Single Unit

સળંગ એકમ
પુરાતનકાળમાં શિક્ષણપ્રથા એવી હતી કે વિવિધ આશ્રમોમાં શિક્ષણ મળતું,નિવાસી શિક્ષણ મળતું,નિવાસી શાળા હતી.આજે તો પ્રાથમિક, માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક, મહાવિદ્યાલય,અનુસ્નાતક માટે ભવનો…..
આ બધાનું સળંગ એકમ ના થઇ શકે આટલી બધી ઝંઝટ શા માટે ? પહેલાના જમાનામાં એક જ વિષય હતો જ્ઞાન, સત્ય જ્ઞાન કે તત્વજ્ઞાન એરીસ્ટૉટલ,પાયથાગોરસ તો ગણિતશાસ્ત્રી, વૈજ્ઞાનિક ચિંતક હતા.જ્ઞાનની આટલી બધી શાખાઓ પણ ના હતી.વાસ્તવમાં બધું સળંગ એકમ હતું ભેદભાવના હતા આજે પણ ના હોવા જોઈએ..
તો વિવિધ વિભાગ શા માટે ?
હું ઘણીવાર મારા સહકાર્યકર માધ્યમિક વિભાગના મિત્રોને ઉચ્ચતરવિભાગમાં તાસ લેવાનું કહું અને એમ પણ કહુ કે “આ તમારી પાસે ભણી ગયેલા ને જ ભણાવવા જવાનું છે”પણ બહુ ઓછા આ બાબતે તૈયાર થાય જે તૈયાર થાય તે માનસિક પરિપક્વ હોય સોળ સત્તર વરસ ના વિદ્યાર્થીના વૃત્તિ-વર્તનને સ્વીકારી કે સમજી શકે તેને આ વિદ્યાર્થીઓને ભણાવવામાં મજા આવે બાકી તેઓ દુખી-દુખી થઇ જાય અને કહે “પહેલા તો આ છોકરા સારા હતા હવે બગડી ગયા”હું કહું કે
“અરે! મારા વહાલા,બાળકો તો એ જ છે પણ મોટા થાય એટલે આ પરિવર્તન આવ્યું કહેવાય તેને સ્વીકારવું પડે સમયની સાથે બદલાવું પડે”જો બદલાઈ ના શકીએ તો વિભાજન સ્વીકારવું પડે..આજે વિભક્ત કુટુંબની પ્રથા સારી ના હોવા છતાં સ્વીકારવી પડી છે ને ? ઘરમાં કંકાસ- કજીયો થાય એ કરતા વિભાજન સારું કે નહી?
ઘણી શાળાઓ હાયર સેકન્ડરી ઘણાં વરસ સુધી ચાલુ કરવા માંગતા નહોતા કેમકે તેમને અશિસ્ત શાળામાં વ્યાપી જશે તેમ લાગતું…બહુ સાચી વાત પણ ખરી બાલ્યાવસ્થા,પૂર્વ, મધ્ય અને ઉત્તર તરુણાવસ્થાના વિદ્યાર્થીઓની મનોવૃત્તિ અલગ હોય છે તે સ્વીકારવું રહ્યું.
છતાં વ્યવસ્થાના ભાગ રૂપે શિક્ષકોની નોકરીની સલામતીના સંદર્ભમાં આ સારી બાબત છે પણ વર્ગ દીઠ ૨.૫ શિક્ષકનો રેસીયો ૯ થી ૧૨ ધોરણ માં તો હોવો જ જોઈએ કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ ૬ થી ૮ માં ૨ શિક્ષકનો રેસીયો રાખ્યો તેથી શિક્ષણમાં સુધારો થયો છે તે નિર્વિવાદ છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s