Group

જૂથ
જૂથ એટલે વ્યક્તિઓનો એવો સમૂહ કે કોઈ વિધાયક-હકારાત્મક હેતુ સાથે કામ કરતો હોય સાથે સાથે બીજા સભ્યના વિચારોને ખુલ્લા મનથી સ્વીકારતો હોય એટલે કે વૈજ્ઞાનિક અભિગમથી કામ કરતો હોય જૂથમાં રહેનાર જડતા રાખી શકે નહી જો જડતા રાખે તો તે જૂથ કહેવાય નહી. એને ટોળું કહેવાય ટોળાને કોઈ હેતુ હોતો નથી ફક્ત જૂસ્સો જ હોય.અવ્યવસ્થા એ ટોળાનું મુખ્ય લક્ષણ…એમાં નેતૃત્વ પણ હોતું નથી.આવું ટોળું નાશ પામે છે તેનું અસ્તિત્વ કાયમી હોતું નથી.
જયારે જૂથ group સ્થાયી હોય છે.તેમાં સંવાદ હોય છે.
સંવાદ એટલે એક રાગે થતો વાદ…
જૂથ શાસ્ત્રાર્થ પણ કરે સત્ય વાત શોધવાની મથામણ…
વિતંડા એટલે ફક્ત જીતવા માટે થતી ચર્ચા આ માટે છળ-ભ્રામક દલીલનો પણ આશ્રય લેવામાં ક્ષોભ કે સંકોચ થતો નથી..
જલ્પ એટલે હરવા કે જીતવાની ઈચ્છા વગર ફક્ત એકબીજા પર હાવી બનવા માટે થતી ચર્ચા..
આજકાલ ઘણાં whats app group અસ્તિત્વમાં છે પરંતુ સફળ અને લાંબો સમય સ્થાયી જૂથ બનાવવા માટે મનની વિશાળતા હોવી જરૂરી છે.ગ્રુપ એવું હોવું જોઈએ કે જેના વગર સભ્યને ચેન ના પડે તેનાથી દૂર થાય તો દુઃખ થાય એકાદ સભ્ય જુદો પડે તો બીજા સભ્યો બેચેન બને…પરિવારમાં મતભેદ હોય પણ groupમાં નહી કેમકે તે સમાન વિચારો થી સંકળાયેલું હોય છે..
કોઈ ગ્રુપમાંથી બહાર નીકળી જાય તો આપના જૂથમાં કૈક ખૂટે છે અથવા એ વ્યક્તિ આપણા વિચારો સાથે સંમત નથી એમ સમજવું ગ્રુપ પરાણે બની શકે નહી એ સ્વેચ્છિક હોય છે..અમારા એક નિવૃત શિક્ષકમિત્ર એ સવારે ગ્રુપ બનાવ્યું સાંજે કડડ…ભૂ સ….કારણકે તેમાં “એડમીન” બનવા માટે ઝઘડો થતો હતો…જ્યાં આવું બને તો જૂથ શક્ય ના બને જ્યાં બધા વર્ચસ્વ ધરાવવા ઈચ્છતા હોય તે ગ્રુપ કે પરિવાર ટકે નહી..જૂથ બનાવવા ત્યાગ અને બલિદાન જરૂરી હોય છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s