Krishna Is A God ?

મારા સહકાર્યકર મિત્રે જયેશભાઈ ભટ્ટી એ પ્રશ્ન કર્યો કે શું કૃષ્ણ ભગવાન હતા ખરા ? આ તો દર્શન શાસ્ત્રનો પ્રશ્ન કહેવાય ? જો તેઓ ભગવાન હતા તો મહાભારતનું યુદ્ધ થવા જ ના દેત ? શું દુર્યોધન જેવા બે-પાંચના સ્વભાવમાં પરિવર્તન ના લાવી દેત?તો આટલા બાળકો અનાથ ના બનત અને ઘણી સ્ત્રીઓ વિધવા ના થાત અને મને પણ ચર્ચામાં રસ પડ્યો અને ઉકેલ માટે તો ભગવતગીતા જ જોઈ.
આનો ઉત્તર ભગવતગીતામાંથી ફલિત થાય છે કે
प्रकृति यान्ति भूतानि निग्रह कीं करिष्यति |
દરેક પ્રાણી પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે તેમાં કોઈ પરિવર્તન કરી શકે નહી.
પ્રકૃતિ એટલે જ સ્વભાવ…ઈશ્વર પણ પ્રકૃતિ ને પરવશ છે પ્રકૃતિ એટલે ત્રણ ગુણો.આ ત્રણ ગુણો કર્મ સાથે બંધાયેલા છે કર્મનું ફળ દરેકે ભોગવવું જ પડે ભગવાનના માતા પિતા પણ તેમાંથી બાકાત ના રહી શકે? રામાવતારમાં દશરથ ની સ્થિતિ અને કૃષ્ણ અવતારમાં વસુદેવ દેવકી ની સ્થિતિ ભગવાન બદલાવી શકતા નથી તેમ સિદ્ધ થાય ને ?અરે! કુષ્ણ ૧૨૫ વર્ષ પછી મૃત્યુ પણ પારધીના બાણ દ્વારા પામે છે…ત્યારે એમ થાય કે આવું તે બદલાવી ના શક્યા હોત ?જો એ બદલાવી શકત તો એ જાદુગર કહેવાય ઈશ્વર નહી.ઈશ્વર કર્મનું ફળ બદલાવી શકે નહી…પણ હા એ સુખ દુઃખ થી પર થઈ શકે એટલેકે તે ભાવ લાગણીથી પર ભિન્ન બને.
ભગવતગીતામાં કૃષ્ણ હું -હું કરે છે ૧૦માં અધ્યાયમાં… તે સ્થૂળ સ્વરૂપ કૃષ્ણની વાત નથી જેમ કે મોરલી ધારણ કરેલા વ્યક્તિ…પણ તે આપણી અંદર રહેલ ચૈતન્ય સ્વરૂપ આત્માની શ્રેષ્ઠ અવસ્થાની વાત કરી છે.આવો પરમ આત્મા પ્રકૃતિ માં પરિવર્તન લાવી દેતો નથી કોશિશ કરે પણ પરિવર્તન નહી.જેમકે સારો શિક્ષક વિદ્યાર્થીને ભણાવવાની કોશિશ કરી તેનામાં પરિવર્તન લાવી દે પણ નાપાસ વિદ્યાર્થીને પ્રથમ વર્ગમાં ના મૂકી દે..તેવી જ યુદ્ધ ન્યાય માટે, સમાજ ને દાખલો બેસાડવા જરૂરી હતું સમયની માંગ હતી નહીતર અર્જુન તો હરેરી જ ગયો તો કે હવે આપણે કઈ બાધવું નથી કઈ જોતું નથી સગાવહાલા સાથે ઝઘડી ને શું લઇ લેવાનું ?
આમ છતાં કૃષ્ણ યુદ્ધ કરવાના પક્ષમાં હતા કારણકે લોકો આમ ત્યાગી ને અન્યાય સહન જ કર્યા કરે તો સમાજ વ્યવસ્થા ભાંગી પડે.કેટલીક વાર યુદ્ધ અનિવાર્ય બની જાય તેવી સ્થિતિ મહાભારત કાળની હતી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s