Surplus Teacher

શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો પ્રલય અને નિર્માણ એના ખોળામાં રમે છે -ચાણક્ય
આનો અર્થ એમ કે શિક્ષક સમાજમાં ધાર્યું પરિવર્તન લાવી શકે શિક્ષક કદી નિવૃત થતો નથી કે ફાજલ થતો નથી આ બાબત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃશ્નન અને આજના ગુજરાતના મુખ્યમંત્રી બહેન શ્રી આનંદી બહેન એ સિદ્ધ કરી છે આજે પણ ભૂતપૂર્વ શિક્ષક અને આચાર્ય એવા બહેન નિવૃત નથી સતત પ્રવૃત છે.
હમણાં હમણાં શિક્ષક વર્તુળમાં સળગતી સમસ્યા ફાજલ ની છે.આનો ઉપાય એ છે કે શિક્ષકે પ્રવૃત થવું વર્ગો ઘટવા લાગ્યા સંખ્યા થતી નથી હવે શું થશે?આવું બધા વિચારે છે સ્વનિર્ભર સંસ્થાઓમાં બધા વિદ્યાર્થી જતા રહે છે.
આવું કેમ થાય છે તે વિચારવું રહ્યું.વિદ્યાર્થીઓને અનુદાનિત શાળાઓમાં પૂરતું શિક્ષણ મેળવ્યાનો સંતોષ થતો નથી.એમાં ભણવાથી કોઈ પ્રતિષ્ઠા નથી આવો ખ્યાલ વાલીવગર ઓ અને વિદ્યાર્થીઓમાં પ્રવર્તે છે.
આ ખ્યાલ દૂર કરવા માટે શિક્ષકે જ પ્રયત્ન કરવા પડશે.
૧ વેકેશન દરમિયાન પણ સ્વનિર્ભર સંસ્થાઓની જેમ ભણાવવું પડશે.
૨ શાળા સિવાય પણ જાહેર જગ્યાએ મંદિરે કે ઓટલે અને સર્કલોમાં પણ વિદ્યાર્થી જ્યાં મળે ત્યાં તેની ઈચ્છા હોય તો ભણાવવું.
૩ સરકાર વિદ્યાર્થીઓ માટે કેટલો ખર્ચ કરે છે તે સમજાવવું.સમાજમાં આ અંગે જાગૃતિ લાવવી.
૪ સરકારે આજ સુધી શિક્ષકો ને ઘણું આપ્યું છે તેના બદલામાં ઈન્ટરનેટ અને મેસેન્જર સેવાઓના માધ્યમથી શિક્ષણ કાર્ય શરુ કરવું .
૫ વિદ્યાર્થીઓને ખાનગી ટયુશનની જરૂર જ ના પડે તેવી રીતે જ શાળાઓ માં ભણાવવું.
૬ નિષ્કામ ભાવે શાળા સમય વગર પણ ભણાવવું.
જો આમ થશે તો જ અનુદાનિત શાળાઓના શિક્ષક સ્વમાનભેર જીવી શકશે અસ્તિત્વ ટકાવવા માટે સોક્રેટીસ અને ચાણક્યની જેમ રસ્તા પર અને જ્યાં ત્યાં સેવાભાવનાની ઝુંબેશ ચલાવવી પડશે.અરે! શિક્ષણની ધૂણી ધખાવવી પડશે. હા! ભોગ આપવો પડે. શ્રમથી શું સિદ્ધ ના થાય ?જયારે આલ્પ્સ પર્વત આવ્યો ત્યારે સાથીઓ ગભરાયા અને નેપોલિયનને પૂછ્યું કે હવે પર્વત ઓળંગીશુ ત્યારે નેપોલિયને તેના સાથીઓને ને કહ્યું મિત્રો ! આલ્પ્સ છે ક્યાં ?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s