Rain-Forcast

વરસાદ ની સંભાવના
જગતનો તાત વરસાદની રાહ જોઈ રહ્યો છે વાવાજોડા રૂપે ખૂબ વરસાદ આવ્યો.નદીનાળા છલકાઈ ગયા પણ પાછો વરસાદ ગુમ થઇ ગયો…પણ ચિંતા જેવું નથી હમણાં ૮.૨૯ મિનિટે ચંદ્ર કર્ક રાશિમાં પ્રવેશે છે કર્ક જળ રાશિમાં પ્રવેશે ત્યારે વરસાદ આવે.આજે રાત્રે ૨૮.૦૩ એટલે કે ૪.૦૩ મિનિટે શુક્રવારની સવારે ગ્રહ મંડળ નો રાજા સૂર્ય પણ કર્કમાં આવશે તેથી વરસાદ માટે ઉજળા યોગો છે.
હાલ ગુરુ મહારાજ સૂર્યના ઘરમાં સિંહ રાશિમાં છે પણ સિંહ રાશિના માલિક સૂર્ય કર્ક એટલેકે જળ રાશિમાં આ સારો યોગ છે…૩૧  મી જુલાઈ ના રોજ મંગળ મહારાજ રાત્રે ૨.૧૯ મિનિટે કર્ક માં આવશે તે પણ સારો વરસાદ આપે મંગળ રાશિ પરિવર્તન કરે તેના ૪ દિવસ પહેલા અને ૪ દિવસ પછી વરસાદ આવે તેવું અનુભવી જ્યોતિષી કહે છે તેથી ૨૭ જુલાઈથી ૩ ઓગસ્ટ વરસાદ સારો પડે..
હાલ શનિ મહારાજ વૃશ્ચિક જળ રાશિમાં છે તે પણ વરસાદ લાવે પણ શનિ મહારાજ વાયુ તત્વ ધરાવે છે તેથી પવનનું જોર વધારે રહે તો નવાઈ નહી.શનિ મહારાજ ન્યાયના દેવ હોવાથી ન્યાય માર્ગે ચાલનાર,મહેનત પ્રમાણે ફળ આપનાર દેવ છે આ ગ્રહ જળ રાશિમાં ૨ ઓગસ્ટે ૧૧.૨૩ મિનિટે માર્ગી  થશે ત્યારે વધુ વરસાદ આપે એવી સંભાવના છે.
આ બધી ગ્રહ સ્થિતિ જોતા આજે અને કાલે અને પરમ દિવસે સૂર્ય ચંદ્ર કર્ક માં હોવાથી વરસાદ ની સંભાવના ઘણી છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s