશે..વર્તમાનપત્રમાં જોઈએ તો બધા જ અનામત માગી રહ્યા છે.
ખરેખર તો ગુણવત્તા જ વધારવી જોઈએ એ આપણે સહુ સમજીએ છીએ વિકસિત દેશનો નાગરિક તો એમ કહેતો હોવો જોઈએ કે મને મારી લાયકાત જેટલું જ ખપે અણહકના નોકરી કે હોદ્દા મને ના ખપે.
તમને એવું નથી લાગતું કે હવે આ જ્ઞાતિ કે જાતિ ના ભેદભાવ રહિત સમાજ નું નિર્માણ થવું જોઈએ ? મેં વર્ગમાં આ વાત કરી ત્યારે બધાને ગમ્યું. કોઈ નાતજાત ના ભેદભાવ જ ના હોય તો વિદ્યાર્થીઓ કલ્પના કરવા લાગ્યા આવી વાત થોડીકવાર બધા સ્વીકારે ગમે પણ ખરી પણ થોડા દિવસ માં હતા તેમ જ..ઘણી વાર હું વિદ્યાર્થીને કહું કે આપણી અટક દ્વારા  જ્ઞાતિ-જાતિ ઓળખાઈ જાય છે અને ભેદભાવ જન્મે છે આવા ઓળખ ચિહ્ન વગર માતા-પિતા નું નામ ઓળખ માટે હોવું જોઈએ આવું થાય તો કેમ ? તો અનામત હોવી જોઈએ કે કેમ ? હા,આર્થિક રીતે પછાત હોય જેને જમીન જાગીર નથી..તેને માટે અનામત હોવી જોઈએ પણ આ નક્કી કઈ રીતે થઇ શકે?
તેના જવાબમાં કહી શકાય કે વ્યક્તિની રહેણીકરણી બેંક વ્યવહારો દ્વારા જાણી શકાય આજના સમયમાં આ જાણવું અઘરું નથી..આવી જ્ઞાતિવિહીન સમાજ રચના અસ્તિત્વમાં આવશે ત્યારે જ આપણું उद्बोधन -જાગરણ થયું ગણાશે અને વિકાસ શક્ય બનશે આવા ભેદભાવથી આપણો વિકાસ શક્ય કેમ બનશે ?

આપણો એક જ ધર્મ હોવો જોઈએ અને તે માનવ ધર્મ અને માનવ જ્ઞાતિ.આ સાચા વિકાસનો રાજમાર્ગ અને રાજમાર્ગ કીચડવાળો ના હોય તો કેડી એ શું કામ ચાલવા જવું?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s