GURU

गुरोस्तु मौन् व्याख्यानं शिष्यास्तु छिन्न संशया |
ગુરુ મૌન વ્યાખ્યાન આપે છે અને શિષ્યોના સંશયો છેદાય જાય છે -શંકા દૂર થાય છે.
વિવિધ સંબંધોમાં ગુરુ-શિષ્ય સંબંધ ને શ્રેષ્ઠ કહ્યો છે અને રહ્યો છે,આ સંબંધ કોઈ અપેક્ષા વિનાનો અને દિવ્ય છે.એમાં ભૌતિક સંબંધો-ધન- શરીરથી પર  એવો અંતકરણ-મન,બુદ્ધિ-ચિત્ત -અહંકાર સાથેનો અને એક તબ્બકે આત્મા સાથે નો સયુજ્યનો સંબંધ છે.આ સંબંધમાં પરા વાણી વડે વ્યવહાર થાય છે વૈખરી વાણી તો વ્યવહાર માટે છે.આમાં એક સમજ હોય છે તેથી વાણીનું બંધન નથી ભગવાને ગીતામાં કહ્યું છે તેમ
यत्र वाचो निवर्तन्ते   तद्ध्धांम् परमं मम |
જ્યાંથી વાણી પાછી ફરી જાય તે મારું ધામ છે.
મિત્રો સગાવહાલાને વાતો કરીને સમજાવવા પડે પણ પતિ-પત્નીએ કે પ્રેમીઓ  ઈશારાથી વાતો કરે પણ ગુરુ-શિષ્ય બધું કહ્યા વગર સમજી જાય છે આ કોઈ આકર્ષણ વગરનો દૈહિક કે આર્થિક બાબતોથી પર સંબંધ છે.ગુરુત્વ પામવા કાવાદાવા કરવા પડતા નથી આ ગુરુપદ બિનહરીફ છે ત્યાં ચુંટણી નથી જ્ઞાન એ પરમ અવસ્થા છે હોદ્દાઓ કે ધનના આકર્ષણથી મહત્વાકાંક્ષાથી આ પદ ના મળે બધું ત્યાગવાથી જ જ્ઞાન અને ગુરુપદ મળે બધી બાબતો નાશવંત છે -તેનો અંત આવે પણ જ્ઞાન અને ગુરુ તો અમરત્વ તરફ લઇ જાય..
યાજ્ઞવલ્ક્યની બે પત્નીઓ મૈત્રયી અને ગાર્ગી.
ગાર્ગીએ માગ્યું કે મારે કોઈ નાશવંત બાબત કે વસ્તુ જોઈતી નથી
येनाहं अमृतास्यां किमहं तेन कुर्याम् |
જેનાથી મને અમરત્વ ના મળે તેવી વસ્તુને હું શું કરું ?
સામાન્ય લોકો આકર્ષણો માં અટવાય જાય ત્યારે ગુરુ શિષ્યને લોભામણી બાબતોથી બચાવીને પરમ તત્વ એવા આત્માની ઓળખ કરાવે છે..બાકી તો પૈસા પાછળ અને હોદ્દા અપાવનારા નાશવંત વસ્તુ અપાવનારા ગુરુઓ અને લાલચી ચેલાઓ થી દુનિયા ભરી પડી છે.
શ્રેય અને પ્રેય બંને માર્ગ છે ભૌતીક અને આધ્યાત્મિક બાબતોમાંથી શું પસંદ કરવું? તે તો વ્યક્તિ એ નક્કી કરવાનું..એને આધારે જ ગુરુ મળે ડોગરેજી મહારાજ કહેતા કે
लोभी गुरु और लालची चेला दोनों नरक में ठेलंठेला |
હે ઈશ્વર | અમને સદગુરુ આપજે- ભેટો કરાવજે..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s